SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તારગવતી.. ૪૯-૫૦૫. “માણસના અંતરને તેના શબ્દ ઉપરથી અને હાવભાવ ઉપરથી કેમ પારખી કાઢવું એ તું તે સારી રીતે જાણે છે. તેથી મારા જીવનને સુખી કરવાને મારું કહેવું સાંભળઃ જે મારા તે વખતના સ્વામી આપણુ નગરમાં જ જમ્યા હશે તે તે બીજા બધા લોકની પેઠે એ પણ ફરવા જરૂર આવશે અને આ ચિ શે, અને જોશે ત્યારે અમારા પાછલે ભવ યાદ આવશે. કારણ કે જે માણસ સુખદુખમાં નેહી હોય છે, તેણે ગમે એટલે લાંબે વિજોગ સહ્યો હશે તે ય એને એવાં ચિત્ર ઉપર આંખ પડતાંની સાથે જ બધું યાદ આવે છે, અને હૈયામાં છુપાઈ રહેલે ઉભરો આંખમાં તરી આવે છે. અસંસ્કારી માણસની આંખ કઠણ હોય છે, મિત્રની આંખ ખલી અને શુદ્ધ હોય છે, સાચા માણસની આંખ દઢ હોય છે, બેદરકારી માણસની આંખ ઢીલી હોય છે, દયાળુ માણસ બીજાનું દુઃખ જુએ છે ત્યારે એને દયા ઉપજે છે, અને જ્યારે એ પ્રસંગ એના પિતાના જ જીવનને અનુભવ હોય છે, ત્યારે તે એથી યે વધારે એને લાગી આવે છે. ત્યારે તે જાણે એની છાતીમાં બાણ વાગ્યે હોય એમ એને લાગે છે ! વળી લેક કહે છે કે જેને પાછલે ભવ યાદ આવે છે એ ગમે એટલે બળવાન હોય તે ય મૂચ્છ પામે છે. તેથી મારા સ્વામીને પિતાના પાછલા ભવનું શેકભર્યું સમરણ આ ચિત્રથી જાગશે કે તરત જ મૂરછ પામશે. પછી જ્યારે એમને ભાન આવશે ત્યારે હૃદયે અને આંસુભરી આંખે કે આ ચિત્ર ચીતર્યો એમ અધીરાઈથી પુછવા માંડશે. ત્યારે તારે ખાત્રીથી માનવું કે એ જ મારા વાયેલા ને મનુષ્યનિમાં હાલ અવતરેલા સ્વામી છે. તેમને દેખાવ અને હાવભાવ તું ધ્યાન દઈને નિહાળી લે છે અને એમનું નામઠામ જાણી લેજે અને પછી બધી વાત મને સવારમાં કહેજે. અહા ! એમને ફરીથી મળીને મારું બધું દુઃખ વામીશ અને એમને ભેટીને મારે નેહ તાજો કરીશ ! પણ અરેરે! જે એ ના જડ્યા તે! મારે સાધ્વી થઈને નિવણને માર્ગે ચાલવા નિકળી પડવું. સવામી વિના અને છેવટની સીમાએ જલદી પહોંચવાની આશા વિના જીવતર ગાળવું એમાં જ નવા નવા અવતાર ધરવાનું અનંત દુઃખ છે.” ૫૦૬૫૦૮. એમ પતિ સાથે ફરી સંગ થાય એ કામનાએ મેં સારસિકાને બહુ બહુ સૂચનાઓ આપી ને પછી ચિત્રો સાથે એને વિદાય કરી. અને હવે તે સૂર્ય પૂરેપર આથમી ગયું હતું અને સને ઢાંકી દેનારી રાત્રિ આવી હતી. આપણા ધર્મ પ્રમાણે પર્વને દિવસે હમેશના સુવાનાં ખંડમાં સુવાને બદલે પિષધ લેવાના ખંડમાં જમીન ઉપર જ સૂવું જોઇએ. તે રાત્રે રાત્રિ જાગરણ કરવું જોઈએ અને પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ; એ પ્રમાણે હું પણ પિષધ લેવાના ખંડમાં ગઈ અને મારાં માબાપ સાથે જિનપ્રભુની સ્તુતિ-વંદના કરોને દૈવસિક અને ચાતુમાસિક પાપમાંથી મુક્ત થવા માટે પ્રતિકમણ કર્યું. પ૦૯-૫૧૨. એ બધું કરી રહ્યા પછી હું સ્થિરભાવે ભોંય ઉપર ઉધી ગઈ. Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy