SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth રસથી વિલેપન કર્યું. પછી હંસ લક્ષણવાળા (શ્વેત) દેવદુષ્ય વસ્ત્રથી પરમેશ્વરના શરીરને આચ્છાદન કર્યું અને દિવ્ય માણેકના આભૂષણોથી દેવાગ્રણી ઇન્દ્ર તેને ચોતરફથી વિભૂષિત કર્યું. બીજા દેવતાઓએ બીજા મુનિનાં શરીરોની ઈન્દ્રની જેમ ભક્તિથી સ્નાનાદિક સર્વ ક્રિયા કરી. પછી દેવતાઓએ જાણે જુદા જુદા લાવ્યા હોય તેવા ત્રણ જગતનાં સારા-સારા રત્નોથી સહસ્ત્ર પુરુષોએ વહન કરવા યોગ્ય ત્રણ શિબિકાઓ તૈયાર કરી. ઈન્દ્ર પ્રભુનાં ચરણને પ્રણામ કરી, સ્વામીના શરીરને મસ્તક પર ઉપાડી શિબિકામાં આર્ટ્સ કર્યું. બીજા દેવોએ મોક્ષમાર્ગના અતિથિ એવા ઈક્વાકુ વંશના મુનિઓના શરીરને મસ્તક ઉપર ઉપાડી બીજી શિબિકામાં અને બીજા સર્વ સાધુઓના શરીરને ત્રીજી શિબિકામાં સ્થાપન કર્યાં. પ્રભુના શરીરવાળી શિબિકાને ઇન્દ્ર પોતે વહન કરી અને બીજા મુનિઓની શિબિકાઓને દેવતાઓએ ઉપાડી. તે વખતે અપ્સરાઓ એક તરફ તાલબંધ રાસડા લેતી હતી અને એક તરફ મધુર સ્વરથી ગાયન કરતી હતી. શિબિકાની આગળ દેવતાઓ ધૂપિયાં લઈને ચાલતા હતા. ધૂપિયાના ધુમાડાના મિષથી જાણે તેઓ શોકથી અથુપાત કરતા હોય તેવા જણાતા હતા. કોઈ દેવતાઓ શિબિકા ઉપર પુષ્પો નાખતા હતા; કોઈ શેષ તરીકે તે પુષ્પોને ગ્રહણ કરતા હતા; કોઈ આગળ દેવદુષ્ય વસ્ત્રોના તોરણ કરતા હતા; કોઈ યક્ષકદમથી આગળ છંટકાવ કરતા હતા; કોઈ ગોફણથી-પાષાણની જેમ શિબિકા આગળ આળોટતા હતા અને કોઈ જાણે મોહચૂર્ણ (માજમ)થી હણાયા હોય તેમ પાછળ દોડતા હતા. કોઈ હે નાથ ! હે નાથ !' એવા શબ્દો કરતા હતા; “અરે અમે મંદભાગી માર્યા ગયા,” એમ બોલી પોતાના આત્માની નિંદા કરતા હતાં; કોઈ “હે નાથ ! અમને શિક્ષા આપો' એમ યાચના કરતા હતાં. કોઈ ! “હવે અમારો ધર્મસંશય કોણ છેદશે ?” એમ બોલતા હતા; “અમે અંધની જેમ હવે ક્યાં જઈશું !' એમ બોલી કોઈ પશ્ચાત્તાપ કરતા હતા; અને કોઈ ‘અમને પૃથ્વી માર્ગ આપો’ એમ ઇચ્છતા હતા. એ પ્રમાણે વર્તન કરતા અને વાજિંત્રો વગાડતા દેવતાઓ તથા ઇન્દ્ર તે શિબિકાને ચિતા પાસે લાવ્યા. ત્યાં કૃત્યજ્ઞ ઈન્દ્ર પુત્રની જેમ પ્રભુના દેહને ઘીમે ઘીમે પૂર્વ દિશાની ચિંતામાં મૂક્યો; બીજા દેવતાઓએ સહોદરની જેમ ઈક્વાકુ કુળના મુનિઓના શરીરને દક્ષિણ દિશાની ચિતામાં સ્થાપન કર્યા અને ઉચિતને જાણનારા-બીજા સાધુઓના શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યા. પછી ઇન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાઓએ તે ચિતાઓમાં અગ્નિ પ્રગટ કર્યો અને વાયુકુમાર દેવોએ વાયુ વિકુર્યો, એટલે ચોતરફ અગ્નિ પ્રગટ થઈને બળવા લાગ્યો. દેવતાઓ ચિતામાં પુષ્કળ કપૂર અને ઘડા ભરી ભરીને ઘી તથા મધ નાખવા લાગ્યા. જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ધાતુઓ દગ્ધ થઈ ત્યારે મેધકુમાર દેવતાઓએ ક્ષીરસમુદ્રના જળથી ચિતાગ્નિને શાંત કર્યો. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવાને માટે સૌધર્મેદ્ર પ્રભુની ઉપલી જમણી દાઢ ગ્રહણ કરી, ઈશાન ઈન્દ્ર પ્રભુની ઉપલી ડાબી દાઢ ગ્રહણ કરી, અમરેદ્ર નીચલી જમણી દાઢ ગ્રહણ કરી, બલિ ઈન્ટે નીચેની ડાબી દાઢ ગ્રહણ કરી, બીજા ઈન્દ્રોએ પ્રભુના બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજાં અસ્થિ ગ્રહણ કર્યા. તે વખતે જે શ્રાવકો અગ્નિ માગતા હતા તેમને દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ આપ્યા, તે અગ્નિ લેનારા અગ્નિહોત્ર બ્રાહ્મણો થયા. તેઓ પોતાને ઘેર જઈ પ્રભુના ચિતાગ્નિને નિત્ય પૂજવા લાગ્યા અને ધનપતિ જેમ નિર્વાત પ્રદેશમાં રાખી લક્ષદ્વીપનું રક્ષણ કરે, તેમ તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. ઈક્વાકુ વંશના મુનિઓનો ચિતાગ્નિ શાંત થઈ જતો તો તેને સ્વામીના ચિતાગ્નિથી જાગૃત કરતા હતા અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઇક્વાકુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા, પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિનું બીજા બે ચિતાગ્નિ સાથે તેઓ સંક્રમણ કરતા નહોતા; તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણોમાં પ્રવર્તે છે. કેટલાક - 57 a - Trishashti Shalaka Purush
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy