SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १५९ योग्यविशेषगुणत्वेन हेतुत्वात्, मुक्तौ विशेषगुणानुत्पत्त्या पूर्वविशेषगुणनाशायोगात् । न च सुषुप्तिप्राक्कालीनज्ञाननाशे व्यभिचारवारणाय स्वपूर्ववृत्तित्वं स्वाधिकरणक्षणप्रागभावाधिकरणक्षणवृत्तित्वं वाच्यं, अतश्चरमज्ञानसुखादेः द्वितीयक्षणविशिष्टस्य स्वस्यैव स्वनाशकत्वान्न व्यभिचार इति वाच्यम् । एवं सति अन्यत्रापि स्वस्यैव વળી, એક વાત એ છે કે જન્મભાવત્વને નાશ્યત્વનું વ્યાપ્ય માનવામાં આવે તો પણ અહીં સવાલ એ આવે કે નાશ્યત્વવ્યાપ્યતાવચ્છેદકીભૂત જન્યત્વનું સ્વરૂપ શું છે ? પ્રાગભાવપ્રતિયોગિત્વની અપેક્ષાએ કાલિકસંબંધથી ઘટત્વસ્વરૂપ જન્યત્વ લઘુશ૨ી૨ હોવાથી અને કાલિકવિશેષણતા સંબંધથી ઘટત્વ કાર્યમાત્રમાં રહેવાથી કાલિકસંબંધથી ઘટત્વને જ જન્યત્વસ્વરૂપ માનવામાં આવે તો વિનિગમનાવિરહને લીધે કાલિકસંબંધથી પટત્વ, મઠત્વ વગેરેને પણ જયત્વરૂપ માની શકાય છે, કારણ કે તે બધા પણ કાર્યમાત્રમાં રહેવાને લીધે કાર્યતાસમનિયત છે. પણ આવું માનવા જતાં જન્યત્વ સ્વયં કાલિકવિશેષણતા સંબંધથી ઘટત્વ-પટત્વાદિમત્ત્વ સ્વરૂપ બનવાને લીધે બહુરૂપી બની જશે. જન્યત્વ અનેકવિધ બનવાને લીધે, પ્રતિયોગી હોવાથી નાશહેતુરૂપે સિદ્ધ થનાર જન્યભાવમાં રહેનાર નાશહેતુતા અવચ્છેદકીભૂત જન્યભાવત્વ પણ અનેકવિધ =અપરિમિત બની જશે. નાશકારણતાવચ્છેદક અનેકવિધ બનવાને લીધે કાર્યકારણભાવ પણ અનેકવિધ થવાથી મહાગૌરવ આવશે. આથી જન્યભાવત્વને નાશહેતુતાઅવચ્છેદકસ્વરૂપ માનવું અપ્રામાણિક છે—એમ સિદ્ધ થાય છે. શ્ર્ચિ॰ । વળી, બીજી વાત એ છે કે કદાચ જન્યભાવત્વને નાશહેતુતાઅવચ્છેદક માનવામાં આવે તો પણ મોક્ષમાં સુખ વગેરેનો ધ્વંસ તૈયાયિકમતાનુસાર કેવી રીતે થઈ શકે ? આનું કારણ એ છે કે નૈયાયિક મતાનુસારે પ્રતિયોગિતા સંબંધથી ઉત્પન્ન થનાર યોગ્ય આત્મવિશેષગુણના નાશ પ્રત્યે ઐકાધિકરણ્યઅવચ્છિન્ન સ્વપૂર્વવૃત્તિત્વસંબંધથી યોગ્યવિશેષગુણ કારણ છે. દા.ત. સંસારદશામાં ચૈત્રમાં જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઇચ્છા ઉત્પન્ન થાય તો તે ઇચ્છા પૂર્વવૃત્તિ જ્ઞાનની નાશક બનશે, કારણ કે તે જ્ઞાન ઇચ્છાનું સમાનાધિકરણ અને ઇચ્છાની પૂર્વવૃત્તિ હોવાથી ઇચ્છાસામાનાધિકરણ્યવિશિષ્ટ-સ્વપૂર્વવૃત્તિત્વસંબંધથી જ્ઞાનમાં રહેશે તથા પ્રતિયોગિતા સંબંધથી જ્ઞાનનાશ પણ જ્ઞાનમાં જ ઉત્પન્ન થશે. કાર્ય-કારણ વચ્ચે સામાનાધિકરણ્ય ઘટી જવાથી ઉપરોક્ત કાર્યકારણભાવ નૈયાયિકમતાનુસાર સંગત થાય છે. પરંતુ મુક્તિમાં તો વિશેષ ગુણની ઉત્પત્તિ ન થવાથી પૂર્વવૃત્તિ સુખાદિ વિશેષગુણનો નાશ કેવી રીતે થશે ? કેમ કે પૂર્વવૃત્તિ ગુણમાં સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વપૂર્વવૃત્તિતાસંબંધથી કોઈ વિશેષ ગુણ રહેતા જ નથી. કારણની ગેરહાજરીમાં કાર્ય કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? નૈયાયિક :- ૧ ૬ સુ॰ । અહીં કારણતાઅવચ્છેદકસંબંધમાં જે સ્વપૂર્વવૃત્તિતાનો નિવેશ કરવામાં આવેલ છે, તેનો અર્થ સ્વપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતા કરવામાં આવે તો સુષુપ્તિપૂર્વકાલીન જ્ઞાનના નાશમાં વ્યતિરેક વ્યભિચાર આવશે. કારણ કે સુષુપ્તિમાં કોઈ વિશેષગુણ ઉત્પન્ન ન થવાથી સુષુપ્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાન કોઈ પણ સમાનાધિકરણ વિશેષગુણના પ્રાગભાવની
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy