SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રપ્રભ નામના આચાર્યે આ પ્રવૃત્તિ સામે પહેલવહેલે વિરોધ ઉઠાવ્યું. તેમણે પંચમીએ પર્યુષણ અને પૂર્ણિમાએ પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું ફરીથી શરૂ કર્યું. આ રીતે તેમણે પિતાને સાઈપૂર્ણિમા પક્ષ સ્થાપે. એ સિવાય તેમણે સુવર્ણભૂમિમાં જઈ પિતાના પ્રશિષ્ય સાગરને અનુગ આ હતા. આ ઘટના અને ગભિલાદવાળી ઘટનાથી તેમના વિહારક્ષેત્રને પણ ખ્યાલ આવી શકે તેમ છે. તેમના શિષ્ય સમુદાય વિશાળ હશે એમાં શંકા જેવું નથી. તેમને કયારે સ્વર્ગવાસ થયો તે જાણી શકાતું નથી પણ વિ. નિ. સં. ૪૫ પછી વર્ગસ્થ થયા હોય એમ લાગે છે. અંતે જૈન સમાજમાં પ્રાચીન સમયથી આજ સુધી કોગ્ય થયેલી આર્ય કાલકની કથાઓને આ સંગ્રહ એ સમયના ભારતીય ઇતિહાસ સામાજિક સ્થિતિ, જેન સિદ્ધાંતની કડક આચારનીતિ અપવાદમાર્ગનું શરણ, પર્વ દિવસોની માન્યતા, શિથિલ સાધુઓને પ્રાધવાના ઉપાય તેમજ શ્રુતજ્ઞાનની હીયમાન સ્થિતિ વગેરે વિષ ઉપરનાં દષ્ટિબિંદુએ રજૂ કરે છે. કાલિકાચાર્યની કથા જૈન સંઘ સાથે સંબંધ ધરાવે છે તેટલી જ રાજકીય પ્રશ્નો સાથે પણ સંકળાયેલી છે. વિક્રમસંવત્સર પ્રવક રાજવીના વિષયમાં આજસુધી જે વિદ્વાનેએ અથાક પ્રયત્ન કર્યો છે અને જેને તાગ હજીએ આજો નથી-તેની એક વિપુલ સામગ્રી જેના વિશાળ કથામંડળમાં ભરેલી પડી છે જેને એકત્રિત કરીને તે વિદ્વાને આગળ ફરી નવેસરથી વિક્રમાદિત્યને શોધી કાઢવા મૂકવામાં આવે છે. એટલું સૂચવવું અગત્યનું છે કે, વિક્રમાદિત્ય વિશેનું ખેડાણુ જેને જેટલું કર્યું છે તેટલું વર્ણન ભારતીય કોઈ પણ પોરાણિક સામગ્રીમાંથી આપણને જોવા મળતું નથી. છતાં સૌ કોઈ પોરાણિક કે જૈન કથા “ આ જ વિક્રમાદિત્ય એમ નિણીત સ્વરૂપે ઉચારતું નથી. અને તેથી જ આપણા ઈતિહાસ વિશારદે આગળ મોટી મુશ્કેલી ઉભી થતાં અનુમાનના આધારે નિર્ણય કરવા પડયા છે. કથાઓના આધારે અતિહાસિક પુરાવાઓનું જ્યાં સુધી સમર્થન મેળવી શકાયું ત્યાં સુધી મારું દષ્ટિબિંદુ રજૂ કર્યું છે. એની સફળતા કેટલી તેને આંક તહિદે ઉપર છોડું છું, આભાર: અગાઉ હું પં. અમૃતલાલ મેહનલાલ અને શ્રી સારાભાઈ મણિલાલ નવાએ મારા આ સંપાદન કાર્યમાં આપેલી મદદ અંગે જણાવી ચૂક્યો છું. શ્રી સારાભાઇએ સંપાદન માટે મને આપેલી આ તક માટે અને આ પ્રકાશનને સચિત્ર બનાવી આ સ્વરૂપે મૂકવા માટે ફરી તેમને આભાર માનું છું. મારા, સહદયી મિત્ર ૫, રતિલાલ દીપચંદ દેસાઈ અને પં. બાલાભાઈ વીરચંદ દેસાઈ ( જયભિખ્ખ) એ પ્રેરણા આપી ઉત્સાહિત કર્યે રાખે છે તે માટે એમને અને આ ઉપાઘાતમાં મોટે ભાગે ઉપા. શ્રી કલ્યાણવિજયજી મહારાજશ્રીના પ્રકાશિત સાધનને તેમજ તે તે વિદ્વાનેન ને આધાર લીધે છે તેમને પણ આભાર માનવાની તક લઉં છું. આ સંપાદનમાં મતિવિક૯પ કે હરિદેષથી કંઈ પણ અસંગત હોય તે તરફ વિદ્વાને મારું ધ્યાન દારે તે આભારી થઈશ. ૧. ૧ ૨૯ દહેગામ અંબાલાલ પ્રેમચંદ શાહ (એ. પી. ) — "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy