SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २७ નગરપ્રવેશ બંધીનું ફરમાન રદ કરવા કહ્યું, નવા ફરમાન દ્વારા બાદશાહે તે રદ કર્યું." મહોપાધ્યાયશ્રી ભાનુન્યગણિ ચરિત” અહીં પૂર્ણ થાય છે. વિ. સં. ૧૬૭૦ પછી અનુશ્રુત્યાદિથી પ્રાપ્ત થતી વિગતો આ પ્રમાણે છે. (૧) જહાંગીરે આગ્રાથી અજમેર જવા પ્રયાસ કર્યું ને પછી ઉપા. શ્રીભાનુચન્દ્ર ગણી તથા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી માલપુરા આવ્યા. અહીં તેમણે ‘બીજામત' (વિજયમત)વાળાઓને વાદમાં પરાજિત કર્યાં. માલપુરામાં તેમના ઉપદેશથી નિર્માણ પામેલા ચૈત્ય પર સુવર્ણકળશ ચઢાવ્યો. વિ. સં. ૧૯૭૨નું ચાતુર્માસ ‘જાલોર' (રાજસ્થાન)માં વીતાવ્યું. ચાતુર્માસ બાદ ૨૧ દીક્ષાઓ થઈ. શ્રી હીરવિજયસૂરિજી રાસ.) ૩૯ (૨) જાલોરમાં ગુજરાતનો ચૌદમો સૂબો ‘મકબરખાન' (ઈ. સ. ૧૬૧૬થી ૧૯૧૮) ઉપા. શ્રી ભાનુચન્દ્રજીને મળ્યો. તેણે આદરપૂર્વક સેવા ફરમાવવા કહ્યું. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિએ કહ્યું કે- આચાર્યશ્રી વિજય દેવસૂરિજી સાગરગચ્છના સાધુઓ સાથે ભળી ગયા છે અને જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજીના આદેશોનું પાલન કરતા નથી આ વિશે કાંઈક કરો.' મકબરખાને કહ્યું કે-‘જો પં. સિદ્ધિચન્દ્રજીને મારી સાથે મોકલશો તે આ અંગે તેમની ૩૬. યતિઓને સર્વત્ર વિહરવાની રજા આપતું આ ફરમાન જહાંગીરે ઈ. સ. ૧૬૧૩ની ૬ઠી સપ્ટેમ્બરે =વિ. સં. ૧૬૭૦ આસો વદ-૨ના દિવસે આપ્યું હતું. આ જ દિવસે બાદશાહ જહાંગીરે અજમે૨ જવા પ્રયાણ કર્યું હતું. આથી અનુમાન થઈ શકે કે ઉપરોક્ત ઘટના આ ફરમાન મળતા પહેલા વિ.સં. ૧૬૬૯માં ઘટી હોવી જોઈએ. વિ.સં. ૧૯૬૯-૪નું ચાતુર્માસ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ માલપુરામાં વીતાવ્યું હોય તે શક્ય છે. આ ચાતુર્માસમાં જ તેઓ આગ્રા આવ્યા હોય તે પણ અશક્ય નથી. ૩૭. માપુરામાં શ્રી ગાદિનોંધ ભગવાનનું ‘વિજયનું દહેરાસર છે. ૩૮. મહો. શ્રી ભાનુચન્દ્રજી ગણિના ઉપદેશથી માલપુરામાં શ્રીચન્દ્રપ્રભ સ્વામીનું દહેરાસર બંધાયું હતું તેનો શિલાલેખ આ પ્રમાણે છે संवत् १६७२ वर्षे तपागच्छाधिराज भट्टारक श्रीपू. विजयसेनसूरीश्वराणां आचार्य श्रीविजयदेवसूरिप्रभृतिसाधु संसेवितचरणारविंदानां विजयमानराज्ये पातिशाह श्री अकब्बरप्रादापितोपाध्यायपदधारक - श्रीशत्रुंजयकरमोचनाद्यनेकसुकृतकारकमहोपाध्यायश्रीभानुचन्द्रगणिनामुपदेशात् अष्टोत्तरशतावधानप्रमुदितपातिशाह श्री अकब्बरप्रदत्तनुप्फडमादिनाम्नां पं० सिद्धिचन्द्राणां चैत्यभूमिग्रहणादिमहोद्यमेन च सा. बागाप्रमुखमालपुरीयसंघेन श्रीचन्द्रप्रभप्रासादः कारितः ली० लालचन्द्र ગના સૂત્રધરી(ધાર)પરા || શિલાલેખને આધાર એક વિગત સ્પષ્ટ થાય છે કે-વિ.સં. ૧૬૭૨માં શ્રીસિદ્ધિચંદ્રજીને ‘પંડીત’ પદવી મળી ગઈ હશે. ચરિતમાં તેમને પદવી મળ્યાનો ઉલ્લેખ નથી. આમ વિ. સં. ૧૬૭૦થી વિ.સં. ૧૬૭૨ની વચ્ચે (૨૫થી ૨૮ વર્ષની ઉંમરે) તેમને પંડીત પદવી પ્રાપ્ત થઈ હોય તે શક્ય છે. ૩૯. મકબરખાન પ્રથમ વખત વિ. સં. ૧૬૭૩માં આસો સુદ ત્રયોદશીના દિવસે ગુજરાતનો સુબો થયો હતો. ઈ. સ. ૧૬૦૮ (સંભવતઃ વિ. સં. ૧૬૬૫)માં તે જહાંગીર વતી ખંભાત અને સુરતના ફોજદાર તરીકે રહ્યો હતો. ઈ. સ. ૧૯૧૬માં (=વ. સં. ૧૯૭૩) તે ગુજરાતનો ચૌદમો સૂબો કર્યો. ઈ. સ. ૧૬૧૮માં ( =વિ. સં. ૧૬૭૫) ‘શહાજહાં’ ગુજરાતના પંદરમાં સૂબા તરીકે નીમાયો. (History of Gujrat Bombay gazz. p. 275/76.) asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy