SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪] [सुकृतकीर्तिकल्लोलिन्यादिवस्तुपालप्रशस्तिसङ्ग्रहः ॥ દારિદ્યથી પીડાતા માનવીઓને જોઈને અંતરમાં કરણા ઊપજવાથી પાતાળમાંથી બલિરાજા વસ્તુપાલરૂપે અને સ્વર્ગમાંથી કર્ણ તેજપાલરૂપે આવ્યા છે. (૧૦) તે બાંધવબેલડીએ (વસ્તુપાલ-તેજપાલે) પ્રત્યેક નગર, ગામ, પ્રવાસમાર્ગ અને પર્વત ઉપર વાવો, કૂવા, નવાણ, પરબ, ઉદ્યાન, સરોવર, મંદિર અને સદાવ્રતો રૂપી ધર્મસ્થાનની જે શ્રેણિ બનાવી છે તથા જેનો જીર્ણોદ્ધાર કર્યો છે તેની સંખ્યા પણ જાણી શકાતી નથી–કદાચ પૃથ્વી તે જાણતી હોય તો ! (૧૧) પૃથ્વીતલનાં રજકણોની સંખ્યા, સમુદ્રમાં બિંદુઓની સંખ્યા, આકાશની અંગુલસંખ્યા અને કાળસ્થિતિની માત્રાઓની સંખ્યા જાણનાર ત્રણે લોકમાં જો કોઈ હોય તો ભલે હોય, પણ વસ્તુપાલે કરેલાં ધર્મસ્થાનોની ગણતરી કરવા માટે પોતે વસ્તુપાલ પણ સમર્થ હશે કે કેમ, તેની શંકા થાય છે. (૧૨). જ્યાં સુધી આકાશમાં ચંદ્રની સાથે સૂર્ય છે, પાતાળમાં વાસુકીનાગના સાથે શેષનાગ છે, ત્યાં સુધી આ લોકમાં વસ્તુપાલ ને તેજપાલનું સાહચર્ય હો. (૧૩) શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પોષ સુદ ૧૫ શુક્રવારે આ પ્રશસ્તિ તૈયાર થઈ. આ સુંદર પ્રશસ્તિને વાજડના પુત્ર ધ્રુવક અટકવાળા જયસિંહે શિલા ઉપર લખી અને બકુલસ્વામીના પુત્ર પુરુષોત્તમે કોતરી. બીજા શિલાલેખનો ભાવાર્થ : પ્રારંભમાં સર્વજ્ઞને નમસ્કાર કર્યા છે અને પ્રથમ તીર્થંકર શ્રીયુગાદિજિનની સ્તુતિ કરી છે. શ્રી શત્રુંજય અને ગિરનારની યાત્રાના ઉત્સવથી પ્રભાવિત થઈને સંવત ૧૨૭૭માં સરસ્વતીના દત્તકપુત્ર મહામાત્ય શ્રીવસ્તુપાલ અને તેજપાલે શત્રુંજય તીર્થ ઉપર સુંદર તોરણથી અલંકૃત ઉજ્જયંતાવતાર, સ્તંભનક(ખંભાત)તીર્વાવતાર, નંદીશ્વરાવતાર, સત્યપુર(સાચોર)તીર્વાવતાર અને શકુનિકાવિહારાવતાર એમ પાંચ તીર્થોનાં પ્રતીકરૂપે મંદિરો બનાવ્યાં હતાં તથા અનુપમાના નામનું સરોવર કરાવ્યું હતું તેમ જ કપર્દિયક્ષના મંદિરનો પુનરુદ્ધાર કર્યો હતો. પોતે કરાવેલાં આ ધર્મસ્થાનોથી શોભાયમાન શત્રુંજય મહાતીર્થના મુકુટસમાન શ્રી યુગાદિતીર્થંકરભગવાનના મંદિરની સામે વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પોષ સુદિ ૧૫ શુક્રવારે અણહિલપુરના રહેવાસી પ્રાગ્વાટ(પોરવાડ)વંશમાં અલંકારસમાન ઠક્કર શ્રીચંડપ્રસાદના પુત્ર ઠક્કર શ્રી સોમના પુત્ર ઠક્કર શ્રીઆશારાજના પુત્ર અને શ્રીકુમારદેવીના પુત્ર તેમ જ ઠક્કર શ્રીલૂણિગ અને મહાન્ શ્રીમાલદેવના નાના ભાઈ તેમ જ તેજપાલના મોટા ભાઈ, ચૌલુક્યવંશમાં સૂર્યસમાન મહારાજાધિરાજ શ્રીભુવનપ્રસાદદેવના પુત્ર મહારાજા શ્રીવરધવલની પ્રીતિથી સમગ્ર રાજ્યના ઐશ્વર્યને પામેલા વસ્તુપાલે તથા તેના નાના ભાઈ તેજપાલે પોળ કરાવી. જેણે અશ્વરાજના પુત્ર(વસ્તુપાલ)ને શ્રીમુદ્રાધિકારી બનાવ્યો તે વીરધવલ રાજા સમુદ્રપર્યત પૃથ્વીનો સ્વામી થાઓ. (૧) D:\sukar-p.pm52nd proof
SR No.009571
Book TitleVastupal Prashasti Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages269
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy