SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ૬ વડતુનું આગમન. ૭ ખુરી હવામાં આનંદ કરતાં, તેમ જ દૂરદૂર સુધીના દેખાવ જતાં. મારાં માબાપ અને ભાઈઓ કુલ, કપડાં, ઘરેણાં, રમકડાં અને મીઠાઈની મને ભેટ આપતાં. મારા વિનયથી મારાં માબાપ, મારા દાનથી ભિક્ષુકે, મારી પવિત્રતાથી મારા ભાઈઓ અને મારા સ્નેહથી બીજાં બધાં આનંદ પામતાં. લક્ષમી જેમ મંદર પર્વત ઉપર આનંદ પામે તેમ હું પિતાના ઘરમાં મારી ભાભીઓ અને સખીઓ સાથે આનંદમાં રહેતી, પિષધના દિવસોમાં હું ઘણી વખતે સામાયિક વ્રત આચરતી અને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન મેળવવા માટે ગણધારિણી સાધ્વીજીઓની ઉપાસના કરતી. આ રીતે માબાપ, ભાઈઓ અને સગાંસંબંધી સાથે નેહમાં રહીને હું મારા દિવસો સુખમાં નિગમતી હતી. - ૧૩ર-૧૩૫. એક વાર મારા પિતા, ભગવાનની સેવા કર્યા પછી, ભજન કરીને સારા સવચ્છ કપડાં પહેરીને ફુલેથી શણગારેલા ખંડમાં બેઠા હતા અને મારે સંબંધ મારી માતા સાથે વાતો કરતા હતા, જાણે ગોવિંદની સાથે લક્ષ્મીજી બેઠાં હેય એમ એ ભતાં હતાં. હું પણ નાન કર્યા પછી જિનેશ્વર દેવની પૂજા પ્રાર્થના કરીને માબાપને પ્રણામ કરવા ત્યાં ગઈ. મેં નીચી વળીને તેમના ચરણોમાં માથું મુક્યું, ત્યારે તેમણે “તારું કલ્યાણ થાઓ કહી નેહથી આશીર્વાદ આપ્યા અને પિતાની પાસે બેસવા કહ્યું. ૧૩૬-૧૩૮. પળવારમાં જાણે ચંદ્રપ્રભાથી શણગારાઈને શરદબાતુની કાળી ૨.શ્રી આવી હોય એમ, બહાર કામ કરવાને લીધે કાળીદેવી જેવી કાળી થઈ ગયેલી અમારી માળણ કુલાળાં વસ્ત્ર પહેરી ફલઘરમાંથી નીકળીને અમારી બેઠકમાં આવી પહોંચી, અને સુવાસ પ્રસરાવી દીધો. તે હાથમાં કુલની ભરેલી છાબ લઈ આવી હતી. સભ્યતાથી મારા પિતા પાસે જઈ વિનયશીલ વિદ્યાર્થીની પેઠે નીચી નમી અને મધમાખીઓના ગણગણાટ જેવા મધુર સ્વરે બોલી: ૧૩૯-૧૪૨. “હંસ અહુણા જ તેમની ઉનાળાની વાસભૂમિ, હિમાલયના ઉત્તર પ્રદેશમાં આવેલા માનસસર, ઉપરથી પાછા આવ્યા છે અને અહીંની તેમની વાસભૂમિમાં આનંદ કરવા લાગ્યા છે. તેઓ કર્ણમધુર સુંદર બેલ બેલે છે અને તે વડે આપણને સમાચાર આપે છે કે શરદ્ હતુ આવી છે. અને સફેદ પાંખવાળા હંસની પેઠે શર તુ પણું યમુનાના કિનારાનાં ઝાંખાં વને કરીને પિતાના આવ્યાના સમાચાર આપે છે. - એણે સુવાસિત વનેને આસમાની રંગનાં, અસનવનેને પીળા રંગનાં અને ફીકા સપ્તપર્ણનાં વનેને સફેદ વર્ણનાં વસ્ત્રો પહેરાવી દીધાં છે. હે શેઠ, તમારા ઉપર એની કૃપા થાઓ, અને સદ્ભાગ્ય તમારા ઉપર હશે.” Alstonia scholaris આ ઝાડ શાતિનિકેતનમાં જોયાં છે, અને તે ત્યાં છાતીમ’ એ અપભ્રંશ નામે ઓળખાય છે.-અનુવાદક, Aho ! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy