SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્૭૨ ] जैन साहित्य संशोधक | વ૪ ૨ શા માટે પાતે એ સાર ઉદ્દરે છે તે અર્થે પ્રારંભમાં જ જે ૩-૪ ગાથા કહી છે તેમાં તે જણાવે છે કે “ પાદલિપ્તાચાર્ય જે તરંગવતી કથા રચી છે તે વિસ્તૃત, વિપુલ અને વિચિત્ર છે. તેમાં ઘણાં દેશીવચન આવેલાં છે. વળી તેમાં કયાંયે કુલકા આવેલાં છે; ક્યાંયે ગુપિત યુગલકા આવેલાં છે, અને કયાંયે ધૃતરજનાને ન સમજાય એવાં ટ્કલ આવેલાં છે. એથી તેને કાઇ સાંભળતું નથી, કાઇ પૂછ્યું નથી અને કાઇ કહેતું નથી. કેવળ વિદ્વાનેાના જ કામની તે કથા થઇ પડી છે. બીજાએને તેના કશા ઉપયાગ નથી. તેથી પાદલિપ્તે રચેલાં દેશી વાયેા વગેરેને છેડી દઈ તેમની રચેલી ગાથાઓ ઉપરથી અન્ય જનાના હિતની ખાતર હું આ સંક્ષિપ્તતર કથા બનાવું છું. સાથે એ પણ એક હેતુ છે કે એ સુરિની કૃતિને આ રીતે સર્વથા વિચ્છેદ થતા અટકે ૯ આ વર્ણન ઉપરથી સમજાય છે કે તરંગવતી કથા મૂળ પ્રાકૃત જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચાએલી હતી, અને તેમાં દેશી ભાષાના પણ ઘણા વધારે પ્રમાણમાં પ્રયાગ થએલા હતા. કથાની રચના ગદ્ય અને પદ્ય ઉભય પ્રકારના લખાણવાળી હતી, અને તેમાં ઠેકઠેકાણે લાંબાં લાંબાં વર્ણન અને પદ્યોનાં ઝુંડનાં ઝુંડ આવેલાં હતાં. જેને કુવલયમાલા કથાકાર સંદી વળ્યા કહે છે તે પ્રકારની એ કથા હતી, એમ આ વર્ણન ઉપરથી સ્પષ્ટ સમજાય છે. શ્રીજી અલભ્ય કથાઓ પાદલિપ્તસૂરિએ ઉપક્રમેલી આ નવીન પ્રકારની કથાસૃષ્ટિમાં પાછળથી ધીમે ધીમે ભરતી થતી રહી અને મત્સ્યવતી, માયસેના,૧૦ વધુમતી,૧૧ સુસ્રોચના૧૨ વગેરે સુંદર કથાઓ રચાઈ. પણ કમનસીબે એક નામ સિવાય ખીજું કશું એ કૃતિઓના વિષયમાં અદ્યાપિ જાણવામાં નથી આવ્યું. મહિં, રિર્વતત્ત્વરિય વમુàવરિય વગેરે પુરાણપદ્ધતિના ચરિત્રગ્રંથાને કથાવર્ગમાં ન ગણીએ તા, તે પછી ઇમ્મિલિંદી નામના કથાગ્રંથ મળી આવે છે, જે સામાન્ય રીતે વષુવીય ઊર્ફે વધુàવ નિંકી ની સાથે જ જોડાયેલા નજરે પડે છે. આચાર્ય હરિભદ્ર અને ઉદ્યોતનસૂરિ બંને આ ગ્રંથના ઉલ્લેખ કરે છે. તેથી એમના સમય કરતાં અર્થાત્ આઠમા સૈકા પહેલાંના એ ગ્રંથ છે, એટલું નિર્વિવાદ પણે એના માટે કહી શકાય છે. એ કથામાં વર્ણન ભાગ કરતાં કથાભાગ જ વધારે છે, અને તેથી એનું વાચન ચાલતું રહ્યું અને આજ સુધી એ. વિદ્યમાન રહી શકી. હરિભદ્રસૂરિની સમાવિત્ય કથા વિદ્યમાન કથાગ્રંથામાં વધારે પ્રખ્યાત અને વધારે પરિચિત કથા હરિભદ્રસૂરિની સમરચા (સમરાદિત્ય કથા) છે. આ હિરભદ્રસૂર, કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિના એક વિદ્યાગુરુ છે એવેા નિર્ણય મેં મારા હરિભદ્રસૂરિના સમય નિર્ણયવાળા નિબંધમાં૧૨ વિગતથી કરેલા છે૧૩ અને તે ડૉ. હર્માંન યાકેાખી જેવા સમર્થ પંડિતે પણ સંપૂર્ણપણે માન્ય કરેલા છે.૧૪ એ નિર્ણયમાં મુખ્ય આધારભૂત થએલા ઉલ્લેખ, પ્રસ્તુત કુવલયમાલામાંથી જ જડી આવ્યા છે જે અહીં પણ આગળ ઉપર બતાવાશે જ. આથી હરિભદ્રસૂરિ આઠમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા એ નિશ્ચિત થયું છે. આ હરિભદ્રસૂરિ એક મહાન લેખક હતા. જૈનદર્શનના એક અતિસમર્થ ગ્રંથકાર તરીકે એમની ખ્યાતિ સુવિશ્રુત છે. જૈન ઐતિથ્ પરંપરા પ્રમાણે તે એમણે કાઇ ૧૪૦૦ કે ૧૪૪૪ જેટલા નાના મેાટા ગ્રંથા અનાવ્યા કહેવાય છે. પણ વર્તમાનમાંયે લગભગ ૮૮ જેટલા ગ્રંથેાનાં નામે એમની કૃતિ તરીકે ગણવા–ગણાવવામાં આવે છે.૧૫ એમની એ વિશાળ ગ્રંથરાશિમાં જૈનધર્મના સિદ્ધાન્તાનું ભિન્નભિન્ન દષ્ટિએ વિવેચન અને નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાંના કેટલાક ગ્રંથા જૈન આગમેાની ટીકાપે છે, કેટલાક પ્રાચીન ગ્રંથાના સારરૂપે છે, અને કેટલાક સ્વતંત્ર પ્રકરણરૂપે છે. એ સ્વતંત્ર પ્રકરણેામાં દાર્શનિક અને આધ્યાત્મિક વિષયોના વિવેચનાત્મક ગ્રંથા ઘણા મહત્વના છે. પૂર્વાશ્રમે એ જાતિએ બ્રાહ્મણ હતા, અને ચતુર્દવિદ્યામાં પારંગત હતા. તેથી સંસ્કૃત ભાષા ઉપર પૂર્ણ પ્રભુત્વ હેાય એ સ્વાભાવિક જ છે, Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy