SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સલાહ મુજબ યોગ્ય કરીશ', પં. શ્રી સિદ્ધિચન્દ્રજી મકબરખાન સાથે જોડાયા. બન્ને થોડા જ સમયમાં સિદ્ધપુર પહોંચ્યા. આ તરફ આ. શ્રીવિજયદેવસૂરિજીએ ધનવિજયજી નામના એક સાધુ અને દસ જૈન અગ્રણી ગૃહસ્થોને પં. શ્રીસિદ્ધિચન્દ્રજી પાસે મોકલ્યા અને ‘ઉપાધ્યાય' પદ લેવા પાટણ આવવાનું આમત્રણ આપ્યું. પં. શ્રીસિદ્ધિચંદ્રજી એ આ પ્રસ્તાવ નકારી કાઢયો. પોતાની માન્યતાથી ટ્યુત થયા વિના તેઓ મહેસાણા થઈ અમદાવાદ આવ્યા . અમદાવાદમાં પં. શ્રીસિદ્ધિચન્દ્રજી, ઉપા. શ્રી સોમવિજયજી ગણિને મળ્યા. તેમણે પં. શ્રીસિદ્ધિચન્દ્રજીને અભિનંદન આપ્યા અને શાન્તિમય પગલા લેવાનું સૂચન કર્યું. ૫. સિદ્ધિચન્દ્રજીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. આથી તેમણે તેમ જ તેમના ટેકેદારોએ નિર્ણયાત્મક પગલું ભરવાનો નિશ્ચય કર્યો. તદનુસાર જુદા જુદા સ્થળોથી ઉપા. શ્રી સોમવિજયગણી, ઉપા. શ્રીનંદીવિજયગણી, ઉપા. શ્રીવિજયરાજવિજય ગણી, ઉપા. શ્રીધર્મવિજય ગણી, ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણી, ૫. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી વગેરે સાધુઓ અમદાવાદમાં એકત્રિત થયા. તેમણે રામવિજયજી નામના સાધુભગવંતને આચાર્યપદવી આપી આચાર્ય શ્રીવિજય સેનસૂરીશ્વરજીના ઉત્તરાધિકારી જાહેર કરવાનો નિર્ણય કર્યો. તે મુજબ વિ. સં. ૧૬૭૩ પોષ શુકલા દ્વાદશી (અથવા ટાયોદશી) બુધવારના દિવસે રામવિજયજીને આચાર્ય પદવી આપી આચાર્ય શ્રીવિજયસેનસૂરીશ્વરજીના પટ્ટધર ‘વિજયતિલકસૂરીશ્વરજી'ના નામે જાહેર કરાયા. આ જ દિવસે પં. શ્રીસિદ્ધિચન્દ્રજીને ‘ઉપાધ્યાય' પદવી આપવામાં આવી૪૦ આ પદવીદાન મહોત્સવમાં સૂબા મકબરખાને પણ ભાગ લીધો હતો. આ પ્રસંગ પછી ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણી, તેમ જ ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી ‘સિરોહી આવ્યા. ઉપા. શ્રીનન્દીવિજયજી ગણી માંડવગઢમાં બાદશાહ જહાંગીરને મળ્યા.૪૧ બાદશાહ જહાંગીરે તેમને આદર આપ્યો અને ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણિને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. તેણે બે મેવડાઓને ફરમાન આપી મકબરખાન પાસે મોકલ્યા. ફરમાનમાં ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણી પોતાને મળે તે માટેનો પ્રબંધ કરવાની સૂચના હતી. સૂબા મકબરખાન આચાર્યશ્રી વિજયતિલકસૂરિજીને મળ્યો. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિ ‘સિરોહી'માં છે તે જાણું. અને બાદશાહનું ફરમાન આચાર્યશ્રીને જણાવ્યું. આચાર્યશ્રી વિજયતિલકસૂરિજી એ ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિને તત્કાલ અમદાવાદ બોલાવ્યા અને ઉપા. શ્રીધર્મવિજયજી ગણિને સિરોહી તરફ મોકલ્યા. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી અમદાવાદ પહોંચ્યા ત્યાં તેમનો આચાર્યશ્રી વિજયતિલકસૂરિજી તેમ જ સૂબા મકબરખાને સત્કાર કર્યો. ફરમાનની વિગત જાણી તેઓએ ૪૦. પં. શ્રી સિદ્ધિચન્દ્રજીની ઉંમર સંભવતઃ ૨૯ વર્ષ. ૪૧. બાદશાહ જહાંગીરે વિ.સં. ૧૬ ૭) (ગુજ. ૧૬૬૯) આસો વદ-બીજના દિવસે (ઈ. સ. ૧૬૧૭, છઠ્ઠી સપ્ટેમ્બર) આગ્રા છોડ્યું. વિ. સં. ૧૬ ) (હિન્દી) માગસર સુદ ૭ (૮-૧૧-૧૯૧૩)ના દિવસે તે અજમેર આવ્યો. ત્યાંથી વિ.સં. ૧૬ ૭૩ કાર્તક સુદ-૩ (૨-૧૧-૧૬ ૧૬)ના દિવસે તેણે માંડવગઢ જવા પ્રયાણ કર્યું વિ. સં. ૧૬૭૩ ફાગુન શુક્લા સપ્તમી (૩-૩-૧૬૧૭)ના દિવસે તે માંડવગઢ પહોંચ્યો. asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy