SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ શરણે આવેલા નાં મસ્તક કાપી નાખે તેમ પરંપરાથી આવેલા ગ૭માં આચાય નકામે બને છે (ગમને નાશ કરે છે). જ્યાં ભૂલ સુધારવાની યાદ અપાતી નથી ત્યાં જીભ ચાટવા છતાંયે સારું પરિણામ આવતું નથીત્યારે ઇંડાથી મારવા છતાં યે ત્યાં ભૂલની યાદ અપાય છે ત્યાં સારું ૫ આવે છે. સારણદિથી રહિત ગ૭ ૫ણું ગુણગણ વિનાને બને છે. સૂત્રનું વિધાન છે કે, આવા ફેરફારવાળા વર્ગને છેડ જોઈએ. તમે, દુર્વિનીત છે અને આજ્ઞામાં રહેતા નથી એમ સમજીને (તમને ગુરુએ) ત્યજ્યા છે. માટે છે દુ! મારા દષ્ટિ માર્ગમાંથી દૂર થાઓ, નહિતર (પાછળથી) તમે કહેશે કે, અમને કઈ નહિ.” આથી ભયભીત થયેલા તેઓ શય્યાતરને ખમવી કહે છે કે- “એકવાર અમને અમારા ગુરુ બતાવો, જેથી તેમને ખુશી કરીને અમે જીવતાં સુધી આજ્ઞા ઉઠાવવામાં તત્પર રહીએ. બહુ કહેવાથી શું? હવેથી અમે ગુરુના હૃદયની ઈચ્છાઓ પૂરી કર્યા કરીશું. માટે હે શ્રાવક! દયા કરીને અમને કહે કે, ગુરુ કયાં ગયા?” - જ્યારે “હવે બરાબર ઠેકાણે આવ્યા છે” એમ સમજીને સદ્દભાવપૂર્વક કહીને ત્યાં (સાગરચંદ્રસૂરિ પાસે) શાકા જનારા સાધના સમયને હાક પૂછે છે કે, “આ કોણ જાય છે?” તેઓ કહે છે કે, “કાલકેસૂરિ, ” સાગરચંદ્રસૂરિએ કર્ણોપકર્ણ પિતામહનું આગમન સાંભળ્યું. કાલકસૂરિને પૂછયું કે, “હે આર્ય ! મેં મારા પિતામહ આવે છે?” તેમણે કહ્યું, “અમે પણ સાંભળ્યું છે. ત્યારે એક દિવસે તેમની પાછળ લાગલો સાધુ સમુદાય આવી પહોંચે. સાગરચંદ્ર ઊભા થયા. તેઓએ કહ્યું, “તમે બેસે. આ બધા સાધુઓ છે. ગુરુ તે આગળ આવ્યા છે.” આચાર્યે કહ્યું, “અહીં એક વૃદ્ધ સાધુને છોડીને બીજા કેઈ આવ્યા નથી. એ જ સમયે શૌચક્રિયા પતાવીને કાલકસૂરિ આવ્યા પણુરૂપે આવેલા સાધુ-સમુદાયે તેમને ખમાવ્યા. સાગરચંદે પૂછયું, “આ શું?” સાધુઓએ કહ્યું, “આ ભગવાન કાલકસૂરિ છે.” ત્યારે શરમાઈ જઈ ઊભા થઈ (સાગરચંદ્ર) ખમાવ્યા, (જુઓ ચિત્ર નં. ૬) અને ખૂબ (દુઃખથી) સૂરવા લાગ્યા. ગુરુએ કહ્યું, “સંતાપ ન કરો. તમારો ભાવપૂર્વકનો આ દોષ નથી પરંતુ પ્રમાદ દોષ છે.” એક વખતે રિતીથી પછે ભરી એક ઠેકાણે ચળાવી એકઠી કરી. ફરીથી ભરાવીને ફરી ચળાવી એકઠી કરી–એમ ભરાવીને ખાલી કરવાનું ચાલુ રાખતાં જયારે પહેલમાં કંઈક બાકી રહ્યું ત્યારે ગુરુએ પૂછયું, “(આથી) કંઈ સમજ્યા?” તેઓએ કહ્યું, “કંઈ પણ નહિ.” ગુરુએ કહ્યું, “જે રીતે આ રેતીથી પછે ભરેલી હતી તેમ સુધર્મ સ્વામીનું અતિશયભર્યું શ્રુતજ્ઞાન પરિપૂર્ણ હતું. તેમની અપેક્ષાએ જંબૂસ્વામીનું કંઈક એાછું– અહ૫ અતિશયવાળું જ્ઞાન હતું. તે પછી પ્રભવસ્વામીનું એથી કંઈક અ૫–વધુ ઓછા અતિશયવાળું-જ્ઞાન હતું. આ પ્રકારે છઠ્ઠા કેવલી ભગવાન સુધી રહ્યા કર્યું એમ સંભળાય છે. એ પ્રમાણે ધીમેધીમે (શ્રુતજ્ઞાન) ઓછું થતાં ઠેઠ મારાથી તમારા ગુરુનું કંઈક ઓછું (જ્ઞાન) હોય, તેમનાથી તમારામાં એથી કંઈક એ હેય. વળી દુષમકાળ (પાંચમા આરા)ના પ્રભાવથી મોટા ભાગનું શ્રુતજ્ઞાન નાશ થતાં ઓછું થયું માટે આવા કૃતજ્ઞાનથી ગર્વ ધારણ કરવું ન જોઈએ. કહ્યું છે કે | સર્વાથી લઈને મારા સુધી પ્રતિવૈભવ તરતમ જોગવાળે છે, માટે કોઈએ એવો ગર્વ ન રાખો કે હું જ માત્ર અહીં એકલે પંડિત છું. આ પ્રકારે આશ્ચર્યકારી ચરિત્રવાળા ભગવાન (કાલકસૂરિ) આજ્ઞાને ઊઠાવનારા અનેક શિષ્યોના પરિવાર સાથે, ગામ, શહેર અને નગરથી સુશોભિત પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. – ઘટના પાંચમી – નિગેજીનું વ્યાખ્યાન અને શક સ્તુતિ – હવે એક દિવસે દેવીપ્યમાન શરીરવાળો, લાંબી વનમાળા ધારણ કરતે, મેટે હાર, અઢાર અને "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy