SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સગવડ છે? આમ મારી સાથે વાર્તાલાપ થયો હતો. બંને આ પ્રમાણે એકમત થતાં તેમના પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી તા. ૨૭–૫–૫૭ ના રોજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યો. : : - તા.૨૮-૫-૧૭ના રોજ જવાબ આવ્યો કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુરથી એમ. પી. સાહેબ શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનોદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મોકલ્યા તા. ૨૮-૫-૧૭ના રોજ રવાના થઈ તા. ૩૦-૫-૧૭ના રોજ સવારે ફલેદી સ્ટેશને પહેચ્યા. બળદગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થવિર મુનિશ્રી શીમલજી મહારાજ પૂજય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમરથમલજી મહારાજ આદિ ઠણ ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ' આદિ ઠા. ૪ 'બિરાજમાન હતા. કુલ્લે સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી. પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે “મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે તેમાં કોઈ ફેરફાર થાય તેમ નથી. તમે અમારા વીરાણી કુટુંબના હિતૈષી છે. અને જે સાચા હિતૈષી હિ તે મારા પૂ બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મેટી દીક્ષાની આજ્ઞા અઠવાડિયાની અંદર અપાવી દ્યો એટલું જ નહીં પણ સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ જ હોય કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સગતિને સાથે અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ. - ' આવા દઢ જવાબના પરિણામે તેજ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૧૭ ની રાત્રીના રવાના થઈ તા. ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા. ચેડા વખતમાં ફલદીના શ્રી સશે પૂ શ્રી લાલચંદજી મહારાજને ફલેદીમાં માસુ કરવાની વિનંતી કરી તેને અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યું એટલે નિર્ણય ફેરવ્યું અને અષાઢ સુદ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી ફલદી આવ્યા,
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy