SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ માટે મંત્રી કે મ નહિ કરે તો ચચંદ્ર એ કિબીતા." દક્ષિણ કર પણ દુષ્ટ હોય નિજ, નૃપ કાપી ફેંકી દેતા, કૃત્યાકૃત્ય-વિવેકરહિત નૃપને સૌ મૂર્ખ ગણી લેતા; સજ્જન-પાલન, દુષ્ટદમન એ નીતિ નૃપની નિત્ય ટકો, મંત્રી, મહાજન, સમજું છો તો હવે દુરાગ્રહથી અટકો.”૮ અર્થ - આપણો ડાબો હાથ પણ કદિ દુષ્ટ દોષ કરે તો રાજાએ તેને કાપીને ફેંકી દેવો જોઈએ. કરવા યોગ્ય કે નહીં કરવા યોગ્ય એવા વિવેક રહિત રાજાને સૌ પ્રજાજનો પણ મૂર્ખ ગણશે. સજ્જન પુરુષોનું પાલન કરવું અને દુષ્ટ પુરુષોનું દમન કરવું એ નીતિ રાજાની નીતિશાસ્ત્રમાં વર્ણવેલ તે હમેશાં ટકી રહો. માટે મંત્રી કે મહાજન! તમે બઘા સમજુ છો તેથી આવા દુરાગ્રહથી વિરામ પામો. Iટા પુત્ર-પ્રેમ નહિ પ્રબળ ભૂપમાં સમજી મંત્રી અરજ કરે : મહારાજા જો હુકમ કરે તો હું શિક્ષા દઉં મુજ કરે.” નૃપતિની સંમતિ લઈ મંત્રી વિજય-ચંદ્ર સહ પરવરતા, વનગિરિ પર જઈ મંત્રી બોલે: મરણ સમીપ છે, નહિ બીતા.”૯ અર્થ :- પુત્ર ઉપર રાજાનો પ્રબળ પ્રેમ નથી એમ સમજીને મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ જો હુકમ કરે તો હું મારા હાથે બન્નેને સ્વયં શિક્ષા આપું. રાજાની સંમતિ લઈને મંત્રી, વિજય અને ચંદ્રચૂલને સાથે લઈ વનગિરિ નામના પવિત્ર પર્વત ઉપર જઈને કહેવા લાગ્યો કે હે કુમાર! હવે મરણ નજીક છે, ડરશો મા. લા રાજકુમાર કહે : “નહિ ડરીએ; કરે કામ તે કેમ ડરે? તરસ્યાને શીતળ જળ જેવું મરણ સુણી મુજ ઉર ઠરે.” આ ભવ પરભવ સુધરે તેવા રસ્તા માટે શિખર પરે મંત્રી ચાલ્યો ત્યાં ગણઘર શ્રી મહાબલ નીરખી નયન ઠરે. ૧૦ અર્થ - પ્રત્યુત્તરમાં રાજકુમાર કહે અમે ડરીએ એવા નથી. મૃત્યુથી ડરતા હોઈએ તો એવા કામ કોણ કરે. તરસ્યા માણસને શીતળ જળ સમાન આ મરણની વાત સાંભળીને મારું હૃદય ઠરે છે. શૂરવીરોને વળી ભય શાનો? કુમારની આવી વાત સાંભળી એમનો આ ભવ અને પરભવ બન્ને સુધરે તેવો ઉપાય વિચારી મંત્રી પર્વતના શિખર ઉપર ચાલતા ગયા. ત્યાં મહાબલ નામના ગણઘર મુનિવરના દર્શન કરી તેમના નેત્ર પાવન થઈ ગયા. /૧૦ના વંદન કરી કહે મંત્રી આગમ-કારણ ગણઘર મુનિવરને, જ્ઞાની ગણઘર કહે : “ડરો ના, બન્ને બનશે નરવર તે, ભવ ત્રીજે બનશે બન્ને એ કેશવ, રામ સુઘર્મ ઘરી.” બોલાવી લાવ્યો બન્નેને મંત્રી ઉર ઉલ્લાસ ભરી. ૧૧ અર્થ :- ગણધર મુનિવરને વંદન કરી મંત્રીવર પોતાનું આગમન કારણ જણાવે છે. ત્યારે મન:પર્યવજ્ઞાનના ઘારક એવા ગણધર ભગવંત બોલી ઊઠ્યા : મંત્રીશ્વર! ડરો નહીં, આ બન્ને કુમાર નરોમાં શ્રેષ્ઠ બનશે. બન્ને કુમારો આ ભવમાં સમ્યક ઘર્મ ઘારણ કરીને ત્રીજા ભવે એક કેશવ એટલે લક્ષ્મણ નામે વાસુદેવ થશે અને બીજા શ્રી રામ નામથી બળભદ્ર બનશે. એમ સાંભળી મંત્રી ઉલ્લાસભાવ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy