SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારના સૈદ્ધાંતિક આચારને વીસરી જઈ સાગરચંદ્રસૂરિએ ખમાવ્યા નહિ, વ્યાખ્યાન પૂર્ણ થયે જ્ઞાન પરીષહ સહન ન થતાં સાગરચંદ્દે પૂછયું, “ આર્ય! મેં કેવુંક વ્યાખ્યાન કર્યું ?” કાલકસૂરિએ કહ્યું, સુદર”. ત્યારે ફરીથી સાગરચંદ્રે કહ્યું, “ આર્ય ! કંઈ પણ પૂછો.” કાલરિએ કહ્યું, “ જો એમ હોય તે અનિત્યતા વિશે કહો.” સાગરચંદે કહ્યું, “કંઇ વિષમ પદાર્થ વિશે મને કહેવા દે.” તેમણે કહ્યું, “હુ વિષમ પદાર્થ જાણતો નથી.” ત્યારે સાગરચંદ્ર કહેવા લાગ્યા કે, “ધર્મ નથી-એ વિશે વિચાર નથી આવતો?” તે જ સમયે કાલિકાચા કહ્યું, “ધર્મ નથી, કેમકે પ્રત્યક્ષ વગેરે પ્રમાણેના વિષયથી (તે) બહાર છે, ગધેડાના શીંગડાની માફક. કહ્યું છે કે-પ્રત્યક્ષ (પ્રમાણ) દ્વારા પદાર્થનું જે જ્ઞાન થાય છે તે નક્કી વખાણવાલાયક હોય છે. પ્રત્યક્ષના અભાવમાં અનુમાનના વચનેથી તેને (નિર્ણય કરવામાં) વ્યતિકમ થાય છે. “જે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી જ આ સમજી શકાય એમ હોય તે આ વિષયમાં પ્રયત્ન કરે નકામ છે. ” ખરેખર પિતામહના સરખા આ કઈ વૃદ્ધ લાગે છે. એમ માનીને સાગરચંદ્રે કહ્યું, “ ધર્મ નથી* એ પ્રકારે જે કહ્યું તેમાં બંને પ્રતિજ્ઞાપને દેખીતે વિરોધ અમે જોઈએ છીએ. ધર્મ નથી તે શા કારણે ? જે ધર્મ નથી તે બીજાઓ શા કારણે તેને સ્વીકાર કરીને (ધર્મ છે, એમ કહે છે ત્યારે આપને છીએ છીએ કે બીજાએ એ સ્વીકાર કર્યો છે તે આપને પ્રમાણ છે કે અપ્રમાણ? જે પ્રમાણ હોય તે અમારું સાધ્ય સિદ્ધ થયું કહેવાય, અને જે પ્રમાણ હોય તો એ જ દોષ (પ્રતિજ્ઞાપને વિરોધ) રહે છે. તમે જે પ્રત્યક્ષ આદિ પ્રમાણેના વિષયથી બહાર છે એમ કહ્યું તે પણ છેટું છે. કેમકે, ધર્મ અને અધર્મ એ તે કાર્ય દ્વારા પ્રત્યક્ષરૂપે સમજાય એવા છે.” કહ્યું છે કે ધર્મથી જ (ચા) કુળમાં જન્મ થાય છે. શરીરની કુશળતા (પૂર્ણ અવયવો), સૌભાગ્ય, આયુષ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. ધર્મથી જ નિર્મળ યશ, વિદ્યા, વસુસંપત્તિ અને શોભા મળે છે. તેમજ ધર્મનું આરાધન કર્યું હોય તો તે સ્વર્ગ અને મોક્ષ આપનાર બને છે. વળી કહ્યું છે કે, પિતાના રૂપથી (બીજા) તિરસ્કાર કરતા કેટલાયે વિદ્યારે કામદેવ જેવા દેખાય છે, જ્યારે બીજા કદરૂપ પરુષો શિયાળ જેવા હોય છે. કેટલાક સમસ્ત શાસ્ત્રમાં સંપૂર્ણ રીતે જાણીને બૃહસ્પતિ જેવા જેવાય છે ત્યારે બીજા અજ્ઞાનરૂપ અંધકારથી ઢંકાયેલા હોવાથી આંધળાની માફક ટકે છે. કેટલાક (ધર્મ, અર્થ, કામ) ત્રણ વર્ષનું સુખ મેળવીને મનુષ્યના મનને આનંદ આપનારા દેખાય છે ત્યારે બીજા પુરુષાર્થને તજી દઈને વિષધરની જેવા ખિન્ન જણાય છે. ભાટચારણે વકે જેનું પ્રસિદ્ધ માહાઓ ગવાય છે તેવા કેટલાક સફેદ છત્રને ધારણ કરતાં, હાથી ઉપર બેઠેલા હોય છે જ્યારે બીજા તેમની આગળ (સેવકની માફક) દોડતા હોય છે. કેટલાક, પ્રણામ કરનારાઓની આશાઓ પૂરતા અને નિર્મળ યશથી જગતની સપાટીને ભરી દ્વારા હોય છે ત્યારે બીજા જે કલંક્તિ થયેલા છે તે ગમે તે રીતે પેટ ભરે છે. કેટલાકને તે હમેશાં દાન દેવા છતાં શ્રત (વિવાની માફક દ્રવ્ય વધ્યા કરે છે ત્યારે બીજાઓને દાન નહિ આપનારા કેટલાયે મનુષ્ય રાજા અને ચારથી હુંટાય છે. આ પ્રકારે ધર્મ અને અધર્મનું ફળ જે કારણે પ્રત્યક્ષરૂપે સ્પષ્ટ દેખાય છે તે કારણે અધર્મને છેડીને આદરપૂર્વક ખરેખર ધર્મનું આચરણ) કરે. આ તરફ તે દુષ્ટ શિષ્યોએ સવારે આચાર્યને આમ તેમ તપાસ કરતાં ન જોયા ત્યારે શાતર પાસે ગયા અને પૂછયું કે, “હે શ્રાવક! ગુરુ કયાં છે?” તેણે કહ્યું, “ તમે જ તમારા ગુરુને જાણે. હું કયાંથી જાણું?” ત્યારે તેઓએ કહ્યું, “એમ ન કહે, તમને કહા વિના જાય નહિ? ત્યારે શાતરે ભવાં ચડાવીને ફોધ માં કરીને કહ્યું કે,” રે દુષ્ટ શિષ્યો ! તમે ગુરુની આજ્ઞા માનતા નથી, સારણ (યાદ આપવી) વારકા (નિષેધ કર-એ પ્રકારની શિક્ષાઓથી કહેવા છતાં તમે તે સ્વીકારતા નથી. સારસારિ વિના આચાર્યને માટે દેષ લાગે, કેમકે આગમમાં કાન છે "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy