SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કોઈ હવા વગરના સ્થાનમાં વૃક્ષના પાન હાલ્યાચાલ્યા વિના સ્થિર રહે તેમ રાજાનું શરીર સ્તબ્ધ એટલે દિમૂઢ બની ગયું. પછી શોકસહિત રાજા કહેવા લાગ્યા કે તેં આ કામ કાળ સમાન ભયંકર કર્યું છે. મનોહર પુષ્પને કોઈ કરમાવી દે તેમ આ કામ મને નથી ગમ્યું. ૧પના અભિપ્રાય રાજાનો જાણી મંત્રી વાત યથાર્થ કહે, “વનગિરિ પર્વત પર મુનિ-કેસરી નિર્ભય બની વનમાંહિ રહે; તપચેષ્ટામાં ઉગ્રપણે તે વર્તે ગુરુનાં વચન સુણી, દીક્ષિત બન્ને બાળ બનીને સાથે પરભવ-કાર્ય ગુણી.” ૧૬ અર્થ :- હવે રાજાનો અભિપ્રાય સ્પષ્ટ જાણીને મંત્રીશ્વર યથાર્થ વાત કહેવા લાગ્યા કે મહારાજ ! વનગિરી નામના પર્વત ઉપર સિંહ સમાન ગણઘર-મુનિવર નિર્ભયપણે ત્યાં રહેલા છે. તે ઉગ્રપણે તપની ચેષ્ટામાં પ્રયત્નવાન છે. એવા ગણઘર ગુરુના વચન સાંભળીને બન્ને બાળકુમાર દીક્ષિત બની જઈ પોતાના પરભવના ઉત્તમ ગુણરૂપ કાર્યને સાધવામાં તત્પર બની ગયા છે. ૧૬ાા. પ્રજાપતિ સંતુષ્ટ થયો બહુ, સુણી સ્પષ્ટ વચનો બોલે “બેય-લોક-હિત-સાઘક મંત્રી, મિત્ર ન કોઈ તુજ તોલે. કુપુત્ર સમાન જ વિષય-ભોગ હું ગણું પાપ-નિંદા-દાતા; રાજ્યભાર કોઈ વારસને દઈ, શોધું હું ભવ-ભયત્રાતા.” ૧૭ અર્થ - મંત્રીના આવા વચન સાંભળી પ્રજાપતિ રાજા બહુ સંતુષ્ટ થયા અને સ્પષ્ટ વચન કહેવા લાગ્યા કે હે મંત્રી ! આ લોક અને પરલોક બન્ને લોકનું હિત કરનાર તારા સમાન આ જગતમાં કોઈ મિત્ર નથી. કુપુત્ર સમાન જ અનેક પ્રકારે દુઃખ આપનાર એવા આ વિષયભોગને હવે હું ગણું છું, તથા પાપને દેવાવાળા અને માત્ર નિંદા ન કરાવનારા તેમને જાણી હવે હું આ રાજ્યનો ભાર કોઈ વારસદારને સોંપી દઈ, સંસારભયથી બચાવનાર એવા જ્ઞાની ગુરુની શોધ કરવા માગું છું. ||૧ળા. વનગિરિ જઈ ગણઘરપદ પૂજી નૃપ નવદીક્ષિત પ્રતિ કહે : “ક્ષમા કરો અપરાશ મહા મુજ, રાજકાજ મુજ ચિત્ત દહે.” કુંવર કહે : “ગુરુ આપ અમારા, આ ભવ-પરભવ-હિતકારી સંયમ ઘારણ કરાવનારા, લીંઘા પાપથી ઉગારી.” ૧૮ અર્થ - રાજા હવે વનગિરી નામના એ જ પર્વત પર જઈ ગણઘર મુનિવરના ચરણકમળની પૂજના કરી નવીન દીક્ષા ઘારણ કરેલ એવા કુમારો પ્રતિ કહેવા લાગ્યા : હે કુમારો! મારો અપરાશ ક્ષમા કરો. આ રાજનીતિના કારણે મારે તમને દંડ દેવો પડ્યો. આવા રાજકાર્ય હવે મારા ચિત્તમાં બળતરા ઉપજાવે છે. રાજાના વચન સાંભળી કુમારો કહેવા લાગ્યા : “આપ તો અમારા આ ભવ અને પરભવ બન્ને સુઘારનાર હોવાથી અમારા ગુરુ છો. આ સંયમ ઘારણ કરાવવામાં નિમિત્તરૂપ પણ આપ છો, અને વળી અમારા દુષ્કૃત્યથી થનાર પાપથી ઉગારનાર પણ આપ જ છો. |૧૮ાા. પ્રજાપતિ સંયમ ઘર પામ્યા સિદ્ધિ-પદ સૌ કર્મ હણી; કુમારમુનિ બન્ને વિચરતા ગયા ખગપુર-બાગ ભણી.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy