SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth પ્રભુના ચિતાગ્નિની ભસ્મ લઈને ભક્તિથી તે ભસ્મને વંદન કરતા હતા અને શરીર ચોળતા હતા; ત્યાંથી ભસ્મભૂષણધારી તાપસો થયા. પછી જાણે અષ્ટાપદગિરિના નવાં ત્રણ શિખરો હોય તેવા તે ચિતાસ્થાને દેવતાઓએ રત્નના ત્રણ સ્તૂપ (દેરીઓ) કર્યા. ત્યાંથી તેઓએ નંદીશ્વરદ્વીપે જઈ શાશ્વત પ્રતિમા સમીપે અષ્ટાબ્દિકા ઉત્સવ કર્યો અને પછી ઈન્દ્ર સહિત સર્વ દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા. ત્યાં તે ઈન્દ્રો પોતપોતાના વિમાનોમાં સુધર્માસભાની અંદર માણવક સ્તંભ ઉપર વિજય ગોળ ડાબલામાં પ્રભુની દાઢોને આરોપણ કરીને પ્રતિદિવસ તેની પૂજા કરવા લાગ્યા. તેના પ્રભાવથી તેમને હંમેશા વિજય મંગળ થવા લાગ્યું. ભરતરાજાએ પ્રભુના સંસ્કાર સમીપની ભૂમિ ઉપર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષમંદિરની વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાદ્ધકરત્ન પાસે કરાવ્યો. તેની ચોતરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિક રત્નના ચાર રમણીક દ્વાર કરાવ્યા, અને તે દરેક દ્વારની બંને તરફ ક્ષ્મીના ભડારની જવા રત્નચંદનના સોળ કળશો રચાવ્યા. દરેક દ્વારે જાણે સાક્ષાત્ પુણ્યવલ્લી હોય તેવા સોળ સોળ રત્નમય તોરણો રચાવ્યાં, પ્રશસ્તિ લિપિના જેવી અષ્ટમાંગલિકની સોળ સોળ પંક્તિઓ રચી અને જાણે ચાર દિક્ષાળોની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપો કરાવ્યા. તે ચાર મુખમંડપોની આગળ ચાલતાં શ્રી વલ્લીમંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપો કરાવ્યા, તે પ્રેક્ષામંડપોની વચમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારા વજય અક્ષવાટ રચ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમલમાં કર્ણિકાની જેમ એક એક મનોહર સિંહાસન રચ્યું. પ્રેક્ષામંડપની આગળ એકેક મણિપીઠિકા રચી; તેની ઉપર રત્નના મનોહર ચૈત્યસ્તૂપ રચ્યા અને તે દરેક ચૈત્યસ્તૂપમાં આકાશને પ્રકાશ કરનારી દરેક દિશાએ મોટી મણિપીઠિકા રચી. તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચસેં ધનુષ્યના પ્રમાણવાળી રત્નનિર્મિત અંગવાળી, ઋષભાનન, વર્ધમાન, ચંદ્રાનન, વારિષણ એ નામની ચાર, પર્યકાસને બેઠેલી, મનોહર, નેત્રરૂપી પોયણાને ચંદ્રિકા સમાન, નંદીશ્વર મહાદ્વીપના ચૈત્યની અંદર છે તેવી, શાશ્વત જિન પ્રતિમાઓ રચાવીને સ્થાપન કરી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિક્યમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ રચ્યું. દરેક ચૈત્યવૃક્ષની પાસે બીજી એકેક મણિપીઠિકા રચી અને તેની ઉપર એકેક ઈન્દ્રધ્વજ રચ્યો. જાણે દરેક દિશાએ ધર્મે પોતાના જયસ્તંભ આરોપ્યા હોય તેવા તે ઈન્દ્રધ્વજ જણાતા હતા. દરેક ઇન્દ્રધ્વજની આગળ ત્રણ પગથિયાં અને તોરણોવાળી નંદા નામે પુષ્કરિણી (વાવડી) રચી. સ્વચ્છ, શીતળ જળથી ભરેલી અને વિચિત્ર કમળોથી શોભતી તે પુષ્કરિણીઓ, દધિમુખ પર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનોહર લાગતી હતી. તે સિંહનિષદ્યા નામના મહા ચેત્યના મધ્ય ભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્ય ભાગમાં વિચિત્ર રત્નમય એક દેવછંદક રચ્યો. તેની ઉપર વિવિધ વર્ણના વસ્ત્રનો ચંદરવો બનાવ્યો, તે અકાળે પણ સંધ્યાસમયનાં વાદળાંની શોભા ઉત્પન્ન કરતો હતો. તે ચંદરવાની અંદર અને પડખે વજમય અંકુશો રચ્યા હતા. તથાપિ ચંદરવાની શોભા તો નિરકુંશ થઈ રહી હતી. તે અંકુશોમાં કુંભની જેવાં ગોળ અને આમળાનાં ફળ જેવાં સ્થળ મુક્તાફળોથી રચેલા અમૃતની ધારા જેવા હાર લટકતા હતા. તે હારના પ્રાંત ભાગમાં નિર્મળ મણિમાલિકા રચી, તે જાણે ત્રણ જગમાંહે રહેલી મણિઓની ખાણોમાંથી વાનકી લાવ્યા હોય તેવી જણાતી હતી. મણિમાલિકાના પ્રાંત ભાગમાં રહેલી નિર્મળ વજમાલિકા, સખીઓની જેમ પોતાની કાંતિરૂપ ભુજાથી પરસ્પર આલિંગન કરતી હોય તેવી જણાતી હતી. તે ચૈત્યની ભીંતોમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ગોખલા) રચ્યા હતા, તેના પ્રભાપટલથી જાણે તેમાંથી જવનિકા (પડદા) ઉત્પન્ન થયેલ હોય તેવા જણાતા હતા, તેમાં ભળતા અગરુ ધૂપના ધુમાડા Trishashti Shalaka Purush - 58 -
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy