SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् न सत्त्वप्रकर्षप्राकट्यम् । श्रमणी-श्राद्ध-श्राद्धीनामपि महापराक्रमाणामनઅને સુકોશલ મુનિ.... વાઘણના ઉપસર્ગનો પ્રથમ લાભ લેવા માટે પડાપડી કરી. પ્રકૃષ્ટ સત્વથી એ ભયંકર ઉપસર્ગને ખમી લીધો. પેલા ઘર્મઘોષ મુનિ... માસક્ષમણના તપમાં ભયંકર તૃષાને સહન કરી અને આતમનું કાજ સાધી લીધું. પેલા સનકુમાર રાજર્ષિ... ચિકિત્સાની શક્તિ હોવા છતાં રોગોની ભયંકર વેદનાને ખુમારીપૂર્વક સહી લીધી. પેલા ઋષભસેન મુનિ.... ઉપાશ્રય બળવા લાગ્યો અને સપરિવાર મહાસત્ત્વથી આરાધના કરી લીધી. શેરડીના ખેતરમાં દંશ પરીષહને સહન કરતાં મહાત્મા... લાખો ચટકા સહન કરીને કેવળજ્ઞાન અને નિર્વાણ પામી ગયાં. પેલાં પન્ના-શાલિભદ્રજી... અગ્નિના ભટ્ટા જેવી શિલા પર પરમ સત્તથી દેહ ઓગાળી દીધો. પેલા અવંતિ સુકુમાલ... શિયાળણી અને એના બચ્ચા એમના દેહની ઉજાણી કરતાં ગયાં અને એમના સત્ત્વનો પારો ઊંચે ને ઊંચે ચઢતો ગયો. પેલા અર્ણિકાપત્ર આચાર્ય... ત્રશૂળથી વીંધાઈ ગયાં પણ સત્વ તો અખંડ ને અખંડ જ રહ્યું. પેલા જિનધર્મ અણગાર.. પશુ-પંખીઓએ માંસના લોચે લોચા ઉડાવી દીધા અને અફાટ સત્વથી કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. પેલા ચિલાતીપણ... જંગલી કીડીઓ પગથી અંદર ઘૂસી અને છેક માથું પણ ફોલી ખાધું અને અપ્રતિમ સત્વથી એ વેદનાને માણી લીધી. પેલા ઉદાયન રાજર્ષિ... આખું શરીર ઝેરથી લીલુંછમ બની ગયું.... ખેંચાણ વધતું જતું હતું. અસહ્ય વેદના થતી હતી... છતાં ય સત્ત્વ ન ચૂક્યાં... અને ક્ષપક-શ્રેણિ લગાવીને સિદ્ધિ મેળવી લીધી. પેલા ભદ્રબાહુસૂરિના ચાર શિષ્યો.. મરણાંત શીતવેદના સહન કરી અને સત્ત્વને સતત જીવંત રાખ્યું. પેલા વજસ્વામિએ પાંચસો મુનિવરો સાથે દુકાળમાં અણસણ સ્વીકાર્યું. અને અંગારા જેવી શિલા પર સંથારો કર્યો... તેમના આલંબને કોમળ દેહવાળા બાળમુનિએ પણ એવી શિલા પર પોતાના માખણ જેવા શરીરને -सत्त्वोपनिषद् ल्पोदाहरणानि सुलभानि । नैतन्मात्रम्, दुःसहोपसर्गेष्वपि परमधैर्यावलम्बितसत्त्वानां मूनिकल्पतिरश्चामपि निदर्शनानि न दर्लभानि । तेषामनुमोदઓગાળી દીધું. પેલા સાગરય%.. આખું શરીર સોયાઓથી વીંધાઈ ગયું હતું એ પરિસ્થિતિમાં પણ સત્ત્વના શિખરે ચઢીને કાયાને વોસિરાવી દીધી. ભડભડતી અગ્નિની જ્વાળાઓમાં બળતા ચાણક્ય.. અજબ ગજબના સત્વ સાથે ધ્યાનથી લેશ પણ ચલિત ન થયાં. પેલો ચંડકૌશિક... કીડીઓએ શરીરને ચાલણી જેવું કરી નાખ્યું. પણ ન તો થાનથી ચલિત થયો કે ન તો ધ્યાનથી. પેલાં કંબલ-સંબલ બળદો, પેલો વૈતરણી વાનર, શ્રાવકપુત્ર માછલો, પેલો વિરાધિતશ્રામાણ્ય પોપટ, મણિયાર દેડકો, સેગ દેડકો, મરુભૂતિનો જીવ હાથી, પેલી બ્રાહ્મણી કૂતરી, ચાદતનો બકરો, ક્ષુલ્લક પાડો, પેલો વિક્રમ રાજાનો ઘેટો, મુનિસુવ્રતસ્વામિ દ્વારા બોધિત ઘોડો, ધરણેન્દ્ર સર્પ... આ બધા તો તિર્યંચ હતાં પણ એક ગીતાર્થ મહામુનિને છાજે એવી રીતે તેમણે ભયંકર ઉપસર્ગોને સહન કર્યા. અદ્ભુત અંતિમારાધના કરી અને સત્ત્વની પરાકાષ્ઠાથી સિદ્ધિસુંદરીને પોતાની અનુરાગી બનાવી દીધી. પરમર્ષિ કહે છે - આ મહાસત્ત્વશાળીઓને યાદ કરો. એમણે જે પ્રચંડ સત્વથી મોહસેનાને પરાસ્ત કરી એની અંતરથી અનુમોદના કરો. પ્રાયોગિકપણે તમારા જીવનમાં પણ સત્વનો વિકાસ કરતાં જાઓ. ડગુમગુ થાઓ એ પૂર્વે જ ફરી ફરી આ મહાપુરુષોને યાદ કરો. એમની અદ્ભુત સાધનાની સામે તમારી નજીવી અડચણોને સરખાવો, પછી તો તમને એ અડચણરૂપ જ નહીં લાગે. અને એક દિવસ તમે એ મહાસત્ત્વશાળીઓમાંના એક બની શકશો. સિદ્ધિ સ્વયં તમને વરમાળા પહેરાવી દેશે. કેટલીક વાર આપણું મન કાવાદાવા કરે છે. આ સહન થઈ શકે પણ આ તો નહીં જ. આ સહેલું છે, પણ આ તો ખૂબ જ
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy