SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth થવા માટે ઇન્દ્ર ચક્રીને પાસે બેસી મોટો પોકાર કરી રુદન કર્યું. ઈન્દ્રની પછવાડે સર્વ દેવતાઓએ પણ રુદન કર્યું કારણ કે તુલ્ય દુઃખવાળા પ્રાણીઓની સરખી જ ચેષ્ટા થાય છે. એ સર્વનું રુદન સાંભળી, સંજ્ઞા પામી ચક્રીએ પણ જાણે બ્રહ્માંડને ફોડી નાખતા હોય તેવો ઊંચે સ્વરે આક્રંદ કર્યો. મોટા પ્રવાહના વેગથી જેમ પાળનો બંધ તૂટી જાય તેમ એવા રુદનથી મહારાજાની મોટી શોકગ્રંથિ પણ તૂટી ગઈ. તે સમયે દેવ, અસુર અને મનુષ્યોના રુદનથી જાણે ત્રણ લોકમાં કરુણરસ એક છત્રવાળો (રાજા) થયો હોય તેમ જણાવા લાગ્યું. ત્યારથી માંડીને જગતમાં પ્રાણીઓને શોકસંભવ સમયે શોકશલ્યને વિશલ્ય કરનાર રુદનનો પ્રચાર પ્રવર્યો. ભરતરાજા સ્વાભાવિક ધૈર્યને પણ છોડી દઈ, દુઃખિત થઈ, તિર્યંચોને પણ રોવરાવતા, આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાઃ- હે જગબંધુ ! હે કૃપારસસાગર ! અમને અજ્ઞને આ સંસાર અરણ્યમાં કેમ છોડી દો છો ? દીપક સિવાય જેમ અંધકારમાં રહી ન શકાય તેમ કેવળજ્ઞાનથી સર્વત્ર પ્રકાશ કરનારા તમારા સિવાય અમે આ સંસારમાં કેમ રહી શકીશું હે પરમેશ્વર! છબસ્થ પ્રાણીની જેમ તમે મૌન કેમ અંગીકાર કર્યું છે ! મૌનનો ત્યાગ કરીને દેશના દો; હવે દેશના આપી મનુષ્યોનો શું અનુગ્રહ નહીં કરો ? હે ભગવાન ! તમે લોકાગ્રમાં જાઓ છો તેથી બોલતા નથી, પણ મને દુઃખી જાણીને આ મારા બંધુઓ પણ મને કેમ બોલાવતા નથી ? પણ અહો ! મેં જાણ્યું કે તેઓ તો સ્વામીના જ અનુગામી છે તો સ્વામી ન બોલે ત્યારે તેઓ પણ કેમ બોલે? અહો ! આપણા કુળમાં મારા સિવાય બીજો કોઈ આપનો અનુગામી નથી થયો એવો નથી. ત્રણ જગને રક્ષણ કરનારા આપ, બાહુબલી વગેરે મારા નાના ભાઈઓ, બ્રાહ્મી અને સુંદરી બહેનો, પુંડરીકાદિક મારા પુત્રો, શ્રેયાંસ વગેરે પૌત્રોએ સર્વ કર્મ રૂપી શત્રુને હણી લોકાગ્રમાં ગયા, તે છતાં હું અદ્યાપિ જીવિતને પ્રિય માનતો જીવું છું ! આવા શોકથી નિર્વેદ પામેલા ચક્રીને, જાણે મરવાને ઇચ્છતા હોય તેવા જોઈને ઇન્દ્ર બોધ આપવાનો આરંભ કર્યો- “હે મહાસત્વ ભરત ! આપણા આ સ્વામી પોતે સંસારસમુદ્ર તરી ગયા છે અને બીજાઓને તેમણે તાર્યા છે. કિનારા વડે મહાનદીની જેમ એમણે પ્રવર્તાવેલા શાસન વડે સંસારી પ્રાણીઓ સંસારસમુદ્ર તરશે. એ પ્રભુ પોતે કૃતકૃત્ય થયેલા છે અને બીજા લોકોને કૃતાર્થ કરવાને લક્ષ પૂર્વ પર્યત દીક્ષાવસ્થામાં રહેલા છે. હે રાજા! સર્વ લોકનો અનુગ્રહ કરીને મોક્ષસ્થાનમાં ગયેલા એ જગત્પતિનો શા માટે તમે શોક કરો છો? જેઓ મૃત્યુ પામીને મહા દુઃખના ગૃહરૂપ ચોરાસી લક્ષયોનિમાં અનેક વખત સંચરે છે તેમનો શોક કરવો ઘટે, પણ મૃત્યુ પામી મોક્ષસ્થાનમાં જનારનો શોક ન ઘટે ! માટે હે રાજા! સાધારણ માણસની જેમ પ્રભુનો શોક કરતાં કેમ લાજ પામતા નથી ? શોચ કરનાર તમને અને શોચનીય પ્રભુને બંનેને શોક ઉચિત નથી. જે એક વખત પણ પ્રભુની ધર્મદેશના સાંભળે છે તે શોક અને હર્ષથી જિતાતો નથી, તો તમે બહુવાર દેશના સાંભળ્યા છતાં કેમ જીતાઓ છો ? મોટા સમુદ્રને જેમ ક્ષોભ, મેરુ પર્વતને કંપ, પૃથ્વીને ઉધ્વર્તન, વને કુંઠત્વ, અમૃતને વિરસતા અને ચંદ્રને જેમ ઉષ્ણતા-એ અસંભવિત છે તેમ તમારે રુદન કરવું તે પણ અસંભવિત છે. હે પરાધિપતિ ! તમે ધીરા થાઓ અને તમારા આત્માને જાણો, કેમ કે તમે ત્રણ જગના પ્રભુ અને એક ધીર એવા ભગવંતના પુત્ર છો.” એવી રીતે ગોત્રના વૃદ્ધ જનની જેમ ઇન્દ્ર પ્રબોધ કરેલા ભરતરાજાએ જળ જેમ શીતળતાને ધારણ કરે તેમ પોતાનું સ્વાભાવિક ધૈર્ય ધારણ કર્યું. પછી ઇન્દ્ર તત્કાળ પ્રભુના અંગના સંસ્કારને માટે ઉપસ્કર લાવવા અભિયોગિક દેવતાને આજ્ઞા કરી એટલે તેઓ નંદનવનમાંથી ગોશીર્ષ ચંદનનાં કાષ્ઠો લઈ આવ્યા. ઈન્દ્રના આદેશથી દેવતાઓએ ગોશીર્ષ ચંદનનાં કાષ્ઠથી પૂર્વ દિશામાં પ્રભુના દેહને માટે એક ગોળાકાર ચિતા રચીફ ઈક્વાકુ કુળમાં જન્મેલા મહર્ષિઓને માટે દક્ષિણ દિશામાં બીજી ત્રિકોણાકાર ચિતા રચી અને બીજા સાધુઓને માટે પાચેય દિશામાં ત્રીજી ચોરસ ચિતા ખડકી. પછી જાણે પુષ્કરાવર્ણમેઘ હોય તેવા દેવતાઓની પાસે ઇન્દ્ર સત્વર ક્ષીરસમુદ્રનું જળ મગાવ્યું. તે જળ વડે ભગવંતના શરીરને સ્નાન કરાવ્યું અને તેની ઉપર ગોશીષચંદનના Trishashti Shalaka Purush -છ 56 -
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy