SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - नाद्यपि सत्त्ववल्लीकादम्बिनी । अतिदुष्करमेतदिति चेत् ? अत्राहसर्वमज्ञस्य दीनस्य दुष्करं प्रतिभासते। संवेकवृत्तिवीरस्य, ज्ञानिनः सुकरं पुनः ||३७॥ आभिमानिकी सुकरदुष्कराविति हृदयम् । अत एव सात्त्विकचक्रिणः षट्खण्डत्यागः पटलग्नरेणुवत्सुकरः, इतरस्य तु द्रमकस्य कूटभिक्षापात्रत्यागोऽप्यतिदुष्करः । ज्ञानसत्त्वाभ्यां यत्पुरं तदेव तयोर्विरहे दुष्करमित्यत्र निष्कर्षः। ' 9 અઘરું. પણ વાસ્તવમાં સુકર કે દુષ્કર શું છે ? એની સ્પષ્ટ સમજ આપતાં પરમર્ષિ કહે છે - જે અજ્ઞાની છે અને દીન-નિઃસત્ત્વ છે, એને મન બધું જ દુષ્કર છે અને જે સત્ત્વવૃત્તિમાં વીર છે અને જ્ઞાની છે એને મન બધું જ સુકર છે.II૩૭II સુકર અને દુષ્કર એ આભિમાનિક વસ્તુ છે - મનના માનેલા છે. વાસ્તવ નથી. એવો અહીં આશય છે. આ જ વાત ઉપદેશમાલામાં બીજા શબ્દોમાં કરી છે - ચક્રવર્તીને સત્ત્વ જાગે એટલે એ વિરાટ છ ખંડના સામ્રાજ્યને પણ ધૂળ ખંખેરીએ એ રીતે છોડી દે છે. જ્યારે નિઃસત્ત્વ ભિખારી પોતાના ભીખ માંગવાના ચપ્પણિયાનો પણ ત્યાગ કરી શકતો નથી. પરમર્ષિ એટલું જ કહેવા માંગે છે કોઈ પણ કાર્ય વાસ્તવમાં સુકર કે દુષ્કર હોતું નથી. જ્ઞાન અને સત્ત્વ હોય તો બધું જ સુકર છે અને અજ્ઞાન અને નિઃસત્ત્વતા હોય, તો બધું જ દુષ્કર છે. જ્ઞાન વિનાનું સત્ત્વ પણ નકામું, અને સત્ત્વ વિનાનું જ્ઞાન પણ નકામું... રથ તો બે પૈડાથી જ ચાલે ને ? કાર્તિકી પૂર્ણિમાનો દિવસ હતો. ચાતુર્માસ પરાવર્તનનો કાર્યક્રમ પૂરો થયો. વ્યાખ્યાન બાદ બધાં લોકોના મોઢે એક જ વાત હતી કે . - મન્વય ૨. --- સર્ચ - सत्त्वोपनिषद् सुखशीलस्य विद्यार्जनस्वप्नमपि नीरविलोडनम् । अन्वाह च सुखार्थिनः कुतो विद्या कुतो विद्यार्थिनः सुखम् इति । अल्पायुरनल्पशास्त्रज्ञानार्जनमुख्यवयःपर्यायतत्क्षमत्वादीननुपश्यतः कस्यास्मिन् क्षणमपि प्रमादः ? बाह्यभावादिः स्वसामर्थ्यकुण्ठीकरणहेतुः ततः क्रमेण ज्ञानतृष्णा ૬૨ - અત્યારે એક નવા મહાત્મા ક્યાંથી આવી ગયાં ? વાસ્તવમાં એ મહાત્મા આખું ચાતુર્માસ ત્યાં જ હતાં. બીજા મહાત્માઓની સાથે જ હતાં. પણ દિવસ-રાત દીવાલ સામે બેસીને જ્ઞાનસાધનામાં મગ્ન હોવાથી લગભગ કોઈ એમના દર્શન પણ કરી શક્યું ન હતું. કેવી અજબ-ગજબની જ્ઞાનાર્જનમાં મગ્નતા ! જ્ઞાનથી સત્ત્વ પ્રગટે છે એ વાત સાચી, પણ સાથે એ વાત પણ સાચી કે જ્ઞાન મેળવવા માટે પણ સત્ત્વ જોઈએ છે. કહ્યું છે ને - ‘સુખ જોઈતું હોય તો જ્ઞાન છોડો અને જ્ઞાન જોઈતું હોય તો સુખ છોડો.’ નાનકડું જીવન, તેમાં પણ અભ્યાસના વર્ષો કેટલાં ? અને એમાં પણ જો ગલ્લા તલ્લા- હોતા હૈ ચલતા હૈ- ની સ્થિતિ હોય, આખી દુનિયાના સમાચારોનું ધ્યાન હોય, કોણ આવ્યું-ગયું, કોણ શું કરે છે એ બધી જાણકારી હોય તો જ્ઞાનના ક્ષેત્રે પ્રગતિ થવી શક્ય નથી. આજે તો કેટલાંય નાની ઉંમરના તીક્ષ્ણ બુદ્ધિવાળા તેજસ્વી કિશોરો દીક્ષિત થાય છે. જો તેઓ ઓછામાં ઓછું ૧૦ થી ૧૫ વર્ષ પણ ઉગ્ર જ્ઞાનસાધના કરે તો અદ્ભુત પરિણામ આવ્યા વિના ન રહે. તેમના ગુરુજીઓએ આ બાબત અપ્રમત્ત થવાની જરૂર છે. તેમણે તેમને ભણવાનો ઉત્સાહ જાગે તેવો બઘી જાતનો પ્રયત્નપ્રેરણા કરતાં રહેવા સાથે તેમને ભણવાની બને એટલી વધુ અનુકૂળતા કરી આપવી જોઈએ. સ્વયં ભોગ આપ્યા વિના આ કદી શક્ય નહીં
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy