SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ २९ માંડવગઢ જવા વિહાર કર્યો. બાદશાહ જહાંગીર ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણિને જોઈને ખૂબ ખુશ થયો. તેણે તેમને પોતાના પુત્ર ‘સહરીયાર’ને ધર્મ ભણાવવાની વિનંતી કરી. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિએ તેનો સ્વીકાર કર્યો. તેમના કહેવાથી બાદશાહે અમદાવાદ સુરતના અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું કે—‘સાગરપક્ષના સાધુઓ અન્યને હેરાન ન કરે તેની કાળજી લેવી.’ ચાતુર્માસમાં પ્રાયઃ વિ. સં. ૧૬૭૩) તપાગચ્છની બે શાખાઓ સાગર પક્ષ અને વિજયપક્ષ વચ્ચે બુદ્ઘનપુરામાં મોટો ઝગડો થયો. શ્રી દર્શનવિજય બુર્ખાનપુરાથી નીકળીને ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિને મળ્યા. ઉપાધ્યાયજીએ ઉપા. સિદ્ધિચન્દ્રજી ગણિ દ્વારા બાદશાહને નાખુશી વ્યક્ત કરતો પત્ર લખવા કહ્યું. બાદશાહ જહાંગીરે પોતાના પુત્ર તેમ જ લશ્કરના ઉપરી ખુરમ સુલતાનને જરૂરી પગલા લેવાનું જણાવ્યું. બુર્ખાનપુરા શાન્ત પડ્યું. વિજપક્ષ અને સાગરપક્ષ વચ્ચે ઝગડો શાથી થયો ? એ વાત ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિએ તેમ જ ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિએ બાદશાહને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાદશાહે બન્ને પક્ષને સમજવાની ઇચ્છાથી આચાર્ય શ્રીવિજયદેવસૂરિજી તેમ જ આચાર્ય શ્રીવિજયતિલકસૂરિજીને માંડવગઢ બોલાવ્યા. બન્ને આચાર્યો માંડવગઢ આવ્યા. સાગરપક્ષના ઉપા. શ્રી નેમસાગર આચાર્યશ્રીવિજયદેવસૂરિજીના પક્ષકાર તરીકે આવ્યા. બાદશાહ જહાંગીરે બન્ને આચાર્યોને પોતાની સમક્ષ બોલાવી મતભેદ જાણવાનો પ્રયત્ન કર્યો. આચાર્યશ્રીવિજયદેવસૂરિજી વતી ઉપા. શ્રીનેમસાગરે ફરિયાદ કરી કે સામો પક્ષ આચાર્યશ્રીવિજયદેવસૂરિજીનું બહુમાન કરતો નથી. ફરિયાદના જવાબમાં ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિએ જણાવ્યું કે-જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીજીએ દર્શાવેલા આદર્શોનું જે બહુમાન કરતો નથી તે બહુમાન અપાત્ર છે.' તેમનો નિર્દેશ એ તરફ હતો કે—આચાર્યશ્રીવિજયદેવસૂરિજી વગેરે, જગદ્ગુરુએ ઉપા. શ્રીધર્મસાગરજીના જે ગ્રન્થોને અપ્રમાણ જાહેર કર્યા હતા તેને પ્રમાણ ગણતા હતા. બાદશાહ જહાંગીરે વિજયદેવસૂરિજીને આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજીના ઉત્તરાધિકારી જાહેર કર્યા. તેમનાથી પ્રભાવિત થઈને તેમને “જહાંગીરી મહાતપા”નું બિરૂદ આપ્યું. વિ. સં. ૧૬૭૬માં આચાર્યશ્રી વિજયતિલકસૂરિજી કાળધર્મ પામ્યા. આ જ વર્ષમાં પોષ શુક્લા ચતુર્દશીના દિવસે આચાર્યશ્રીવિજય આનંદસૂરિજીને તેમના પટ્ટધર જાહેર કરાયા. આચાર્યશ્રી વિજયદેવસૂરિજી અને આચાર્યશ્રી વિજયઆણંદસૂરિજી વચ્ચે ખટરાગ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. વિ. સં. ૧૬૮૧માં આ મતભેદનું નિવારણ કરવાના હેતુથી અમદાવાદમાં સંમેલન થયું. સિરોહીના દિવાન મોતી તેજપાળે સક્રિય રસ લઈ મનમેળ કરાવવાનો પ્રયત્ન કર્યો. તેને ‘ગચ્છભેદનિવારણ’ અને ‘સંઘપતિ’નું તિલક મળ્યું. પરંતુ આ એકતા લાંબો સમય ટકી નહીં. વિ. સં. ૧૬૭૩ પછીના ૧૭ વર્ષમાં મહો. શ્રીભાનુચન્દ્રજી ગણી તેમ જ મહો. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી ક્યાં વિચર્યા હતા તેની વિગતો અપ્રાપ્ય છે. asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy