SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - युक्त्योन्नेयाः । कामजयो हि श्रामण्यजीवनम्, तज्जयकान्यमेव मौनलक्ष्यम्, तज्जितामयं वेशः, तज्जयी अहमिति लोकमतिरिति पुनः पुनर्भाव्यमानं तज्जयोपायादरेण भवेत्तज्जयनिमित्तमिति ।।९।। अथ किमिति मुनिमात्रं नोपन्यस्तम् ? किमत्र वीरपदव्यवच्छेद्यमिति शङ्कापकाविलमनसमाह मुनयोऽपि यतस्तेन, विवशीकृतचेतसः । घोरे भवान्धकूपेऽस्मिन्, पतित्वा यान्त्यधस्तलम् ।।१०।। સવંસ પૈવ - રીનું દર્શન નહીં, નહીં, ને નહીં જ. કાપત્થi વ - શ્રી સંબંધી કોઈ પણ ઈચ્છા પણ નહીં જ. હતા જૈવ - શ્રી સંબંધી કોઈ પણ વિચાર પણ નહીં જ. છત્તાં - શ્રી સંબંધી કે સ્ત્રી સાથે કોઈ પણ વાત પણ નહીં જ. આની પૂર્વે બ્રહ્મચર્યની ગતિની વાત કરી. તે અહીં પણ સમજી લેવી જોઈએ. ઉપરોક્ત ઉપાય પણ એનો જ એક અંશ છે. યાદ રહે, કામ એ દુનિયાનો દુર્જય મલ્લ જરૂર છે. પણ આપણે એને જીતવાનો જ ભેખ લીધો છે. એને જીતનારાઓનો જ વેશ લીધો છે. અને દુનિયા આપણને કામવિજેતા જ માને છે. આટલું સતત ધ્યાનમાં રાખશું, તો તેના ઉપાયોના પ્રયોગ દ્વારા આપણે તેને સહેલાઈથી જીતી શકશું. ll૯IL પરમર્ષિએ ગયા શ્લોકમાં કહ્યું કે મુનિવર જ કામને જીતી શકે. અહીં ‘વીર’ કહેવાની શું જરૂર હતી ? સામાન્ય મુનિ કેમ ન કહ્યું ? આ પ્રશ્નનો હવે જવાબ અપાય છે - કારણ કે કામથી વિવશ મનવાળા મુનિઓ પણ ભયંકર સંસારરૂપી કૂવામાં પડીને તળિયે (એક નિગોદમાં) પહોંચી જાય છે. ll૧ol. ૬. - તેનો ૩૨ - -सत्त्वोपनिषद् सम्भूतिमुनिवत् । आह च - तज्ज्ञानं तच्च विज्ञानं, तत्तपः स च संयमः । सर्वमेकपदे भ्रष्टं, सर्वथा किमपि स्त्रिया- इति । कामकृतदशविषमदशाभिर्भवेयुरेव महान्तोऽपि विवशमनसः, ततश्चाकार्य, सहैव व्रतभङ्गः, ततश्च भवकूपप्रपातः, यथासम्भवमनन्तकालमपि संसारभ्रान्तिश्च । ધ્રુજાવી દે એવું પદ છે – ‘મુનિઓ પણ’, મારા જેવા નહીં, જેમને સારુ ખરેખર ‘મુનિ' ની કક્ષામાં મૂકે છે, એવાં આચારયુક્ત, જ્ઞાની, તપસ્વી, સંયમી આત્માઓ પણ. ધિક્કાર છે કામ ! તારી ગંદી ચાલને... બિચારો અનાદિકાળથી અથડાતો કૂટાતો જીવ... સાતે નરકમાં અનંત અનંત વાર ઘોર દુઃખો ભોગવીને, ૮૪ લાખ યોનિના અનંત ફેરા કરી કરીને ટીપે ટીપે પુણ્યનો દરિયો ભરીને માંડ માંડ ઉપર આવ્યો... સત્ત્વ ફોરવ્યું... સાધનાના માર્ગે આગળ વધ્યો, જ્ઞાનાભ્યાસ કર્યો, ઘોર તપ કર્યો, ઉગ્ર સંયમ પાળ્યું, લોચ કરાવ્યા, વિહારો કર્યા, તડકા ખમી ખમીને નિર્દોષ ગોચરી વાપરી... કેટકેટલો પર્યાય થયો.. અને જરા થાપ ખાધી... જરા ગાફેલ રહ્યો.. જરા ભૂલ કરી અને તું તુટી પડ્યો, તને કોઈ દયા ન આવી. તને કોઈ શરમ ન નડી... ફટ રે ભંડા... મારા કેવા કેવા સાધર્મિકો.. કેવા મહાન ગુરુભાઈઓને તે પટકી નાખ્યાં... પેલા હજાર વર્ષનો ઉગ્ર તપ કરનારા કંડરીક મુનિ, પેલા તીર્થકરના ભાઈ-ચરમશરીરી રહનેમિજી, પેલા જ્વલંત વૈરાગ્યથી અનશન લેનારા સંભૂતિ મુનિ, પ્રભુ વીરના શિષ્ય નંદિષેણ મુનિ, અદ્ભુત તપથી નદીના વહેણ ફેરવી દેનારા કૂલવાલક મુનિ, પેલા રાજવીભોગોને છોડીને નીકળેલા આન્દ્રકુમાર મુનિ, પેલા કૃતસાગરના પારગામી અષાઢાભૂતિ... પેલા સિંહગુફાવાસી મનિ... હાય.. આનો અંત આવે તેમ નથી.. રે કામ ! તારી ગમે તેવી મેલી રમત હોય, તું આજે અમારી સામે ઉઘાડો થઈ ગયો છે. તું ચાહે કેટલો પણ નિર્દય ને નિર્લજ્જ હોય, તારી હવે કોઈ ચાલ કામ નહીં આવે કારણ કે અમે
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy