SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) નિયમિતપણું ૩૯ ૧ અર્થ - ગંદા હાથે આપણે જ્યાં જ્યાં અડીશું, તે તે વસ્તુઓ પણ ગંદી થઈ જશે. તેમ ગંદા ભાવે દેહ આદિમાં પ્રીતિ કરીશું તો મોહ વધશે અને આત્મા મલિન થઈ નવા કર્મબંઘ કરશે. માટે ચોખ્ખા હાથ થતાં સુઘી જેમ શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ છીએ તેમ આત્માના શુદ્ધભાવ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી નિયમિત વર્તન કરવું અર્થાત્ ભગવાનની આજ્ઞા પ્રમાણે મર્યાદાપૂર્વક વર્તવું એ જ જીવને કલ્યાણકારક છે. ૧૩. સદગુરુ-બોઘ વિચારી વિરાગે, ઉપશમ રસમાં ઝીલો રે, તજી અનાદિ ગંદા ભાવો, આત્મદ્રષ્ટિ-રસ પી લો રે. આત્મક અર્થ - સદ્દગુરુનો બોઘ વિચારી, વૈરાગ્યભાવ લાવી કષાય શમાવી ઉપશમ રસમાં ઝીલો. તથા અનાદિકાળના વિષયકષાયથી લિસ અશુભરાગરૂપ ગંદા ભાવોને દૂર કરી, સર્વમાં આત્મા જોવાની દ્રવ્ય દ્રષ્ટિ કેળવી, આત્મશાંતિરૂપ અમૃત રસને પીઓ. ૧૪ રાજમાર્ગ સમ નિયમિત માનો મોક્ષમાર્ગ સંસ્કારી રે, કરી સત્સંગ સમજ સુઘારી બનો મોક્ષ-અધિકારી રે. આત્મક અર્થ - રાજમાર્ગ એટલે ઘોરીમાર્ગ સમાન મોક્ષમાર્ગ પણ નિશ્ચિતપણે સંસ્કારી જીવોને મોક્ષે પહોંચાડે છે. તે સંસ્કાર મેળવવા માટે સત્સંગ કરીને પોતાની સમજને સવળી કરી તમે પણ મોક્ષ પામવાના અધિકારી થાઓ. ૧૫ા. ઑવ અજ્ઞાન-પરિણામી જો નિયમિતપણે આરાશે રે, પણ આરાઘન ઊંધું તેથી કંઈ કલ્યાણ ની સાથે રે. આત્મઅર્થ:- અનાદિથી અજ્ઞાન ભાવોમાં જ પરિણમેલો જીવ ભલેને તે જપ તપ ભક્તિ આદિ નિયમિત એટલે મર્યાદાપૂર્વક કરે, પણ તે જો કુગુરુ આશ્રયે અથવા સ્વચ્છેદે જ કરતો હોય તો તેનું આરાઘન ઊંધુ હોવાથી આત્માના કલ્યાણને તે કંઈ પણ સાધી શકશે નહીં. ૧૬ાા. તેમ મોહમય લૌકિક માર્ગે સાધુ-ર્જીવન વિતાવે રે, વ્રત, તપ પુષ્પો મોહવૃક્ષનાં ભવરૃપ ફળ પ્રગટાવે રે. આત્મઅર્થ - તેમ આ લોક કે પરલોકના સુખની ઇચ્છારૂપ મોહમય લૌકિક માર્ગમાં પડી રહી ભલે ને સાથે જીવન વ્યતીત કરે, પણ તેના વ્રત, તપ મોહરૂપી વૃક્ષના જ પુષ્પો હોવાથી તે સંસારરૂપ ફળને જ આપનાર થાય છે. ૧થા. અસંસારગત વાણી સુણને અસ્વચ્છંદ પરિણામે રે, તે આઘારે જીવ ઑવે તે પવન ભવ-ઘન સામે રે. આત્મા અર્થ - પણ પુરુષની અસંસારગત એટલે સંસારભાવને નાશ કરનારી એવી વાણીને સાંભળી, પોતાનો સ્વચ્છેદ મૂકી, તેમની આજ્ઞાના આધારે જીવ જીવન જીવે તો તે વિઘન એટલે સંસારરૂપી વાદળાને ઉડાડવા માટે પવન જેવો સિદ્ધ થાય અર્થાત્ તેના સંસારનો આકાર નિરાકારતાને પામે છે. અસંસારગત વાણીનો અસ્વચ્છેદપરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (વ.પૃ.૩૬૩) I/૧૮. સમ્યગ્દર્શન તે ધ્રુવતારો, દિશા સત્ય બતાવે રે, વ્રત, નિયમ સૌ તેથી સવળાં, વર્તાવે સમભાવે રે. આત્મા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy