SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી. છેદનની ક્રિયા કરી ને તે સમયે મારાં માબાપે પિતાનાં સગાંસ્નેહીઓને જમાડ્યાં. પછી જન્મ આદિ જે જે સંસ્કાર કરવા ઘટે તે સ કર્યા, અને પિતાની ઈચ્છા પ્રમાણે સંબંધીજનેએ મારું નામ, તરંગવતી યમુનાના તરંગોની કુપાએ હું અવતરી માટે, તરંગવતી પાડ્યું. ૧૦૭-૧૧૫. શય્યામાં જ્યારે હું બેચેન થતી, ત્યારે હાથપગ પછાડતી મારી ધાવ અને દાસી જુદા જુદા ખંડોમાં મને વારંવાર ફેરવતી. પછી તે મારે માટે સેનાનાં રમકડાં આપ્યાં. મારે જે જે જોઈએ એ સિ સેનાનું આવતું. મારાં સગાં સો મને પોતપિતાના ખેળામાં લેતાં અને બહુ લાડ લડાવતાં, હું ખૂબ તેમના આનંદનું કારણ થઈ પડી. ધીરે ધીરે લેકનાં આંખ, મોં અને હાથ હાલતાં તે ઉપર હુ ધ્યાન આપતાં શીખી, અને મારી મેળે કંઈ કંઈ ઉચ્ચાર કરતાં પણ શીખી. પછી એક દહાડે મેં પગ માંડવા માંડ્યા ને જ્યારે અશુદ્ધ ઉચ્ચારે તાતા બેલી, ત્યારે તે મારા કુટુંબીઓના હષ ને પાર રહ્યો નહિ, ત્યાર પછી ડે કાળે ચુડાકને સંસ્કાર કરવામાં આવ્યું. પછી તો હું આમતેમ છુટથી ફરવા લાગી, સખીઓ સાથે સેનાની પુતળીએ રમત રમવા લાગી, અને માટીનાં ઘરે બાંધી તેની રમતમાં લીન થઈ જવા લાગી. ૧૧૬-૧૨૧. જન્મ પછી બારમે વર્ષે મારી સમજશક્તિ એટલી બધી ખીલી ઉઠી કે મારે માટે ઉત્તમ પ્રકારના શિક્ષક રાખવામાં આવ્યા, અને રીતસર ધીરેધીરે હું ગણિત, વાચન, લેખન, ગાન, વીણાવાદન, નાચ, અને પુષ્પઉછેરની કળાએ શીખ; વળી વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ મને શીખવવામાં આવ્યાં. આ ઉપરાંત મારા પિતા જેને ધર્મના અનુરાગી હતા તેથી તેમની ઈચ્છા એવી થઈ કે મારે ધર્મશાસ્ત્રમાં પણ પ્રવીણ થવું જોઈએ, એટલા માટે નગરમાં ઉત્તમ મનાતા ધર્મપંડિતે મારે માટે રાખ્યા અને તેમની પાસેથી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત વગેરે શ્રાવકધર્મની ભાવનાઓને મેં સારે અભ્યાસ કર્યો. ૧૨૨-૧૨૪. પછી તે હું ઉમ્મરમાં આવી, મારા શરીરનાં અંગે ખીલી ઉઠયાં અને નેહજીવન શું તે સમજવા લાગી. તે વખતે દેશના ઘણાં ધનાઢથ કુટુંબોમાંથી મારે માટે માગાં આવવા લાગ્યાં. પણ તેમાંથી કઈ પણ કુળે, રૂપે ને ગુણે મારે લાયક ને હેવાથી એ બધાં માગને મારા પિતાએ રીતસર પાછાં વાળ્યાં, - ૧૨૫-૧૩૧. હું મારા પ્રિય મંડળમાં મટી થવા લાગી. મારી સખી સારસિકા જે કઈ નવી વાત સાંભળતી, તે આવીને મને કહેતી. આનંદ કરવાને જે કંઈ સખીઓ. આવતી તેમને હું મારી હવેલીને સામે મળે અગાસી ઉપર લઈ જતી અને ત્યાં અમે Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy