SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી.. ૧૪૩-૧૪૬. એમ કહીને એણે ફૂલની છાબડી ઉઘાડી અને સસપનાં કુલથી ભરેલી છાબ મારા પિતાના હાથમાં મુકી. એ ફુલને સુગંધ, હાથીના મદના ગંધ જેવો, તીવ્ર હતો અને તેથી ચારે દિશામાં તેને સુગંધ પસરી રહ્યો. પ્રભુને અર્પણ કરવાના સંકલ્પ તે છાબને મારા પિતાએ પિતાને કપાળે અડાડી, અને પછી દેવને ચઢાવવાને માટે એમણે તેમાંથી થોડાંક ફુલ જુદાં કાઢ્યાં, થોડાંક મને આયાં, ડાંક મારી માને આપ્યાં ને બાકીનાં મારા ભાઈઓને અને ભાભીઓને પહોંચાડ્યાં. ૧૪૭–૧૫૬.એ બધાં કુલ હાથીદાંતના જેવાં સઢ હતાં, પણ મારા પિતાની નજરે અમુક એક કુલ ઉપર પડી. એ પુલ ભવ્ય સ્ત્રીના સ્તન જેવડું મેટું હતું અને રંગે હેજ પીધું હતું. શેક વાર સુધી તે એ પુલની સામે એ ચકિત થઈને જોઈ રહ્યા. પછી જ્યારે એ વિચારમાંથી જાગ્યા, ત્યારે હસીને મને એ પુલ આપ્યું ને બોલ્યાઃ - “આને રંગ તો જો! કુલ ઉછેરવામાં અને સુગંધ પારખવામાં તું નિપુણ બની છે, તેથી એ વાત તે તું સારી રીતે સમજે. આ બધાં સફેદ સપ્તપર્ણનાં કુલેમાં આ એક પીછું કેમ? વખતે કોઈ કુશળ કારીગરે આપણને આશ્ચર્ય પમાડવા અથવા તે કુલ ઉછેરવાની કળામાં નિપુણતા દેખાડવા આમ કર્યું હશે? કેમકે દાહક અને બીજાં દ્રવ્યથી (તેમને કુલના કયારાની માટીમાં મેળવવાથી) કુલને અને ફળના ધાર્યા રંગ લાવી શકાય છે. કારણ કે એવા પઢાર્થોમાં છેડને ખીલવી તેમાં ફેરફાર કરવાનું વલણ હોય છે, જે આપણે ચેમાસામાં નજરે જોઈએ છીએ. છતાં યે જુદા જુદા રંગનાં કુલ અને ફળ ઝાડથીજ પરખાઈ આવે છે.” ૧૫૭-૧૫૯ પિતાનાં વચન સાંભળીને મેં એ કુલને બરાબર તપાસી જોયું અને પછી એ બાબતમાં ચકકસ નિર્ણય ઉપર આવતાં હું વિનયભાવે બેલીઃ - ૧૬-૧૬૨. જમીનની જાત ઉપર, વાવેતરની છત ઉપર, બીજ કે ઘરૂ ઉપર, તથા ખાતર અને વરસાદ ઉપર ઝાડની જાતને આધાર રહે છે. અને આ બધી વસ્તુસ્થિતિ ઉપર બારીક નજર રાખીને કુશળ કારીગર કુલને બધી જાતના રંગ લાવી શકે છે. પણ આ કુલના સંબંધમાં એવું કંઈ થયું જણાતું નથી, કારણ કે એના સુગંધ ઉપરથી હું પારખી શકું છું કે પીળો રંગ એ ફુલને પિતાને નથી, પણ કમળના પુલના રજકણ એ ફુલને લાગેલા છે તેને છે. ૧૩. મારા પિતાએ ઉત્તર આપેઃ “પણ બાગ વચ્ચેના સપ્તપર્ણના ઝાડ, ઉપર આપણું આ જે કુલ કુટયું છે તેને કમળના કુલના રજકણ લાગે કેવી રીતે?” ૧૬૪–૧૬૯ મેં કહ્યું“આ ફલમાંથી જે વાસ આવે છે, તેમાં કમળને વાસ વધારે પડત છે અને તે ઉપરથી આપણે એ અનુમાન ઉપર આવવું જ જોઈશે કે Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy