SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ धर्माचार्येतिकथनप्रयोजनम्। __ अत्राचार्यस्थाने धर्माचार्येतिकथनं लौकिकगुरुव्यवच्छेदार्थं लोकोत्तराचार्यतिरिक्तशेषगुरूपलक्षणार्थञ्च, यतो लौकिक: कलाशिक्षकोऽप्याचार्य इति कथ्यते, तद्विषयको बहुमानो न मुक्तेरन्तरङ्गं कारणम् । किञ्च लोकोत्तरशासने कस्यचित् शिष्यस्य गुरुराचार्यो न स्यात्, तथापि तेन तत्र बहुमानः प्रयोक्तव्यः । ___ अत्र शिष्याणां 'निजक' इति विशेषणं 'महाभीमभवोदधिपारप्रापकप्रवहणतुल्यसद्धर्मदायकगुरुरासन्नोपकारित्वेनानन्योपकारित्वेन च निजशिष्यैरवश्यमेव बहुमन्तव्य' इति ज्ञापनार्थं दृष्टव्यम् । यतो यद्यन्यैरपि तथाविधोपकाराभावेऽपि गुरोर्बहुमानः क्रियते तर्हि निजशिष्यैस्तु स सुतरां कर्त्तव्य एव ।। ___ अस्य श्लोकस्यायं समुदायार्थ:-गुरुपादपद्मं नत्वा निजशिष्यैर्धर्माचार्यस्य यथा बहुमानं कर्तुं युज्यते तथाऽहं प्रजल्पामि । __ अत्र 'गुरुपादपद्मं नत्वा' इत्यवयवेन मङ्गलं प्रतिपादितम् । प्रारीप्सितस्य शास्त्रस्य निर्विघ्नपरिसमाप्त्यर्थं शिष्यपरम्परायामविच्छिन्नप्रवृत्त्यर्थं शिष्टाचारपरिपालनार्थञ्च शास्त्रादौ અહીં આચાર્ય ન કહેતા ધર્માચાર્ય કહ્યું તે લૌકિકગુરુનો વ્યવચ્છેદ કરવા માટે અને લોકોત્તર આચાર્ય સિવાયના શેષ ગુરુઓના ઉપલક્ષણ માટે છે. કેમકે કળા શીખવનાર લૌકિક શિક્ષક પણ આચાર્ય કહેવાય છે. તેનું બહુમાન મુક્તિનું અંતરંગ કારણ નથી. વળી લોકોત્તર શાસનમાં પણ કોઈ શિષ્યના ગુરુ આચાર્ય ન હોય તો પણ તેણે તેમનું બહુમાન કરવું. અહીં શિષ્યોને “પોતાના” એવું વિશેષણ ‘મહા ભયંકર સંસાર સમુદ્રના પારને પમાડવા માટે વહાણસમાન ધર્મ પમાડનારા ગુરુનું, નજીકના ઉપકારી હોવાથી અને એમના સિવાય બીજા એવા ઉપકારી ન હોવાથી પોતાના શિષ્યોએ અવશ્ય બહુમાન કરવું એવું જણાવવા માટે છે. કેમકે જો બીજાઓ પણ તેવો ઉપકાર ન કરાયો હોવા છતાં પણ ગુરુનું બહુમાન કરતા હોય તો પોતાના શિષ્યોએ તો સુતરાં તે કરવું જોઈએ. આ શ્લોકનો સામુદાયિક અર્થ આ પ્રમાણે છે - ગુરુમહારાજના ચરણકમળને નમીને પોતાના શિષ્યોએ ધર્માચાર્યનું જે રીતે બહુમાન કરવું જોઈએ તે રીતે હું કહું છું. અહીં ‘ગુરુમહારાજના ચરણકમળને નમીને આટલા અવયવ વડે મંગળ કર્યું છે. શરૂ કરવા ઇચ્છાયેલ શાસ્ત્રની વિઘ્ન વિના સમાપ્તિ થાય એ માટે, શિષ્યોની પરંપરામાં એની અવિચ્છિન્ન પ્રવૃત્તિ થાય એ માટે અને શિષ્ટોના આચારનું પાલન કરવા માટે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy