SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) જિનાગમ – સ્તુતિ ૩૯૭ અર્થ - સમુદ્રનો સાર જેમ એક બિંદુમાં સમાય છે તેમ આગમનો સાર સદ્ગુરુ દ્વારા ઉપદિષ્ટ સમ્યકમંત્રમાં સમાય છે. તે મંત્રનું આરાધન કરવાની આત્મજ્ઞાની ગુરુદેવની આજ્ઞા છે, જે વિદ્યુત યંત્રને ચલાવવામાં ચાવી સમાન છે. પ.પૂ.પ્રભુશ્રી કહે – કીલી ગુરુકે હાથ, નહીં પાર્વેગે ભેદ વેદમેં.” -ઉપદેશામૃત /૧૦ના સર્વાગમની ઉત્પત્તિ જો, ત્રિપદી વીરે દીથીજી, યોગ્ય ભૂમિમાં ઊછરી, ફાલી, અંગ-પૂર્વ સુર્થી સીઘીજી. જિના અર્થ :- સર્વ આગમની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે ઉત્પાદ, વ્યય, દુવ્રરૂપ ત્રિપદી શ્રી મહાવીર ભગવાને ગણઘર પુરુષોને આપી. તે ગણઘર જેવા યોગ્ય પુરુષરૂપ ભૂમિમાં ઊછરી અને કાળી ફુલી તથા બાર અંગ, ચૌદપૂર્વ સુધી તેનો સીધો વિસ્તાર તે પુરુષોએ કરી લોકો ઉપર પરમોપકાર કર્યો. ./૧૧|| સો વિસ્તાર સમાય અસંગે એ અર્થે સો શાસ્ત્રોજી, સમજ્યા તે જ માયા તેમાં, સમજનાર સુપાત્રો'. જિન અર્થ :- બાર અંગ, ઉપાંગ, ચૌદપૂર્વો વગેરેનો વિસ્તાર અસંગતામાં સમાય છે, અર્થાત્ સૌ શાસ્ત્રો ભણીને અસંગતા પ્રાપ્ત કરવાની છે. એના અર્થે જ બધા શાસ્ત્રો રચાયા છે. “સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વે વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.” (વ.પૃ.૪૬૯) તે શાસ્ત્રોના ભાવોને જે સમજ્યા તે જ સ્વરૂપે સમાયા છે. તે ભાવોને સમજનાર સુપાત્ર જીવો છે. I/૧૨ા. પાત્ર થવા સમ્બોઘ ઉપાસો, જે સત્પરુષે દીઘોજી, સદાચારથી તે સમજાશે, આ જ માર્ગ મેં લીથોજી. જિનક અર્થ - તે અસંગતાને પ્રાપ્ત થવા માટે સત્પરુષે આપેલા સતબોઘની ઉપાસના કરો. સાત વ્યસન, સાત અભક્ષ્ય વગેરે સદાચારના પાલનથી તે બોઘનો મર્મ સમજાશે. પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે આજ માર્ગ મેં પણ લીઘો છે. ૧૩ા. સાચી અગ્નિ કામ લાગશે, ગ્રંથ લખી નકામીજી; તેથી સદ્ગુરુ શોથી, શોઘજો સત્ય, બની નિષ્કામીજી. જિન અર્થ - સાચી અગ્નિનો તણખો કામ લાગશે. ગ્રંથમાં લખેલ “અગ્નિ” શબ્દ નકામો છે, તેથી કંઈ કાર્ય સરે નહીં. તેમ શ્રી સાચા સદગુરુ ભગવંતની શોઘ કરી, તેની પ્રાપ્તિ થયે આત્માના સત્ય સ્વરૂપને શોધવાનો પ્રયત્ન કરજો. અને તેમ કરતા કોઈ પણ પ્રકારની આકાંક્ષા સપુરુષ પ્રત્યે રાખશો નહીં, તો જ આત્માર્થની સિદ્ધિ થશે. ||૧૪. ઉર વિષે વસશે આગમ સો, પ્રેમ પરમ જો જાગેજી, અનુભવ ગુરુની ભક્તિ કરતાં “પ્રભુ પ્રભુ” લય લાગેજી. જિનઅર્થ :- પરમપ્રેમ જો સપુરુષ પ્રત્યે જાગશે તો તમારા હૃદયમાં સર્વ આગમોનું રહસ્ય આવીને વસશે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં.” -શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે જણાવ્યું કે “સોભાગ પ્રેમ સમાથિમાં વર્તે છે.”
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy