SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મ અનુભવી ગુરુની ભક્તિ કરતાં પ્રભુ પ્રભુની લાય લાગે છે. પરમકૃપાળુદેવની ભક્તિ કરતાં પ્રભુશ્રી કહે “અમારે તો પ્રભુ રોમે રોમે એક કૃપાળુદેવ છે.” I૧૫ના. પ્રભુ-ભક્તિરત ચિત્ત રમે જ્યાં, કેવળજ્ઞાન પ્રકાશજી, કોણ મૂર્ખ ઇંદ્રિયસુખ ઇચ્છે? જેથી નિજ સુખ નાશેજી. જિન અર્થ :- પ્રભુના શુદ્ધ આત્મસ્વરૂપમાં ભક્તિ પ્રગટીને જો ચિત્ત તેમાં જ રમે તો કાળે કરીને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેમ શ્રી નેમિનાથ ભગવાન પ્રત્યે રાજાલનો શુદ્ધ પ્રેમ પ્રગટ્યો તો તે કેવળજ્ઞાનનું કારણ થયું. અથવા શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે સાચી ભક્તિ ઊપજી તો તે પણ કેવળજ્ઞાનને આપનાર સિદ્ધ થઈ. માટે એવો કોણ મૂર્ખ હોય કે જે ઇન્દ્રિયના ક્ષણિક સુખોને ઇચ્છી પોતાના આત્માથી જ પ્રાપ્ત થતા શાશ્વત સુખનો નાશ કરે. ||૧૬ાા. ઇચ્છિત શિવસુખ સિદ્ધિ પામો, જો સબોથ ઉપાસોજી; જિનાગને દીસે, પણ તેનો આસમુખે નિવાસોજી. જિન અર્થ - તમે તમારી ઇચ્છા પ્રમાણે મોક્ષસુખની સિદ્ધિ પામો, પણ જો સપુરુષના આપેલા સદ્ગોઘને ઉપાસો તો. તે સદ્ગોઘ જિનાગમમાં દેખાય છે. પણ તેનો મર્મ આત્મજ્ઞાની પુરુષ પાસે છે. તે આસ એટલે વિશ્વાસ કરવાલાયક પુરુષ છે. તેમના મુખેથી આત્મધર્મનો મર્મ જાણી ઉપાસવા યોગ્ય છે; તો જ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૧ળા દ્વાદશ ગુણસ્થાનક સુથ આશય આગમનો ઉપકારીજી, રાતદિવસ સાધુજન સેવે આત્મદાઝ ઉર ઘારીજી. જિન અર્થ :- બારમાં ગુણસ્થાનકના અંત સુધી આગમનો આશય ઉપકારી છે. તેથી રાતદિવસ સાધુપુરુષો આગમના આશય પ્રમાણે ચાલે છે. તેમ ચાલવામાં એમના હૃદયમાં પોતાના આત્મકલ્યાણની ઊંડી દાઝ રહેલી છે. ||૧૮. સત્સમાગમ ને સત્કૃત બે સત્સાઘન આરાઘેજી, તે દાવાનલ કળિકાળનો ટાળી શિવપથ સાથેજી. જિન અર્થ :- જે ભવ્યાત્મા સપુરુષનો સમાગમ તથા સન્શાસ્ત્રરૂપ ઉત્તમ બે સાઘનોની આરાઘના કરશે, તે આ કળિકાળના ભયંકર ત્રિવિઘ તાપમય દાવાનલથી બચી જઈ મોક્ષમાર્ગમાં નિર્વિને પ્રયાણ કરશે. ૧૯ાા સત્સાઘનહીંને સાથે લોકો અહંકારમાં પેઠાજી; મન આહાર, વિહાર, વિષયમાં; ટોળાં વાળી બેઠાજી. જિન. અર્થ :- મુનિઘર્મની આરાધનાના સત્યસાઘન તે સ્વાધ્યાય અને ધ્યાન છે. તે સાઘનોથી હીન વર્તનવાળા સાધુ લોકો પોતાને મોટા માની, રત્નત્રયના ઘારક માની માત્ર અહંકાર કરનારા છે. કેમકે તેમનું મન તો આહાર એટલે ખાવાપીવામાં સંલગ્ન અથવા વિહારના વિકલ્પોમાં આસક્ત, કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે, તેમજ અનેક શ્રાવકોમાં પોતાપણું માની તેમના ટોળાવાળીને સમય પસાર કરનારા છે. એવા કહેવાતા સાધુપુરુષો શુદ્ધ આત્મધર્મને નહીં જાણવાથી પોતાનું કે પરનું આત્મકલ્યાણ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy