SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણું Plate I ચિત્ર ૧ઃ (૧) ગુણાકરસૂરિને શવને ઉપદેશ. (૨) સાત્રિીઓને શ્રાવિકા ઉપદેશ. સારાભાઈ નવાબના સંગ્રહની. કહ૫સૂત્ર અને કાલિકાચાર્યકથાની તાડપત્રની ચૌદમા સૈકાના અંત સમયની સુંદરતમ દસ ચિત્રવાળી હસ્તપ્રતમાંથી આ ચિત્ર અત્રે રજૂ કરવામાં આવે છે. ચિત્રના ઉપરના ભાગમાં ચિત્રની જમણી બાજુએ સુવર્ણસિંહાસન ઉપર ડાબે હાથ ઢીંચણ ઉપર રાખીને તથા જમણા હાથમાં સહપત્તિ રાખીને સામે બેઠેલા બે મહદ્ધિક શ્રાવકને ઉપદેશ આપતાં ગુણાકરસૂરિ બેઠેલા છે. ગુણાકરસૂરિની પાછળ ઊભેલો શિષ્ય ઉંચા કરેલા ડાબા હાથમાં પકડેલા કપડાંથી ગુણાકરસૂરિની સુશ્રુષા કરે છે. ચિત્રના ઉપરના મધ્યભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળે અંદર લટકે છે. ગણાકરસૂરિ અને શ્રાવકોની મધ્યમાં સ્થાપનાચાર્ય (ઠવણ) છે. ચિત્રની ડાબી બાજુએ આચાર્યની સામે બંને હાથ જોડીને ઉપદેશ સાંભળવા બેઠેલા બંને શ્રાવકોના માથાના મુગટ, કાનના કર્યું અને ગળામાંના રત્નજડીત હારે તેમની મહકિપણાની સાક્ષી પૂરે છે. બંને શ્રાવકોએ પહેરેલાં રેશમી વસ્ત્રોની અંદર વણેલી આકૃતિઓ, ગુજરાતની ચદમાં સૈકાનો કા૫ડેકળાની આબેહૂબ રજૂઆત કરે છે. ચિત્રના અનુસંધાને, નીચેના ભાગની જમણી બાજુએ સફેદ વસ્ત્રો પહેરેલી બે સાધ્વીઓ છે. ચિત્રની ડાબી બાજુએ બંને હાથની અંજલિ જેલને ઉપદેશ સાંભળવા બેલી ચાર શ્રાવિકાઓ છે. આ ચારે શ્રાવિકાઓના ઉત્તરીય વસ્ત્રની અંદર વણેલી જુદી જુદી ચિત્રાકૃતિઓ ગુજરાતના દમા સૈકાના પટેળાની ઉત્તમતાની રજૂઆત કરે છે. આ ચિત્રમાં ચિત્રકારે ચાંદીને ઉપયોગ કરે છે. ચિત્રની એકેએક આકૃતિની રજૂઆત ચિત્રકારની કલારસિકતાને પૂરા આપે છે. ચિત્ર ૨ : આર્યકાલકને સાતવાહનરાજાને ઉપદેશ. ઉપરોક્ત ચિત્ર ૧. વાળી પ્રતમાંથી ચિત્રની જમણી બાજુએ સુવર્ણીસિંહાસન ઉપર આર્યકાલીક બેઠેલા છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બંને ડાથની અંજલિ જેડીને ઉપદેશ શ્રવણ કરતા સાતવાહન રાજા તથા મંત્રીને અને નીચેના ભાગમાં બેઠેલી બે શ્રાવિકાઓને સામે બેઠેલા બાયંકાલક ઉપદેશ આપે છે. આ ચિત્રમાંના બંને પરુ તથા જીઓના વોની ચિત્રાકૃતિઓ પણ ઉપરના ચિત્ર ૧. કરતાં જુદી જ જાતની છે. ચિત્રના ઉપરના ભાગમાં લટક્તા ચંદરવાની ચિત્રાકૃતિએ પણ સુંદર છે. ચિત્ર ૩: ગભિલ્લની શરણાગતિ. સારાભાઈ નવાબના સંગ્રહની. તાડપત્રની ચદમા સૈકાની કાલિકાચાર્યસ્થાની બીજી હસ્તપ્રતમાંથી. - જ્યારે ગર્દભી–ગધેડી ગઈભિન્ન રાજા ઉપર મૂત્ર, વિષ્ટા અને લાત દઇને ચાલી જાય છે, ત્યારે આર્યકાલકના કહેવાથી શકસૈન્ય ગઢ તેડીને ઉજૈનીમાં દાખલ થયું. ગÉભિલ્લ છતે પકડાયે. તેને અવળા હાથે બાંધીને આર્યકાલકની સમક્ષ લાવવામાં આવ્યું. ચિત્રમાં સુવર્ણસિંહાસન ઉપર આકાલક પિતાને જમણે હામ ઉચા કરીને, સામે અવળા હાથે બાંધીને ઊભે રાખેલા ગર્દશિતલને તેના દુષ્કૃત્ય માટે ઠપકો આપતાં દેખાય છે. ગઈ બિલ્લની પાછળ ફલની આકૃતિવાળે વાદળી રંગને ઝ પહેરીને શક–સૈનિક આર્યકાલકની આજ્ઞાની રાહ જોતો ઊલે છે. આર્યકાલકની પાછળ શિષ્ય સુશ્રુષા કરતા સિંહાસનની પાછળ ઊભેલો છે. ચિત્રની મધ્યમાં ઉપરની છતમાં સુંદર અંદર બાંધે છે. ચિત્ર ૪: ગભિલની શરણાગતી. ચિત્ર ૧-૨ વાળી જ મતમાંથી. આ ચિત્ર પ્રસંગ ચિત્ર ૩ ને "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy