SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય પોતાનો નિર્વાણકાળ નજીક જાણીને ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રીમહાવીરપરમાત્મા જયા૨ે અપાપાનગરીના ઉદ્યાનમાં સમવસર્યા, ત્યારે દેવોએ ત્યાં અંતિમ સમવસરણની રચના કરી અને પ્રભુએ ૧૬-૧૬ પ્રહર સુધી એકધારી દેશના આપી, દેશના પૂર્ણ થતાં જ રાજા પુણ્યપાલ ઊભા થયા. ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું કે, આજની રાત્રે આઠ સ્વપ્નોને જોઈને હું ભયભીત બન્યો છું. ભગવંત ! શું હશે એ સ્વપ્નોનું ફળ ? આપ એના ઉપર પ્રકાશ પાથરવા કૃપા કરો ! એ સ્વપ્નોનો ફળાદેશ કરતાં પ્રભુએ ભાવીના લેખ ભાખ્યા. ભગવાને ભાખેલું ભાવી એવું ભયાનક હતું કે એ સાંભળતા જ રાજા પુણ્યપાલને વૈરાગ્ય થયો અને એમણે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરી પોતાનું કલ્યાણ સાધી લીધું. શાસનશિરતાજ ગૌતમસ્વામીના પ્રશ્નોનો જવાબ આપતાં ચોથા આરાના પ્રમાણમાં પાંચમો આરો કેવો હશે ? શાસન, સંઘ, રાજ્યવ્યવસ્થા ક્યાં સુધી રહેશે ? એનો અંત ક્યારે, કેવા સ્વરૂપમાં આવશે ? છઠ્ઠા આરામાં પરિસ્થિતિ કેવી હશે ? વગેરે વાતો પ્રભુએ કરી. નિર્વાણનો સમય નજીક જાણી ભગવાને દેવશર્માને પ્રતિબોધ કરવા જવાનો ગૌતમસ્વામીને આદેશ કર્યો અને એમના ગયા પછી અમાવાસ્યાની રાત્રે પ્રભુ નિર્વાણપદને વર્યા. ભાવદીપક નિર્વાણ પામતાં જ રાજવીઓએ દ્રવ્યદીપકોની હારમાળા પ્રગટાવી, જેથી ‘દીપાલિકાપર્વ’નો પ્રારંભ થયો. દેવશર્માને પ્રતિબોધ પમાડીને પાછા વળતાં દેવો દ્વારા ગૌતમસ્વામીએ ભગવાનના નિર્વાણના સમાચાર જાણ્યા, કારમો આઘાત લાગ્યો, સરાગ-વીતરાગ વચ્ચેનો ભેદ જાણ્યો. રાગની દિશા છોડી વીતરાગતાની દિશામાં પ્રગતિ કરી અને કારતક સુદ એકમના પ્રભાતે કેવળજ્ઞાન પામ્યા. દેવોએ શ્રીગૌતમસ્વામીજીના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. આ સમગ્ર ઘટનાને કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રીહેમચન્દ્રસૂરીશ્વરમહારાજસાહેબે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દશમા પર્વના શ્રીમહાવીરનિર્વાણગમન નામના તેરમા સર્ગમાં સવિસ્તર વર્ણવેલ છે. એ મહાવીરચરિત્રમાંથી ઉદ્ધૃત કરીને કલિકાલસર્વજ્ઞશ્રીએ અને ભિન્ન ભિન્ન આચાર્યભગવંતોએ દીપોત્સવકલ્પ, દીપાલિકાકલ્પ, અપાપાકલ્પ, દીપાલિકાવ્યાખ્યાન વગેરે નામોથી સંસ્કૃત, પ્રાકૃત ગુજરાતી ગદ્ય, પદ્યસ્વરૂપે અનેક ગ્રંથોની રચના કરેલ છે.
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy