SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 9૪ નક -सत्त्वोपनिषद् धीराणामपि वैधुर्यकरै रौद्रपरीषहैः । स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः सम्मुखो यदि धावति ।।६।। रौद्रपरीषहा प्रायो धीराणामेव, चन्द्रस्येव ग्रहणम्, इतरेषां तु परीषहनामापि कम्पहेतुरिति धीरग्रहणम् । तेषामपि यैवैधुर्यम्, तत्सम्मुखधावनं तु यदि कोऽपि कुर्यात् तदा स वीरेन्द्रः। परमपदपदवीपान्थानां सत्त्वोपनिषद् - 'जितात्मैव परमार्थशरणम् । कषायविषयपराभूतस्तु सहस्रयोध्यपि क्लीवः । यदात्मैवावशस्तदा का नाम निर्वतिः ? का च सिद्धिः ? अन्यत्राभिमानात्। स्वमेवेति । इतरजययत्नविरहितात्मजयं कुर्वाणो वीरतिलक इत्याशयः अन्यथा व्याघातः । अनादिकालीनकुवासनावैतरणीप्रतिस्रोतोगमने हि वीरता विजयः सिद्धिश्च । यदाह- 'अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो।' पुनरपि तमेव सांयुगीनं संस्तुवन्नाह ગૌતમ કુલકમાં કહ્યું છે કે તારે બીજા કોઈનું શરણુ લેવાની જરૂર નથી. વિષય અને કષાયોને જીતી લેનાર તારો આત્મા જ તને શરણભૂત છે. પરમર્ષિએ ‘વમેવ’ અહીં કાર મૂકીને કમાલ કરી છે. પોતાની જાત સિવાય બીજા કેટલાને જીતવાના પ્રયત્ન કરો એટલી નામોશી છે. વીરતા નથી. વીરતા તો માત્ર પોતાના આત્માને જીતવામાં છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે - ‘સર્વે સખે નિg નિય’ પોતાનો આત્મા જીતાયો એટલે બધું જ જીતાયું. હૃદયપ્રદીપમાં કહ્યું છે કે “મનોવિજયની સામે રૈલોક્યનો વિજય પણ કોઈ વિસાતમાં નથી... મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. પણ એ જીતવા માટે નદીના વહેણમાં પ્રતિસ્રોતગમન કરવું પડશે. અનાદિકાલીન કુવૃત્તિઓને કચડવી પડશે. લોકસંજ્ઞાને છોડવી પડશે. અનુસ્રોત-વહેણની દિશામાં જવું એ તો પીળું પાન પણ કરી શકે. સત્વ જોઈએ પ્રતિસ્રોતગમનમાં. અનાદિકાલીન વિષયકષાયોના અનુસ્રોતમાં તણાતા પોતાના આત્માને કાબુમાં લઈને જે પ્રતિસ્રોતગમન કરે છે એ જ વીરોમાં તિલક સમાન છે. એને અમારા લાખ લાખ નમસ્કાર છે. એ જ અમારા માટે આદર્શ છે. १. अप्पा जियप्पा सरणं गइ य - गौतमकुलकम् । હવે પરમર્ષિ એ જ ભડવીરની પ્રશંસા કરતાં કહે છે - ધીરપુરુષોને પણ કાયર બનાવી દે એવા ભયંકર પરીષહો આવતાં જે સામી છાતીએ તેની સંમુખ જાય છે એવો તો કો'ક જ વીરેન્દ્ર હોય છે. ભયંકર પરીષહોની તો શું વાત કરવી ? જરા માથુ દુઃખે ને બામ યાદ આવે. તરસ લાગે ને બીજી મિનિટે પાણી વપરાઈ ગયું હોય. મચ્છરની કલાનાથી ય ચામરનૃત્ય ચાલું થઈ જાય. ઊંચી બારીઓ જોઈને જ ગરમી સતાવવા લાગે. જરાક વાંકુ પડે ને વરસી પડીએ.. આવું તો કેટકેટલું એટલું સ્વાભાવિક થઈ ગયું છે કે જાણે વચ્ચે કોઈ જ વિચાર-વિલંબનો અવકાશ જ ન રહે. પછી તો પરમર્ષિના એ વીરેન્દ્ર એટલા એટલા ઊંચા છે કે એમને જોતાં આપણી ડોક દુઃખી જાય. પરમર્ષિએ પહેલો જ શબ્દ કાંઈક અનોખો મુક્યો છે. “ધીરામ' ઘીરની વ્યુત્પત્તિ સમજવા જેવી છે. ‘fથયા રાત તિ ઈર:/’ સમ્યક સમજથી જે શોભે છે એનું નામ ઘીર, પરમર્ષિ કહે છે કે ભયંકર પરીષહો વીરપુરુષોને પણ કાયર બનાવી દે છે. આ પુરુષો આપણી અને પેલા વીરેન્દ્રની વચ્ચે રહેલા છે. જુઓ પેલા સંભૂતિ મુનિ... મારપીટ થઈ તો ય મન વૈરાગ્યમાં વાળ્યું, ક્રોધ છોડ્યો. અનશનની અદ્ભુત સાધના કરી. પણ કાશ... સ્ત્રીપરીષહમાં હારી ગયાં અને પરંપરાએ સાતમી નરકે પહોંચી ગયા. ૨, ૬ - પૃટસ | ૨. - રા
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy