SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- મુખથી બોલવામાં કે હસવામાં કે હરવા ફરવા આદિ કાર્યોમાં સદા નિયમિત રહેવું. તથા વચન નયન યમ નાહી' એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેથી નેત્ર વિકાર એટલે નેત્રવડે રૂપાદિ જોઈ રાગ વગેરે ઘટાડવામાં પ્રવર્તવું. તેમજ બીજી ઇન્દ્રિયોના વિષયો શ્રવણ, સ્પર્શ, રસ, ગંઘ છે, તે ભણી પણ વિચારરહિતપણે દોડ કરવી નહીં. અર્થાત્ તેમાં પણ ન છૂટકે જ પ્રવર્તવું. સદા સંયમિત રહેવું અને ભગવાને બોઘેલા નિયમપૂર્વક જ વર્તન કરવું એ જ આત્માને હિતકારી છે. છેલ્લા વચન મઘુર, મિત શબ્દો સહ પણ, શાંત, સત્ય ઉચ્ચારો રે, હિતકર, કોમળ, કષાય-ઘાતક, પ્રભુ-ગુણગ્રામે ઘારો ૨. આત્મઅર્થ - હવે વિચારસહિત ઇન્દ્રિયોને નિયમપૂર્વક શુભમાર્ગે પ્રવર્તાવવાની ભલામણ કરે છે : વચન મીઠા, મિત એટલે માપસર શબ્દોમાં, શાંત, સત્ય, હિતકાર, કોમળ અને કષાયના ઘાતક એવા ઉચ્ચારો તથા વચનયોગને પ્રભુના ગુણગ્રામ કરવામાં રોકી રાખો જેથી તે અશુભમાં પ્રવર્તે નહીં અને મન શાંત રહે. “વચન શાંત, મઘુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે.” (વ.પૃ.૫) I/૧૦ના નિયમિત વર્તન સદાચાર છે, દુરાચાર દુખદાયી રે, સુવિચારક નરનારી, સમજો સત્સલ અતિ સુખદાયી રે. આત્મઅર્થ :- નિયમિત વર્તન એટલે મર્યાદાપૂર્વક વર્તવું એ જ સદાચાર છે. દુરાચારે પ્રવર્તવું એ દુઃખદાયી છે. “સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ.” (વ.પૃ.૭) “દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે.” (વ.પૃ. ૫) માટે સમ્યક્ રીતે વિચાર કરનાર નરનારીઓએ આ વાતને દૃઢપણે સમજી લેવી કે સદાચાર એ જ આ ભવ કે પરભવ બન્નેમાં સુખ આપનાર છે. II૧૧ાા રમો સદા નિર્દોષ સુખે સૌ, દોષ તજી આનંદો રે, શરીર ફેંપી કાદવમાં સુખ શું? દેહદ્રષ્ટિ નર ગંદો રે. આત્મઅર્થ – હે ભવ્યો! સદા આત્માના નિર્દોષ સુખમાં રમણતા કરો. જે વડે આત્મા દોષિત થાય એવા આનંદમાં લક્ષ રાખો નહીં. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નિકળે.” -શ્રીમદ્ રાજચંદ્ર દુર્ગઘમય સસ ઘાતુઓથી બનેલ શરીરરૂપી કાદવની કુંડીમાં રમવું તે શું સુખ છે. એવા મલિન દેહમાં પ્રીતિ ઘરનાર મનુષ્ય ગંદી દ્રષ્ટિવાળો છે. એ દ્રષ્ટિ જીવને કર્મ બંઘાવનાર છે અને નવા દેહ ઘારણ કરવાનું છે કારણ છે. ‘ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.’ -શ્રીમદ્ રાજચંદ્ર /૧૨ા. ગંદા હાથે જ્યાં જ્યાં અડશો, થશે અશુભ પ્રચારો રે, તેથી ચોખ્ખો હાથ થતાં સુથી કર નિયમિત સંચારો રે. આત્મા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy