SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) જિનાગમ – સ્તુતિ ૩૯૯ કરવા સમર્થ નથી. માટે જ શ્રી દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું કે : ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ઘર્મ પ્રસિદ્ધ; આતમગુણ અકષાયતા રે, ઘર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન” નિત્યક્રમ સજ્જન શ્રત-ઉપકાર ન ભૂલે, આમવચન આરાઘેજી, વિષય-કષાયથી રહી વેગળા, વિનય વિદ્યા સાથેજી. જિન અર્થ - પણ સજ્જન પુરુષો તો સાચી આરાઘનાને બતાવનાર એવા ભગવાનના કરેલા ઉપકારને કદી ભૂલતા નથી. તથા મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરવા લાયક એવા આ સત્પરુષના વચનના આધારે ચાલે છે. તેમજ તે સજ્જન પુરુષો વિષયકષાયના ભાવોથી દૂર રહીને સદા વિનયપૂર્વક આત્મવિદ્યાને સાથે છે. અર્થાત્ સપુરુષનો વિનય કરવાપૂર્વક પોતાના આત્માને ઓળખવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. /ર૧ાા વિકથા વિષ્ટા સમી સાધુના મુખ સુથી ક્યાંથી આવેજી? સત્કૃત પાઠ વહે જો મુખે, સુખ-શાંતિ ફેલાવેજી. જિન અર્થ - દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથા એ વિષ્ટા સમાન છે. તે સાધુપુરુષોના મુખ સુધી ક્યાંથી આવી શકે? તે મહાત્માઓના મુખે તો સદા સત્કૃતનો પાઠ રહે છે, અર્થાત્ ઉત્તમ જ્ઞાનપ્લાનની વાતો હોય છે. જે બીજાના હૃદયમાં પણ સુખશાંતિ જ ફેલાવે છે. ગારા શ્રી સર્વજ્ઞ-જિનેશ્વર-વાણી આગમરૂપ કહાણીજી, સર્વ કાળમાં સત્યરૂપ તે અવિસંવાદી જાણીજી. જિન અર્થ - શ્રી સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતની વાણી તે જ આગમરૂપ કહેવાઈ છે. તે સર્વકાળમાં સત્યરૂપ છે. તે વાણી અવિસંવાદી છે અર્થાત્ તે વાણી સ્યાદ્વાદપૂર્વક હોવાથી તેમાં કોઈ વાદ-વિવાદને સ્થાન નથી. |૨૩ી. સર્વ જગ-જંતું-હિતકરણી ઋષિ-મુનિને મન ભાવીજી; દુર્લભ નરભવ સફળ કરે જો ગુરુગમ-ચાવી આવીજી. જિન અર્થ - ભગવાન જિનેશ્વરની વાણી તે જગતના સર્વ જીવોને હિતકારી છે તથા મોહ મંદ થવાથી થયું છે પવિત્ર મન જેનું એવા ઋષિ-મુનિઓને તો તે ઘણી જ ગમી ગઈ છે. જેની પાસે એ વાણીના મર્મને સમજવા માટે ગુરુગમરૂપી ચાવી હાથ આવી ગઈ તે પોતાના દુર્લભ નરભવને જરૂર સફળ કરશે. ૨૪ જિન-આગમ દુર્ગમ્ય ગણાય, ભલા ભલા ભેલ ખાતાજી; અવલંબન સદ્ગુરુનું લેતાં સહજ બનો સુજ્ઞાતાજી. જિન અર્થ - જિનેશ્વરની આગમવાણીનો સ્યાદ્વાદપૂર્વક મર્મ સમજવો અતિ દુર્ગમ્ય છે. તેમાં ભલભલા હોશિયાર પણ ભૂલ ખાઈ જાય છે. પણ પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતનું અવલંબન લેતાં તે આગમના રહસ્યોનો સહેજ સુગમરીતે જ્ઞાતા બની જાય છે “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” -શ્રીમદ્ રાજચંદ્ર //રપી.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy