SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - विगमः, ततश्चाकालमृत्युरध्ययनस्य । प्रातराश इत्यपि ज्ञानार्जनप्रतिपन्थी, यतोऽसौ चित्तैकाग्रताविघ्नम् । न खलु प्रतिबन्धकविगममन्तरेण कारणस्वरूपलाभः । ततश्चायं परमकर्तव्यः કાર્યાર્થિન: | બને. બાહ્યભાવ, બાહ્યપ્રવૃત્તિ, ગૃહસ્થો સાથેનો વ્યવહાર વગેરેથી મનમાં અનેક કચરા ભરાય છે. આ બધું કર્યા પછી ચોપડી લઈને ખૂણામાં બેસે ત્યારે ય મન ચારે બાજુ ભમતું હોય છે. છેવટે ભણવાનો રસ છૂટી જાય છે અને ભીનું સંકેલીને જ્ઞાનસાધનાનું સર્વમંગલ કરી દેવામાં આવે છે. જ્ઞાનસાધનામાં બીજું એક મોટું બાધક હોય તો એ છે નવકારશી. સવારનો સુવર્ણ સમય જ્ઞાનાર્જન માટે શ્રેષ્ઠ છે. ઠંડો પહોર અને ખાલી પેટ એ મનની એકાગ્રતાના અનન્ય સહકારી છે. એક વાર પેટ ભરાય એટલે નિયત સમય માટે મનને એકાગ્ર રાખવું દુષ્કર થઈ જાય છે. માંડ માંડ મન થોડું ઘણું એકાગ્ર થાય ત્યાં તો બપોરની ગોચરીનો સમય થઈ જાય. એના પછી પાછી એ જ દશા. પડિલેહણ-પરચૂરણ કામકાજ ને દિવસ પૂરો. વર્ષોના પર્યાય પછી યા સાવ નજીવો જ્ઞાનાભ્યાસ હોય તો એનું એક મહત્ત્વનું કારણ આ પણ હોઈ શકે છે. હા, વિશિષ્ટ ઉણોદરીથી થોડી રાહત થાય ખરી. પણ એકાસણાઆયંબિલના તપસ્વી ૪-૫ કલાકમાં જે અઢળક જ્ઞાનાર્જન સવારના કરી લે એની તોલે એ ન આવી શકે. ‘મારે હવે વાપરવાનું છે.” આટલું ધ્યાન પણ સ્વાધ્યાયની ગુણવત્તા ઘટાડી દે છે. ‘મને ભણવાનો રસ નથી.” આવું કોઈ કહે તો એની નીરસતાના કારણ શોધવા જોઈએ. જેમકે ઉપર એક કારણ બતાવ્યું છે. હજારો પ્રેરણા જે પરિણામ ન લાવી શકે એ પરિણામ આવું એકાદ પરિવર્તન લાવી શકે. ક્ષયોપશમ વગેરે જ્ઞાનાર્જનના હેતુ છે. જેમાં બાહ્યભાવ -सत्त्वोपनिषद् संयमस्वाध्यायारोग्याद्यनेकप्रयोजनसिद्धिदं श्रमणानां रसत्यागोनोदरतासचिवं नित्यैकाशनं तपः। अन्यथा तु प्रायो भोगप्राधान्यम्, मौर्यम्, निःसत्त्वता, असंयमः, गृहिप्रायोजीवनसमाप्तिश्च । पढमं नाणं तओ दया, नाणा पयट्टए चरणं, ज्ञानस्य फलं विरतिः, नाणाहिओ वरतरं इत्यादीन्याणि ज्ञानमाहात्म्यज्ञापकानि, આદિ પ્રતિબંધક છે. હેતુ હોવા છતાં પણ પ્રતિબંધકને કારણે કાર્યનો ઉત્પાદ થઈ શકતો નથી. માટે કાર્યને ઉત્પન્ન ન કરી શકવાથી હેતુનો સ્વરૂપલાભ પણ થતો નથી, અર્થાત્ હેતુ એ હેતુ તરીકે મટી જાય છે. માટે જેને કાર્ય જોઈતું હોય- જ્ઞાનાર્જન કરવું હોય, એણે સૌ પ્રથમ તેના પ્રતિબંધકોને વિદાય આપવી પડે. તો જ તેનો ક્ષયોપશમ આદિ જ્ઞાનાર્જનનો હેતુ બની શકે - જ્ઞાનાર્જન કરવા દ્વારા તે પોતાના ક્ષયોપશમને સફળ કરી શકે. શ્રમણજીવનમાં જિનાજ્ઞા, સંયમ, આરોગ્ય વગેરે અનેક દૃષ્ટિએ પ્રાયોગિક ત્યાગ અને ઉણોદરી સાથેના એકાસણા કે આયંબિલ લાભદાયી છે. સવારે પેટ ભરી લેવું. બપોરે ન વાપરવું એ અનેક રીતે ખરાબ પરિણામ લાવનાર છે. આ એક વિષમ વિષયક છે. પછી તો અનેક તકલીફો એના જ પરિણામે ચાલું થઈ જાય છે. જે જ્ઞાન વિના એક દિવસ પણ પસાર ન કરી શકાય એવા ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, આવશ્યકનિર્યુક્તિ આદિના જ્ઞાન વિના આખું શ્રમણજીવન પૂરું થઈ જાય એના જેવી દુઃખદ બીના બીજી કઈ હોઈ શકે ? ઉપદેશમાલાકારનું સ્પષ્ટ બયાન છે - “નાTI પાદુઈ વર'. ચારિત્રની પ્રવૃત્તિ જ્ઞાનથી જ થઈ શકે. દશવૈકાલિક સૂરમાં પણ કહ્યું છે - ‘પઢમં ના તો યા’. પહેલા જ્ઞાન અને પછી દયા (ચારિત્ર) પ્રશમરતિમાં કહ્યું છે – જ્ઞાની પન્ન વિરતિ’ જ્ઞાનનું ફળ વિરતિ છે. ઉપદેશમાલામાં કહ્યું છે – ‘નાદો વરતાર' - ઉગ્રક્રિયાકારક
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy