SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १४ શ્લોક ૮ની ટિપ્પણીમાં ભિક્ષુક-દ્રમકને સોપાકર નગરમાં દીક્ષા આપી એ લખાણછાણીમાં શ્રીકાન્તિવિજયમહારાજના હસ્તલિખિત દીપાલિકાકલ્પમાંથી લીધેલ છે, જ્યારે પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિમહારાજના પરિશિષ્ટપર્વ સર્ગ ૧૧ પાના ૬૩માં કૌશામ્બી નગરીમાં દ્રમક-ભિક્ષુકને દીક્ષા આપીને સંપ્રતિરાજા થયા. તત્ત્વબહુશ્રુતગમ્ય. અનાદ્યનંત કાલથી શુભાશુભ કર્મના યોગે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતા જીવોને સર્વથા કર્મનો ક્ષય અને મોક્ષસુખની પ્રાપ્તિને માટે જ્ઞાન દર્શન-ચારિત્ર એ પરમ આલંબન છે, આત્મા અદ્યાપિ ભવાત કરી શક્યો નથી. એમાં જો કોઈ કારણ હોય તો તે સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિનો અભાવ છે, તેથી તે જ્ઞાનની પ્રાપ્તિ અને ભક્તિ માટે આ શ્રીદીપાલિકાકલ્પનો પ્રારંભ કરેલ છે. વિશેષ ફટનોટાદિમાં આવતાં આરા, બહોતેર બીલો, દશપ્રકારના કલ્પવૃક્ષો, શ્રીવીરભગવાનથી લઈ ભાવી તીર્થંકરદેવોના જન્માન્તર, તથા જીવોના મતાન્તરો, ગ્રંથાન્તરોથી ઉપલબ્ધ કરતાં અનેક મતાન્તરોને લઈ નિશ્ચય પૂર્વના મહાનું પુરુષો પણ જે વસ્તુને નિર્ણયરૂપ કરી શક્યા નથી, તો મારા જેવા અજ્ઞ-બાલ-પંગુ મેરુપર્વતના ઉલ્લંઘનનું કાર્ય શી રીતે કરી શકે ? અર્થાતુ ન જ કરી શકે, છતાં શુભ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરવો જોઈએ, એ ન્યાયે તદ્ કાર્યને કરતાં સુશક્ય અને લભ્ય વિશેષ ગ્રંથો આદિના અભાવમાં વસ્તુ તૈયાર કરવામાં અનેક ત્રુટિઓ રહેલ છે અને મારે પણ આ કાર્ય પ્રાથમિક હોવાથી શુદ્ધિ અલનાદિને સુસજ્જનો હંસ ચંચુ ક્ષીર ન્યાયે ગુણ ગ્રહણ કરે. મારા જેવા અલ્પમતિ-છબસ્થ દ્વારા પ્રેસદોષ અને શ્રીવીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયેલ હોય તેનો હું મિચ્છા મિ દુક્કડં દઈ અનેક ગ્રંથનિર્માતા કવિકુલકિરીટ વ્યા. વા. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનો મારા ઉપર ઉપકાર સ્મૃતિપથમાં લઈ આ તૈયાર કરેલ શ્રીદીપાલિકાકલ્પરૂપ ગ્રંથ હસ્તકમલમાં સમર્પ કૃતાર્થ થાઉં એજ. શ્રીકુન્થનાથ સ્વામિપ્રાસાદસ્ય પ્રતિષ્ઠાદિને લી. મુ. સીસોદરા (નવસારી) મુનિ હેમન્દ્રવિજય વિ. સં. ૨૦૦૮ મહા સુદ-૬, શુક્રવાર તા. ૧-૨-૧૯૫૨ kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy