SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ૪૭૫ સહિત તે બન્ને કુમારોને ગણધર ભગવંત પાસે બોલાવી લાવ્યો. ||૧૧ાા ઘર્મ શ્રવણ કરી સંયમ ઘારે બન્ને વીર, ગણી જન્મ નવો, જ્ઞાન-ધ્યાનમાં લક્ષ એક લે–ગણઘરગુણ ના વીસરવો. નૃપ પાસે જઈ મંત્રી વિનવે : “આજ્ઞા આપની પૂર્ણ કરી, ગિરિ ગુફામાં લઈ જઈ સોંપ્યા બાળ, અશ્રુજળ નયન ભરી. ૧૨ અર્થ – બન્ને શૂરવીર કુમારોએ ગણઘર ભગવંત પાસે ઘર્મ શ્રવણ કરીને જાણે અમારો નવો જન્મ થયો એમ માની, ભાવપૂર્વક સંયમ ઘારણ કર્યો અને ગુરુ આજ્ઞાએ જ્ઞાન-ધ્યાનમાં એક આત્મશુદ્ધિના લક્ષપૂર્વક પ્રવર્તવા લાગ્યા. આવા પરમોપકારી ગણથર ગુરુગુણના ઉપકારને કદી વિસરવો નહીં એવું મનમાં દ્રઢ કરવા લાગ્યા. હવે મંત્રી રાજા પાસે જઈને વિનયપૂર્વક કહેવા લાગ્યો કે મહારાજ ! આપની આજ્ઞા પૂર્ણ કરી, પર્વતની ગુફામાં બાળકુમારોને લઈ જઈ આંખમાં અશ્રુજળ સહિત બન્નેને સોંપી દીધા. /૧૨ા ઉગ્ર સિંવૃત્તિ મેં નીંરખી અતિ તીવ્ર નિજ કાર્ય વિષે, ઘાર્યું કાર્ય થશે આ સ્થળમાં, ઊગ આશા મનગગન દિશે; પછી કહ્યું મેં: ‘તજી સુખેચ્છા, ઉર કરો તમ વજ-કઠિન, ઇષ્ટદેવનું સ્મરણ કરી લ્યો, પરભવ કાજે બની તલ્લીન.” ૧૩ અર્થ - ત્યાં પર્વતની ગુફામાં પોતાના કાર્ય વિષે ઉગ્ર સિંહવૃત્તિ જોઈને મનમાં થયું કે આ સ્થળમાં ઘાર્યું કાર્ય જરૂર થશે, એવા આશાના કિરણ મનરૂપી આકાશમાં ઊગી નીકળ્યા. પછી મંત્રીએ રાજાને જણાવ્યું કે મેં કુમારોને એમ કહ્યું કે હવે તમે સંસાર સુખની ઇચ્છાને તજી દઈ તમારા હૃદયને વજ સમાન કઠિન કરો; અને પરભવમાં જવા માટે ઇષ્ટદેવમાં તલ્લીન થઈ તેનું સ્મરણ કરી લો. I૧૩ના બન્નેએ ત્યાં ઉત્તર દીઘા : “ફિકર અમારી જર ન કરો. દંડ કષ્ટ ભણી ના જોશો, કર્યા કર્મનો નહિ ખરખરો?” પરલોક જવા તૈયાર થયા તે, કામ એમ મુજ પૂર્ણ થયું, મહારાજ, હું પછી અહીં આવ્યો, થનાર હતું તે થઈ ગયું.” ૧૪ અર્થ - ત્યારે બન્ને કુમારોએ જવાબમાં કહ્યું કે “અમારી ફિકર તમે જરી પણ કરશો નહીં. દંડના કષ્ટ ભણી જોશો મા, કેમકે કરેલા કર્મના ફળ ભોગવવામાં અમને કોઈ ખેદ નથી, અફસોસ નથી. એમ સંસારસુખની વાસનાને મારી પરલોક જવા માટે તે તૈયાર થયા, જેથી આપનું સોંપેલું કામ મારા હાથે પૂર્ણ થયું જાણી મહારાજ ! હું પછી અહીં આવ્યો છું. જે થનાર હતું તે થઈ ગયું. I૧૪ll વચન સુણી મંત્રીનાં નૃપ-મન અતિ આકુલિત વ્યથિત થયું, પવન વિનાના સ્થળમાં તરુસમ નિશ્ચળ નૃપતન સ્તબ્ધ થયું; પછી શોક સહ કહે: “કર્યું તેં કામ કારમું કાળ સમું, પુષ્પ મનોહર કરમાવી દે તેમ મને એ નથી ગમ્યું.” ૧૫ અર્થ :- આવા મંત્રીના વચન સાંભળીને રાજાનું મન અત્યંત આકુળતાથી દુઃખિત થઈ ગયું. જેમ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy