SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्टम् [१] वस्तुपालशिलालेख-प्रशस्तिसङ्ग्रहः ॥] [ ૨૬૬ જેના પરિચયથી કોઈ પણ માણસ નિર્મદ અને વિવેકી થાય છે તેવી વસ્તુપાલ ખરેખર ધન્યાત્મા છે. (૨) ત્યાગશીલ કર્ણના સમયમાં પૃથ્વી એક કર્ણવાળી હતી, તે વસ્તુપાલના ઉદય પછી બે કર્ણવાળી થઈ. (૩) શ્રીવસ્તુપાલ અને તેજપાલ જગતના માણસોની આંખરૂપ છે, તેથી વિષ્ણુભગવાનની આંખરૂપ સૂર્ય-ચંદ્રની ઉપમા તેમના માટે ઉચિત ગણાવી ન જોઈએ. (૪) અને તે જ બે ભાઈઓએ ઉપર જણાવેલી પોળના પશ્ચિમ ભાગની બે ભીંતો ઉપર શ્રીઆદિનાથદેવની યાત્રા માટે આવેલા......સ્નાટોત્સવનિમિત્તે પૂર્ણકલશથી શોભાયમાન હસ્તયુગલવાળી પોતાના વડીલબંધુ ઠ શ્રીલૂણિગ અને મહાન્ શ્રીમાલદેવની મૂર્તિઓ શ્રીદેવાધિદેવના સન્મુખ બનાવી. જેમ માત્ર એક જ કળાને ધારણ કરનાર ચંદ્ર વખણાય છે–પૂજાય છે, અતિ નાનો ચિંતામણિ લોકોને ઇચ્છિત આપે છે અને અંગ લગાડેલું અમૃતનું બિંદુ તાપને દૂર કરે છે, તેમ વયમાં બાળક હોવા છતાં લૂણસિંહ (વસ્તુપાલનો મોટો ભાઈ) સર્વજનોમાં પ્રશંસાપાત્ર છે. (૧) કળિયુગનું અધર્મમય અંગ પીસીને જેણે કલિકાલરૂપી શત્રનો ગર્વ હણ્યો છે તેવા દિવ્યરૂપવાળા ધર્મિષ્ઠ અને યશસ્વી મંત્રીશ્વર મલ્લદેવ(વસ્તુપાલના મોટા ભાઈ)ની પ્રશંસા કોણ નથી કરતું? (૨-૩) તથા પ્રસ્તુત પોળના પૂર્વ ભાગની બે ભીંતો ઉપર બનાવેલી હાથ જોડીને ઊભેલી પોતાની (શ્રીવસ્તુપાલ અને તેજપાલની) મૂર્તિઓ શ્રી શત્રુંજય મહાતીર્થયાત્રામહોત્સવનિમિત્તે આવતા મહાન શ્રીશ્રમણ સંઘ પ્રતિ સ્વાગત પૂછે છે. અહીં મહાકવિ સંઘપતિ શ્રીવસ્તુપાલની અંતરોમિ જણાવી છે તે આ પ્રમાણે હું (વસ્તુપાલ) આજે શ્રીયુગાદિજિનની યાત્રાએ આવેલા સમસ્ત યાત્રિકોને અશ્રાન્તપણે ખુશ કરું છું—એટલે કે યાત્રિકોની ભક્તિ કરું છું—આથી જ મારા પિતાજીની આશા ફળી છે અને માતાજીની આશિષમાં આજે અંકુરો ફૂટ્યા છે. (૧) જેના બન્ને લોક પવિત્ર છે તેવા શ્રીતેજપાલના હૃદયમાં સદા શ્રીયુગાદિજિન અને શ્રીવીરજિન છે. (૨) જેની સભાની વિસ્તૃત પ્રમોદવાળી કીર્તિઓ ત્રણે ભુવનમાં ક્રીડા કરે છે તેવા ગુણવાન, ભાગ્યવાન અને મંત્રીઓમાં સૂર્યસમાન તેજપાલ આનંદ પામો. (૩) વિનયનું જેમાં ભાન ન હોય એવી અબોધ બાલ્યાવસ્થામાં પણ જે નય, વિનય અને ગુણોદયને ધારણ કરે છે તે આ જૈત્રસિંહ (વસ્તુપાલનો પુત્ર) સર્વ કોઈનાં મનને ચુંબે છે–સ્પર્શે છે. (૪) જેના આપેલા દાનનો અંશમાત્ર પણ લોકોનું દારિદ્રય હણે છે એવા શ્રીવસ્તુપાલ અધિકાધિક લક્ષ્મીવાનું થાઓ. (૫) D:\sukar-p.pm52nd proof
SR No.009571
Book TitleVastupal Prashasti Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages269
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy