SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ગમ પડ્યા વણ આગમ દુર્ઘટ રત્ન વીંઘવા જેવુંજી, વીંધેલા રત્ન દે દોરો, ગુરુગમથી ગણ તેવુંજી. જિન અર્થ - ગમ પડ્યા વિના આગમનો મર્મ જાણવો તે રત્ન વીંધવા જેવું દુર્ઘટ છે. પણ વીંધેલા રત્નમાં દોરો પરોવવો જેમ સુલભ છે તેમ ગુરુગમથી આગમનો મર્મ સમજવો સુલભ છે. “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી.' (વ.પૃ.૨૨૨) ૨૬ાા જિન-આગમરૃપ અક્ષરતની અનુંયોગકૅપ શાખાજી, સંસ્કૃત, પ્રાકૃત, પ્રાંતિક ભાષા-ગ્રંથ પુષ્પ-પ્રશાખાજી. જિન. અર્થ - જિનાગમના અક્ષરરૂપ વૃક્ષની પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર શાખાઓ છે. તથા સંસ્કૃત પ્રાકૃત ભાષારૂપ ગ્રંથો તેની પ્રશાખાઓ છે. તેમજ હિન્દી, ગુજરાતી વગેરે પ્રાંતિય ભાષાઓના ગ્રંથો તે તેના પુષ્પો સમાન છે. રશી શાંત રસાદિક હિતકર ફળ ઝહીં, મન-મર્કટ આનંદજી, મહા-મોહ-ચંચળતા ભૂલી, લીન ધ્યાન-સુખકંદજી. જિન અર્થ - જિનાગમરૂપ વૃક્ષના શાંતરસ આદિથી ભરપૂર તથા આત્માને હિતકારક એવા ફળોને ગ્રહણ કરી મનરૂપી મર્કટ એટલે વાંદરો આનંદને પામે છે. તથા મહામોહથી ઉત્પન્ન થતી ચંચળતાને ભૂલી જઈ, કાળાન્તરે આત્મધ્યાનના સુખાનંદમાં તે લીન થાય છે. ૨૮ હણે મોહ નહિ, સાસ્ત્રો ભણી, લાભપૂંજાદિક ઇચ્છજી, તે જિન-આગમતનાં પુષ્પો તોડી, તુચ્છમતિ રીઝેજી. જિન અર્થ - જે સન્શાસ્ત્રો ભણીને મોહને હણતા નથી પણ પોતાની આજીવિકાના લાભ અર્થે કે માનપૂજાદિના અર્થે એ જ્ઞાનનો ઉપયોગ કરે છે. તે તુચ્છમતિ જાણે કે જિનાગમરૂપી વૃક્ષના પુષ્પો તોડીને રાજી થાય છે; પણ પુષ્પો તૂટી જવાથી હવે તેને મોક્ષરૂપ ફળ આવશે નહીં, તેનું તેને ભાન નથી. રાા સુરસુખ કે શિવસુખ-ફળ ક્યાંથી સરસ પક્વ તે પામેજી? થઈ સુથાતુર ચૅલો ઓલવ્ય, નહિ ભૂંખ-દુઃખ વિરામેજી. જિન અર્થ :- જે શાસ્ત્રો ભણીને પણ માનપૂજાદિકને જ ઇચ્છે છે એવા જીવો દેવલોકના સુખ કે મોક્ષના સુખરૂપ સરસ પાકેલા ફળ ક્યાંથી પામી શકે? જેમ કોઈ ભૂખના દુઃખથી પીડિત જીવ ચૂલાને ઓળવી નાખે તો તેના મુખનું દુઃખ વિરામ પામતું નથી, તેમ મોહવશ જીવ આત્મજ્ઞાનના પુરુષાર્થને મૂકી દે તો તે કદી પણ મુક્તિના સુખને પામતો નથી. IT૩૦ગા. લૌકિક લાભ તજી, શાશ્વત સુખ ચહી, સુદ્રષ્ટિ વિચારોજી, સદ્ગુરુ-યોગે સત્કૃત શીખી, સત્સલ શાંતિ ઘારોજી. જિનઅર્થ - હવે સદ્ભુતવડે આ લોકના લૌકિક લાભને તજી દઈ શાશ્વત સુખશાંતિને ઇચ્છી, સમ્યકદ્રષ્ટિથી આત્માની વિચારણા કરો. તેના માટે સદગુરુના યોગે સત્કૃતનો મર્મ જાણી, સલ્શીલ અને આત્મશાંતિને હૃદયમાં ઘારણ કરો. ૩૧
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy