SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - भोगे हि विषचक्रध्रौव्यम् । जागृतिरेवानादिदुर्वृत्तिसंयमिनी, 'पंच जागरओ सुत्ता'- इत्याद्यार्षात् । तत्संयमनेनेष्टेतररागेतरनिग्रहः, तत्प्रत्ययकर्मबन्धविरहा, पूर्वबद्धनिर्जरा च । ततश्च वैराग्यवृद्धिः, विषयदुःषहतानिरासः, क्रमेण च विषयशून्यता । सेयं वासीचन्दनसमानकल्पता परमानन्दसन्दोहसरसीतीरलहरी। कषायादौ प्रागुक्तमेवानुसन्धातव्यम् ।।८।। જગ્યાએ (નરકમાં) જવું પડશે, જ્યાં એક-એક ક્ષણ કરોડ-કરોડ વર્ષ જેટલી લાગશે. વિષયસુખ તલ જેટલું છે, અને તેની કિંમત તરીકે જે દુ:ખ ભોગવવું પડશે એ મેરુપર્વતથી ય મોટું છે. કરોડો ભવ પૂરા થઈ જશે.. પણ એ દુઃખનો અંત નહીં આવે. ચાલો, આજથી જાગૃત થઈએ. જાગૃત મુનિની ઈન્દ્રિયો સૂઈ જાય છે. ‘વંદ ગારો મુત્તા’ આવું ઋષિભાષિત આગમનું વચન છે. ઈન્દ્રિયોના નિગ્રહથી ઈષ્ટ વિષયોમાં રાગનો અને અનિષ્ટ વિષયોમાં દ્વેષનો નિગ્રહ થાય છે. મોહનીય કર્મની નિર્જરા થાય છે અને પરિણામે જીવના સત્ત્વનો વિકાસ થાય છે. ધીમે ધીમે વિષયો પરનો અનાસક્ત ભાવ વધતો જાય છે. અને દુસ્સહ વિષયો સુસહ જ નહીં, પણ નહીંવત્ થઈ જાય છે. આ એ કક્ષા છે જેમાં અહીં કહેલ ચોથો પ્રકાર ‘વિષયશૂન્યતા’નો અવતાર થાય છે. વચ્ચેના બે પ્રકારો એની પૂર્વભૂમિકાઓ છે. વિષયશૂન્યતા થાય એટલે કોઈ ચામડી છોલી નાંખે કે માથું કાપી નાંખે, એનો પણ અનુભવ ન થાય. અતીત-અનાગતના ઈષ્ટાનિષ્ટ અનુભવોનું સ્મરણ ન થાય. માન અને અપમાનમાં સમભાવ આવે. અંતરમાં સુખનો સાગર હિલોળા લે. ક્ષણિક-તુચ્છ-કલ્પિત વિષયસુખ માટે દુનિયા શું ગુમાવી દે છે, એનું ખરું ભાન તો એ અવસ્થા આવશે ત્યારે જ થશે. કષાયો, પરીષહો અને ઉપસર્ગો વિષે આની પૂર્વે કહ્યું હોવાથી અહીં કહેતો નથી.ildl રૂ૦ નક -सत्त्वोपनिषद् नन्वेतेषु सर्वेष्वपि को दुस्सहतमः, कथं च तज्जय इत्याशङ्कायामाहजगत्त्रयैकमल्लश्च, कामः केन विजीयते ?। मुनिवीरं विना कञ्चि-च्चित्तनिग्रहकारिणम् ।।९।। तं विना न केनचिदित्याशयः। यदाह- 'कन्दर्पदर्पदलने विरला मनुष्या' इति । तदुर्जयता च तद्विषयरागप्रकर्षात् । मुनिवीराश्चात्र श्रीस्थूलभद्र - श्रीबप्पभट्टीप्रमुखाः। तद्विशेषणपिशुनितश्च जयोपायः। संवाद्यत्र राद्धान्तः- 'अदंसणं चेव' इत्यादि । यदंशोऽयं ता गुप्तयोऽप्यत्रोक्त આ બધામાં સૌથી વધુ દુ:સહ કોણ છે ? અને તેને કેવી રીતે જીતી શકાય ? એવી શંકાનો જવાબ આપતા પરમર્ષિ કહે છે - કામ એ ત્રણ જગતનો અજોડ મલ્લ છે, એને કોણ જીતી શકે ? સિવાય કે ચિત્તનો નિગ્રહ કરનાર કો'ક ભડવીર મુનિ.IIII ગાંડો હાથી- ખૂંખાર સિંહ કે ભોરિંગ નાગને વશ કરનારા તો દુનિયામાં હજી મળી આવે પણ કામને વશ કરનારા તો કો'ક વિરલ જ જીવો હોય છે. ચોર્યાશી ચોવીશી સુધી જેમના ગુણ ગવાશે એ સ્થૂલભદ્રજીની સાધના કેવી હશે... શત્રુ જેટલો દુર્જય એટલી તેને જીતવાની સાધના પણ દુષ્કર અને સાધનાનું ફળ પણ એટલું જ મહાન. આમ રાજાએ બપ્પભટ્ટસૂરિજીની પરીક્ષા કરી. એકાંતમાં નર્તકી બધું કરી છૂટી. આખી દુનિયાના પુરુષોને માખણ સમાન ગણતી એ અપ્સરાને કહેવું પડ્યું કે પથ્થર પીગળે પણ એ નહીં. શે પ્રાપ્ત કરવી એવી દશા ? ઉત્તરાધ્યયન સૂત્રમાં એનો રામબાણ ઉપાય બતાવ્યો છે. અહીં પરમર્ષિએ એ જ ઉપાયને નાનકડા ‘નિગ્રહ” શબ્દમાં મૂકી દીધો છે. આ રહ્યો એ ઉપાય - તમારે બ્રહાચર્યનું અણિશુદ્ધ પાલન કરવું છે ? તમારે કામ પર વિજય મેળવવો છે ? તો આટલું કરો – ૨. - કિંચિત્ ચિત્ત નિપ્રદાર |
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy