SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक વાર ભિક્ષા લેવા ગામમાં જાય છે, અને તે પણ જે એક જ ઘરે મળી ગઈ તો ઠીક નહિ તે ફરી પાછો વનમાં ચાલ્યો આવે છે, અને બીજા મહિનાના ઉપવાસ આદરી લે છે. રાજ તેને એક માસપવાસને પારણે પોતાને ત્યાં ભિક્ષા લેવા માટે ઘણા આગ્રહપૂર્વક આમંત્રે છે. માસાંતે તપસ્વી ત્યાં જાય છે. પણ તે જ દિવસે રાજાને ત્યાં રાજકુમારને જન્મ થએલો હોવાથી આખો રાજવર્ગ એ જન્મોત્સવની ધમાલમાં પડી જાય છે અને પારણા માટે આવેલા તપસ્વીની પરિચર્યા કરવાનું ભૂલી જાય છે. રાજમંદિરમાં કઈ સત્કાર કરતા ન હોવાથી તપસ્વી આમને આમ પાછા ફરી જાય છે. પાછળથી રાજાને ખબર પડે છે ત્યારે તે બહુ દુઃખી થાય છે અને દેડતા દોડતા તપસ્વી પાસે જઈ થયેલી ભૂલની માફી માગે છે, અને બીજા માસોપવાસને અંતે પિતાને ત્યાં આવવાની અત્યાગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી આવે છે. નિયમ પ્રમાણે તપસ્વી પુનઃ રાજમહેલે પારણાર્થે જાય છે પણ કર્મધર્મના નિયમે એ દિવસે પણ રાજવર્ગને કોઈ વિક્ષિપ્ત કાર્ય ઉપસ્થિત થતાં પૂર્વની માફક જ તપસ્વી અનાદરભાવે પારણું કર્યા વિના પાછો વનમાં આવે છે, અને ત્રીજા માસના ઉપવાસની પ્રતિજ્ઞા લઈ લે છે. એમ ૪ વાર તે તપવી એ રાજાને ત્યાં જાય છે અને પાછા આવે છે. છેલ્લી વખતે તપસ્વીને ખૂબ ક્રોધ થઈ આવે છે અને તેથી તે યાજજીવન અન્નનો ત્યાગ કરી બેસે છે અને રાજા ઉપર અત્યંત ઠેષ ધારણ કરી જન્મોજન્મ એ વૈરનો બદલો વાળવાની કેાઈ શક્તિ મળે તેવું નિદાન કરી પોતાની સર્વ તપ સંપત્તિ તે માટે હારી બેસે છે. એમ એ બંને આત્માઓ વચ્ચે પૈર બંધાય છે. તે પછી દરેક જન્મમાં તે જુદા જુદા સંબંધે જોડાય છે અને અગ્નિશર્મનો આત્માં ગુણસેનના આત્માને જાદી જાદી રીતે હેરાન કરી પોતાની વરવૃત્તિને સંતોષે છે. આમ નવ ભવ સુધી તેમનો વિરોધભાવ ચાલુ રહે છે, અને છેલ્લા ભવમાં ગુણસેનનો આત્મા ઉત્કર્ષ પામતા પામતે આખરે મુક્તિ મેળવે છે અને અગ્નિશર્મનનો આત્મા અધોગતિ પામે છે. આ કથાવસ્તુને મુખ્ય કરી હરિભદ્ર જૈન સિદ્ધાંત પ્રમાણે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, આદિ દુર્ગુણોને વશીભૂત થએલો આત્મા કેવી કેવી હીન દશા પામી જગતમાં રઝળે છે; અને અહિંસા, સંયમ, તપ, ક્ષમા, દાન, વગેરે સદ્ગણોના આચરણથી છવામાં કેવી રીતે આધ્યાત્મિક વિકાસ સાધે છે, તેનાં કાલ્પનિક ચરિત્રો ઘણી ઉત્તમ રીતે આલેખી બતાવ્યાં છે. હરિભદ્રસૂરિની આ કથા મુખ્ય પ્રાકૃત ભાષામાં-જૈન મહારાષ્ટ્રમાં જ રચાએલી છે. પણ કવચિત, કેટલાંક રૂપે શૌરસેનીનાં પણ વાપરેલાં છે. કથા સામાન્ય રીતે ગદ્યમાં લખાએલી છે, પણ વચ્ચે વચ્ચે વિરલ પદ્યા પણ વાપરેલાં છે. પદ્ય ભાગ ઘણે ખરો આર્યાદોનો છે અને થોડાંક બીજા છેદો પણ છેઃ જેવાં કે પ્રમાણી, દ્વિપદી, વિપુલા, વગેરે. રચનાશૈલી સરલ અને સુબેધ છે. પાદલિપ્તની તાંડાવતી જેવી વર્ણનથી અને અલંકારોથી ભરેલી નથી. વાક બહુ જ ટૂંકાં, લાંબા સમાસેથી રહિત અને પ્રવાહબદ્ધ એક પછી એક ચાલ્યાં આવે છે, અને કથાની વિગત વેગ ભરી રીતે આગળ વધે જાય છે. જ્યાં પ્રસંગ આવે છે ત્યાં થોડાક અલંકારો પણ નજરે પડે છે. સહજસ્જરિત ઉપમાઓ અને અના યાસ સૂચિત શબ્દાવલીની ઝમક પણ કયાંક કયાંક મળી આવે છે, પણ સમુચ્ચય કથાપ્રવાહ, ગંગાના શાંત પ્રવાહની માફક સ્થિર અને સૌમ્ય ભાવે પોતાના લક્ષ્ય તરફ વહ્યો જાય છે. પ્રાકૃત ભાષાના સાધારણ અભ્યાસી પણ એની ભાષા સમજી શકે છે અને એ જ કારણથી એ કથા આજસુધી સારી રીતે પ્રચારમાં રહી શકી છે. ઉદ્યતન સુરિની વઢવમાત્રા હાથ - હરિભદ્ર સૂરિની કથા અનંતર જ પ્રસ્તુત કુવલયમાલા કથાનું સ્થાન આવે છે તેથી, તેમ જ એ બંને સૂરિઓ વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ હતો તેથી પણ, કુવલયમાલાને પરિચય પહેલાં સમરાદિત્ય Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy