SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ સેરવાળા ( ઉના) હારથી જેની છાતી શ્વાસ લેતી જણાય) છે, જેના બંને હાથ સુંદર કંકણ અને બાઇબંધથી થાયેલા છે, જેનાં લમણ દેદીપ્યમાન છે અને જેનું મસ્તક અત્યંત સુંદર રત્નાથી કલગીવાળા મુકુટથી શોભતું છે એ વધુ સુ કહીએ (ટૂંકમાં આખા શરીરને શુંગારથી સજાવી અને શુજ વસ્ત્રોને ધારણ કરીને દેવેના અધિપતિ (શ), સુષમની સભામાં રહેલી ત્રણે પર્ષદાની વચ્ચે, (જ્યાં) સાત સેનાએ અને તેના સાત મેટા અધિકારીઓ, ત્રાયશ્વિશત નામના ) અંગરક્ષક દવે અને સામાનિક દવા, સૌધર્મ(નામના દેવલાક)માં રહેતા બીજ લોકપાલ વગેરે દેવ અને દેવીઓની વચ્ચે રહેલા શ્રેષ્ઠ સિંહાસન ઉપર, દેવતાઓની શ્રેષ્ઠ સમતિથી વિલાસ કરતા અને વિપુલ અવધિજ્ઞાનથી લેકના અર્ધભાગને તે, બેઠે. ત્યારે પૂર્વ વિદેહ ક્ષેત્રમાં સમવસરણમાં બેઠેલા શ્રી સીમંધર જિનેશ્વર, જેઓ પર્ષદાને ધર્મકથા કહેતાસંભળાવતા હતા, તેમને (અવધિજ્ઞાનથી) જેવા લાગે. (આ કારણે) એકદમ ઊભા થઈ ત્યાં રહીને જ ભગવાને વંદન કર્યું અને દેવતાઓની અદ્ધિ સાથે ભગવાનની સમીપે ગયો. વંદન કરી પોતાના સ્થાને બેઠો અને જિનેશ્વર ભગવાન પ્રસ્તાવમાં -વિષયને સંબંધ આવતા) નિગોદ નામના જીવે વિશે કહેવા લાગ્યા. (જુઓ ચિત્ર નં. ૨૪-૩–૪૦-૬૨-૬૫ તથા ૮૦). તે સાંભળીને આશ્ચર્યથી વિકસવાર થયેલી આંખવાળો સુરેન્દ્ર, મસ્તકે બે હાથ જોડી, અત્યંત વિનય પૂર્વક કહેવા લાગ્યો, “ભગવાન ! ભારતવર્ષમાં અતિશય વિનાના આ દુષમકાળમાં અત્યારે આ પ્રકાર સકમ નિગોદનું વર્ણન કરવાનું કાઈ જ છે ?” ત્યારે જિનેશ્વર ભગવાને કર્યું કે, “હે સુરેન્દ્ર! આજે પણ ભારતમાં મેં જે પ્રકારે તને કહ્યું તે જ રીતનું નિગોદનું વ્યાખ્યાન કરવાનું કાલકસૂરિ જાણે છે.”(જુએ ચિત્ર નં. ૬૫) તે સાંભળી કુતુહલથી અહીં આવવાને માટે તે શકે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, સુરીશ્વરને વાંધીને પૂછયું, “ભગવન! જિનેશ્વરોએ સિદ્ધાંતમાં નિવેદના જી વિશે જે કહ્યું છે તે વિશે મને અત્યંત કુતુહલ હોવાથી કહે,” ત્યારે તે સૂરિવર મેષ જેવા ગંભીર અવાજે કહે છે કે, “હે મહાભાગ! જે તમને મોટું કૌતુક લાગતું હોય તે યથાર્થ રીતે સાંભળે.” (જીએ ચિત્ર નં. ૩૮-૪૯-૫-૬૩ તથા ૮૮) “ગળામે અસંખ્ય છે અને અસંખ્ય નિગેને એક ગોળ હોય છે. એક નિગોદમાં (પણ) અનંત જ હેય છે—એમ સમજવું.” આ પ્રકારે સુએિ વિસ્તારથી વ્યાખ્યાન કર્યા પછી શકે ખાસ વિશેષપણે જાણવા માટે ફરીથી પૂછે છે કે, “ભગવદ્ ! વૃદ્ધપણાના કારણે હું અનશન કરવાને ઈચ્છું છું, તેથી મારું આયુષ્ય કેટલું છે તે યથાર્થ પણે જાણીને કહે.” ત્યારે ગુરુએ શ્રુતજ્ઞાનને ઉપગ દેતાં જ્યારે દિવસ, પક્ષ, માસ, વર્ષે, પહયોપમ અને સાગરોપમ સુધી વધ્યા ત્યારે તેમનું બે સાગરોપમનું આયુષ્ય જોઈને વિશેષ ઉપયોગ દેતા જાણ્યું કે, આ શકે છે. જ્યારે સૂરિએ “તમે ઇન છે.” એ પ્રકારે કહ્યું ત્યારે તે જ ક્ષણે પોતાના સ્વરૂપે સુંદર કંડલના આભૂષણોવાળે ઈનપણે તે પ્રગટ થયે. (જુએ ચિત્ર નં. ૩૯-૪-૨૫-૩-૬ તથા ૮૮). ભાલ, હાથ અને ઢીંચણને જમીન ઉપર નમાવતે, આખા શરીરે રોમાંચિત થયેલે, ભક્તિના ભારથી ભરપૂર એવો % સૂરિના પદમળને પ્રણામ કરવા લાગે. (તુતિ કરવા લાગ્યો)- “અત્યંત સંકલેશવાળા દુષમકાળમાં પણ તમે જિનાગમને ધારણ કરી રાખ્યા (આથી) અનેક ગુણેથી વિભૂષિત હે મુનિનાથ! તમને પ્રણામ થાઓ. નિરતિશયવાળા આ કાળમાં પણ જેમનું નિર્મળ જ્ઞાન પ્રકારે છે અને તેથી ત્રણ લોકને પણ વિમયાવિત કર્યા છે એવા હે સ્વામી! તમને નમસ્કાર થાઓ, જેમાં અત્યંત "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy