SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અંશ ૨ ] कुवलयमाला [ ૭૨ આશ્ચર્યજનક વાત તો એ છે કે, એક જૈન સાધ્વીનાં મેધવચના સાંભળી એમણે જૈની દીક્ષાને સ્વીકાર કર્યાં હતા, અને આજન્મ એ સાધ્વીનું પુણ્યસ્મરણ એ કરતા રહ્યા હતા. એ સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. એ મહત્તરાને એમણે પેાતાની ધર્મમાતા માની હતી, અને પેાતાની અનેક ગ્રંથકૃતિને અંતે એ માતાના નામને આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. હરિભદ્રસુરિ મહાન સિદ્ધાંતકાર અને દાર્શનિક વિચારકતા હતા જ પણ તે ઉપરાંત મહાન કવિ પણ હતા, એમ જૈન પરંપરા જણાવે છે. પેાતાની કવિત્વશક્તિના પરિચાયક રૂપે એમણે કેવાં કેવાં કથા, ચિરતા, આખ્યાન વગેરે લખ્યાં હશે તે તે ઉપલબ્ધ ગ્રંથનામાવળી ઉપરથી કાંઈ વિશેષ જાણી શકાય તેમ નથી. થાોષ, ધૂર્તાયાન, મુનિતિ ચરિત્ર, ચોધર -રિત્ર, વીર્ થા અને સમાવિત્ય થા આટલી કથાસાહિત્યની કૃતિએ એમના નામે નોંધેલી દેખાય છે, પણ તેમાં માત્ર ધૃણ્યિાન અને સમાવિચ ચા એ એ જ કૃતિએ અત્યારે ઉપલબ્ધ છે, અને એ નિર્વિવાદ રૂપે એમની જ બનાવેલી છે એમ માની શકાય છે. સમરચા એ હિરભદ્રસૂરિની કવિકલ્પનાની પ્રત્યક્ષ પ્રતિમા છે. પ્રશમરસપ્રપૂર્ણ એવી એક ઉત્તમ કથા તરીકે એની પ્રશંસા પાછળના ધણા વિદ્વાનોએ કરી છે. ઉદ્યોતનસૂરિએ ધ્રુવયમાંજાની પ્રસ્તાવનામાં અન્યાન્ય મહાકવિઓની કૃતિઓની પ્રશંસા ભેગી આની પણ જે પ્રશંસા કરી છે તે તે આગળ અપાશે જ. તે ઉપરાંત મહાકિવ ધનપાલે તિલક મંજરીમાં, ૧૬ દેવચંદ્રસૂરિએ શાન્તિનાથ ત્રિમાં,૧૭ અને બીજા ઘણા વિદ્રાનાએ અનેક સ્થળે એની સ્તુતિ કરી છે. હેમચંદ્રસૂરિએ પેાતાના વ્યાનુશાસનમાં૧૮સકલકથાના નિદર્શક તરીકે સમાવિષને નામેાલ્લેખ કર્યો છે * ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરના પૂર્ણચંદ્ર નામે રાજાને કૌમુદી નામે રાણીથી ગુણુસેન નામે એક પુત્ર થયા. એ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે બહુ જ કુતુહલી અને ક્રીડાપ્રિય હતા. રાજાને યજ્ઞદત્ત નામે એક પુરાહિત હતા. તેના પુત્ર અગ્નિશર્મન રૂપે બહુ જ અસુંદર અને આકૃતિએ ધણા જ ખેડાળ હતા. રાજકુમાર એ પુરાહિત પુત્રની ખૂબ હાંસી મશ્કરી અને શારીરિક વિડંબના કર્યાં કરે. આથી આખરે કંટાળી એ પુરાહિતપુત્ર કેાઇ તપસ્વીની પાસે જઈ તાપસ બન્યા, અને ફરી બીજા જન્મમાં આવી વિડંબના ન સહવી પડે તેના માટે કઠેર તપસ્યા કરવા લાગ્યા. કાલાંતરે એ પૂર્વ પરિચિત રાજકુમાર રાજા થયાં પછી એ તાપસની પાસે જઈ ચઢે છે, અને વાતવાતમાં એની સાથેના પેાતાના પૂર્વ પરિચય જાણી લે છે. રાજાને બહુ પશ્ચાત્તાપ થાય છે, અને તેથી પેાતાના પૂર્વાપરાધેાની તે તાપસ પાસે માછી માગે છે. એ તાપસ મહિના મહિનાના ઉપવાસ કર્યા કરે છે. મહિનાની સમાપ્તિએ એક જ *સમરાદિત્ય ચરિત્ર જૈન મુનિએ ઘણા રસપૂર્વક વાંચતા અને શ્રાવકો ભાવપૂર્વક સાંભળતા. એ ગ્રંથની પ્રતા લખાવી સાધુઓને અર્પણ કરવામાં બહુ પુણ્ય માનવામાં આવતું. એની એક ઉદાહરણભૂત સ ́વત્ ૧૨૯૯ માં લખેલી તાડપત્રની પ્રતિ ખંભાતના શાંતિનાથના ભડારમાં છે, જેની નાંધ ડા. પીટર્સને, પેાતાના પુસ્તકગદ્વેષણા સંબધે લખેલા રીપોર્ટના ૩ ન્ત ભાગમાં, મૃ. ૧૮૭માં, લીધી છે, એ પ્રતિના અંતે લખાવનારની લાંખી પ્રશસ્તિ આપેલી છે. તેમાં જણાવ્યું છે કે-પલ્લીવાલ વશના લાખઙ્ગ નામે શેઠના મનમાં પેાતાના માતાપિતાએ ના પુણ્ય સ્મીથ કાંઇક સુકૃત કરવું એઇએ ' એવે વિચાર થયો. વિચાર કરતાં તેને લાગ્યું કે જગતમાં દાન કૃત્ય એક સત્કૃષ્ટ પુણ્યમાગ છે, અને દાનકૃત્યોમાંયે જ્ઞાનદાન સ`શ્રેષ્ઠ છે. જ્ઞાન એ શ્રુતાધીન છે, અને શ્રુત એ શાસ્ત્રસ્વરૂપ છે. શાસ્ત્રોમાં કેટલાંક કલ્પિત વસ્તુરૂપ હોય છે, અને કેટલાંક ચરિત વસ્તુરૂપ હોય છે. એમાંયે સુચિત રૂપ ગ્ર'થ વધારે કલ્યાણકારક કહેવાય છે. એમ વિચાર કરતાં તેને સમરાદિત્ય રૂપ સુચરિતનું રમરણ થયું. એ પ્રામરસ પરિપૂર્ણ ચરિત્રનાં શ્રવણ, વાચન, લેખન તેને સાથી વધુ ઇષ્ટ લાગ્યાં. પાતાને જે પૂર્ણ ઇષ્ટ હોય તે જ વસ્તુ ખીન્ન ઇષ્ટ જનને સમર્પણ કરવી ોઇએ, અને માતાપિતા કરતાં વધુ ઇષ્ટજન જગતમાં છે નહિ. એથી પાતાના એ ઇષ્ટતમ માતાપિતાના પુણ્યાર્થે તેણે સમરાદિત્ય ચરિત્રની પ્રતિ લખાવી. ગ્રંથ લખાવવામાં પણ કેટલે! બધો વિવેક અને કૈટલે ખયેા ઉત્તમ આદર્શ ! Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy