SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ગંગામાં જળકીડા ૧૫ સ્તન છે, એનાં મજાથી જાણે એ હસતી દેખાય છે. એને કિનારે હાથી, બળદ, વાઘ, ચિત્તા ને વરૂ રહે છે. પાણીની સપાટી ઉપર પાકા રાતા ઘડા તરતા હોય એમ ચકવાની જેડાં આનંદે રમ્યા કરે છે. હંસ બતક અને એવા જ બીજાં જળપ્રાણીઓ પણ ચિંતા વિના સ્વતંત્રતાએ ફરતા ફરે છે. ૩૦૦-૩૧૪. મારી પ્રિય સખી, ત્યાં હું આગલા અવતારમાં રાતાંપીળાં પીછાંવાળી ચક્રવાકી હતી અને સ્વતંત્રતાનું પૂરું સુખ ભગવતી. ચકવામાં નેહ એટલે સાચો અને પ્રબળ હોય છે તે સ્નેહ આખા જગતમાં બીજે ક્યાંય નહિ હશે. અને મારે નર તે વળી ચંચળ માથાએ કરીને અને ગેળ દડા જેવે શરીરે કરીને પ્રખ્યાત હિતે; તેમાં વળી એ કુશળ તરનારે હતો અને કેરેન્ટના કુલના ગોટા જેવો સુંદર હતો. તેનાં કાળાં અને રૂવાંટી વગરનાં પગનાં ચાખ્યાં કમળના કાળા પાન જેવાં હતાં. છેવટ સુધી તેને સ્વભાવ તપસ્વી જે સરલ હો, એને ફોધ તે બહુ પહેલેથી બળી ગયું હતું. રાતા પ્રભાતસમયે તેની સાથે જ હું તરવા જતી. ઉડતી પણ તેની સાથે જ. એવી રીતે અમે નેહમાં સાથે રહેતાં, ચઢતા ઉતરતા સુંદર શબ્દથી અમારા કાનને અને હૃદયને આનંદ આપતાં, એક બીજાને સુખી કરતાં, એક બીજાની પાછળ જતાં, સાથે રમત રમતાં અને એકબીજાને વિજોગ કદી સહી શક્તાં નહિ. નદીએ, કમળસરોવર, રેતીને કિનારે કે કિનારાના જંગલે-જ્યાં જતાં ત્યાં અમે સ્નેહને દેખાવ કર્યા વિના જ પણ સાચે સ્નેહે બંધાઈને સાથે જ રહેતાં, ૩૧૫-૩ર૬. એક સમે સૌ જળપક્ષીઓ સાથે અમે પણ ગંગાને પાણીએ બનેલા સુંદર તળાવમાં રમતાં હતાં, તેવે સૂરજને તાપે બન્યો બળે થઈ ગયેલું એક હાથી ત્યાં નદીમાં નાહવા કાજે આવ્યું. રાજાઓના ભાગ્યસમા ચંચળ એના કાન આમ તેમ હાલતા હતા; મૃદંગના જે મૃદુદુ અવાજ તે કર્યા કરતે, પણ વળી એ રાક્ષસસમું પ્રાણી વચ્ચો વચ્ચે મેઘગર્જનાના જે ભયંકર નાદ પણ કરતું. તેના કુંભસ્થળમાંથી મદ ઝરતો હતો અને સપ્તપર્ણના કુલના જે એને તીવ્ર વાસ પવનને બળે ચારે દિશાઓમાં પ્રસરી રહે. કિનારાના ઘુમ્મટ ઉપરથી આ મહાપ્રાણ નીચે ઉતયું. રેતીમાં પડતાં એનાં પગલાં વડે જાણે ગંગાની કેડ ઉપર કંદરે બનાવતું હાય તેમ દેખાવા લાગ્યું અને સમુદ્રની રાણી જેવી ગંગા જાણે એ હાથીથી ભય પામીને પિતાનાં મોજાને લઈને દેડી જતી હોય તેમ દેખાવા લાગી. એણે પાણી પીધું ને પછી સુંઢથી ફેફવાડે મારીને પાણી એવું ઉડાડ્યું કે જાણે નદી ઉપર વાદળ ચઢી આવ્યું. પછી પ્રવાહમાં એ ઉંડે ઉતર્યો અને સુંઢ વડે પાણીને પર્વત જેવડે પ્રવાહ પિતાની પીઠ ઉપર વહેવડાવ્યો. નદીમાં એણે એવાં તે મોજાં ઉડાવ્યાં છે તે અમે હતાં તે તળાવમાં પણ આવી પહોંચ્યાં. એ જ્યારે સુંઢ ઉંચી કરતો અને તેથી એનું મેં પહેલું થતું Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy