SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નલક્ષણ. ૨૫ એ ઉંઘમાં મેં', જાણે હું... પર્વત ઉપર ચઢીને ભમતી હાઉ”, એવુ સ્વમ જોયું, જ્યારે હું... જાગી ત્યારે મે મારા પિતાને પુછ્યું કે:-‘આવા સ્વસનુ ફળ શું?’ ૫૧૩-૫૨૩, ત્યારે મારા પિતાએ ઉત્તર આપ્યુંઃ-સ્વમશાસ્ત્ર પ્રમાણે એવુ' સ્વ. સદ્ભાગ્ય સૂચવે છે. સ્વસવર્ડ માણસને આત્મા સદ્ભાગ્ય કે દુર્ભાગ્ય, આનંદ કે શેક, જીવન કે મરણુ આગળથી જાણી શકે છે. કાચું માંસ, લેાહીભર્યાં ઘા, હાથ પગ ભાંગવા, વેદનાની ચીસ, અને આગના ભડકા: એવાં એવાં સ્વસ નઠારા ફળની સૂચના આપે છે; પણ હાથી ઉપર કે બળદ ઉપર કે મહેલ ઉપર કે પર્વત ઉપર કે દૂધાળા ઝાડ ઉપર ચઢવુ' એ આવતા ભાગ્યની સૂચના આપે છે. અને સ્વપ્રમાં સમુદ્ર કે નદીને જે ઓળંગી જાય છે તેનાં દુઃખ નિશ્ચય ટળે છે. વળી જાતિ ઉપર પણ ઘણા આધાર રાખે છેઃ કાઈને સ્વમમાં નરજાતિની કે નારીજાતિની વસ્તુ મળે કે ખાવાય તે ધારેલા લાલ કે હાનિ થાય. ટુકામાં માણસ જે સારાની આશા રાખે છે કે જે નઠારાથી ડરે છે તે સ્વમ ઉપરથી જાણી શકાય છે. અને સ્વપ્રમાં ફળવાનાં ફળ કયારે ફળે છે એ સ્વસના સમય ઉપરથી નક્કી થાય છે: જો સ્વપ્ત સમીસાંજે ઉંઘ આવ તા જ આવે તે તેનુ ફળ છ મહિને ફળે, જે મધ્યરાતે આવે તે તેનુ ફળ ત્રણ મહિને મળે, જો બ્રાહ્મમુહૂર્ત એટલે કે ગાયા ચરવા નિકળે તે સમયે સ્વમ આવે તે દોઢ મિહને ક્ળે અને જો સવાર થતાં આવે તેા તરત ફળે. છેવટે કહેવાનુ એટલું જ કે સારે શરીરે આવેલાં સ્વપ્ન જ ભવિષ્ય સૂચવે છે. પણ એથી વિરૂદ્ધનાં સ્વપ્નનુ ફળ કઈ જ નથી. જ્યારે કન્યા પર્વત ઉપર ચઢ્યાનુ સ્વમ જીવે ત્યારે ધાર્યો પતિ મળે, અને બીજાને એવુ સ્પરૢ આવે તે ધાર્યું ધન મળે, મારી દિકરી! સાત દિવસની અંદર તારૂં સદ્ભાગ્ય ખુલશે.’ ૫૪-૫૨૮. મારાં પિતાનાં આ વચનથી મને વિચાર ઉઠયા કે મારા હૈયામાં જેને માટે કામના છે, તેના સિવાય બીજા પુરૂષ સાથે મારાથી રહી શકાય નહિ. મારી ગુપ્ત કથા તા મારાં માબાપથી સંતાડી રાખવાના મેં ઠરાવ કર્યાં. તેથી સારસિકાની વાટ જોતી આખી રાત હુ... ત્યાં પાષધશાળાના ખડમાં બેસી રહી અને પછી વિચારમાં ને વિચારમાં જિનપ્રભુનું ધ્યાન ધરતી બછાનામાંથી ઉઠી ઉભી થઈ અને રાત્રિ પ્રતિક્રમણ કર્યું. સૂૌંદય થયા પછી દાતણુ કર્યું ને ત્યાર પછી મારાં માબાપથી છુટી પડીને ધીરે ધીરે ઉપર ચાલી ગઈ. પર૯–૫૩૨. પછી અમારી હવેલીની અગાશી ઉપર હું ચઢી, છેક એની ફરસ ઉપર સુદર ચિત્રા ચીતર્યાં હતાં અને તેમાં મૂલ્યવાન હીરા મેતી જડયાં હતાં. મારૂ તુટી પડે એવુ શરીર માત્ર આશાને લીધે જ ટટાર ચાલી શકતું હતું. એવામાં સૂરજ ઉગ્યા, એનાં કિ’શુકપુલના જેવાં લાલ કિરણા પૃથ્વી ઉપર પથરાઈ રહ્યાં અને પછી દૂર દૂર સુધીની પૃથ્વી કેશર રંગે ર'ગાઇ ગઈ. સર્વ જગતને એણે જગાડયું. અને રાત્રે ખીડાઈ ગયેલાં કમળાને ખીલવ્યાં. Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy