SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - परीषहो नाम महोत्सवः, इतरथा तत्पान्थत्वानुपपत्तेः । लक्ष्यविस्मृतिर्हि गर्हिता, स्वार्थदर्शने सहनं तु लोकसिद्धम् । निर्जरैव मुमुक्षूणां परमस्वार्थः, પેલા મહાતપસ્વી કટોકટ મુનિઓ..... આક્રોશ-વધ પરીષહ સામે હારી ગયાં. આખા ગામને પાણીમાં ડુબાડી દીધું અને સાતમી નરકે પહોંચી ગયા. પેલા બંધક મુનિ, ૫૦૦ શિષ્યોને કેવી અદ્ભુત નિર્ધામણા કરાવી કે ઘાણીમાં પીલાવાની કાળી વેદનાને સમતાથી સહીને કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયાં. પોતે ય વધ પરીષહ તો સહન કર્યો, પણ હાય.. પોતાની ભાવનાનો વધ ખમી ન શક્યા અને સંસાર વધારી દીધો. પેલો અગ્નિશમ ત્રણ ત્રણ માસક્ષમણના પારણા ચૂક્યો. છતાં ય કેવી ક્ષમા... કેવો પ્રશમ ! પણ ચોથી વાર ક્ષઘા પરીષહ અને અપમાનની લાગણીથી ચૂક્યા.. અનંત સંસાર વધારી દીધો. એ બધાં ય મહાપુરુષો હતાં. ગુણોની ઉચ્ચ કક્ષામાં બિરાજમાન હતાં. અને છતાં ય ચૂક્યા, તો આપણું શું થશે ? સ્વભાવને તદ્દન વિપરીત નોકરી-ધંધો મળે તો ય માણસ એમાં સેટ થયા વિના નથી રહેતો. કારણ છે માત્ર સ્વાર્થ, ચંચળ લક્ષ્મીમાં ય સ્વાર્થ દેખાય છે. અને ક્રોધી પણ ક્ષમામૂર્તિ થઈ જાય છે, કામી પણ દૃષ્ટિસંયમ રાખે છે, લોભી પણ પ્રામાણિક થઈ જાય છે, માયાવી પણ સીધો થઈ જાય છે... જો એ જ રીતે એની નોકરી વગેરે સલામત રહેતા હોય તો. ભર્તુહરિએ કહ્યું છે કે જે મુનિઓએ કર્યું તે જ બધું અમે પણ કર્યું પણ કેન્દ્રમાં નાથ નહીં પણ સ્વાર્થ હતો, અને અમે તેના ફળોથી વંચિત રહી ગયાં. આપણે તો ખરેખરા મુનિ કહેવાઈએ, ધૂળની જેમ સંપત્તિને છોડીને સાધનાના માર્ગે આવ્યા. એક પરમાત્મા સિવાય કોઈની ય 9૬ ૧ -सत्त्वोपनिषद् तन्निमित्तागमश्च, उपेयसाधनत्वेन उपायस्य तत्त्वात् । परीषहदर्शनेऽपसरणं तदभिभूतौ सङ्क्लेशादि च स्वार्थभ्रंशडिण्डिमम् । मार्गाच्यवननिर्जरार्थ परिपोढव्याः परीषहा इति वाचकमुख्यः । नातस्तत्सहने विकल्पचिन्ता । मार्गच्युतिप्रसङ्गात्, व्यवहारतः दर्शनपरीषहेऽपि निश्चयतः सर्वेषु तदापत्तेः, प्रतीतिसिद्धमिदम् । स्कन्धक-गजसुकुमाल-मेतार्या-ऽवन्तिसुकुमालप्रभृतिबहुनिदर्शनान्यत्र विभाव्यमानानि वीरेन्द्रताऽऽपादकानि । नाभाव्यं भवति न च भाविनोऽस्ति नाश इति न वीरेन्द्रे परीषहाणां विशेषागम इतरे ચાકરી ન કરવી પડે એવી ભૂમિકા મળી. મુમુક્ષને તો નિર્જરા એ જ પરમ સ્વાર્થ છે. જેનાથી નિર્જરા થાય એવા નિમિત્તનું આગમન પણ સ્વાર્થ છે. કારણ કે સાધ્યની સિદ્ધિ કરાવી આપે એવા સાધનની આવશ્યકતા હોય છે. એ અપેક્ષાએ સાધન પણ સાધ્ય બની જાય છે. તત્ત્વાર્થસૂત્રમાં પરીષહની વ્યાખ્યા કરી છે – “માર્ગમાંથી ભ્રષ્ટ ન થવાય અને નિર્જરા થાય, એના માટે જેને સહન કરવા જોઈએ એનું નામ પરીષહો.’ પરીષહથી પીછેહઠ કરીએ એટલે આપણે માર્ગમાંથી ભ્રષ્ટ થઈએ છીએ. આ વાત વ્યવહારથી ભલે દર્શનપરીષહમાં હોય. નિશ્ચયથી તો દરેક પરીષહમાં લાગુ પડે છે. આ વસ્તુ અનુભવસિદ્ધ પણ છે. માટે પરીષહોને સહન કરવા એ મુનિજીવનની એક આવશ્યક ક્રિયા સમાન છે. આ પણ હજી નીચી કક્ષાની વાત છે. પરીષહ સહન કરવાનો તો ઉછળતો ઉત્સાહ અને ઉમંગ જોઈએ. જેમ કે “મુનિવર મનમાંહી આણંધા પરીષહ આવ્યો જાણી રે...” ભવિતવ્યતા અને કર્મને અનુસાર જે આવવાનું હશે – ભગવાને જ્ઞાનચક્ષુથી જે જોયેલું હશે એ જ આવવાનું છે. પરીષહના ઉમંગથી તેમને આમંત્રણ નથી મળતું અને ઈન્કારથી તેમને અવરોધ પણ નથી થતો. પણ આપણે સામી છાતીએ સજ્જ બનીએ એટલે આપણે પૂર્ણ
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy