SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ मुक्तिवादः गौरवम्, आगममूलत्वात् । न च जन्यभावस्य सतो ध्वंस आवश्यकः, अभावस्येव भावस्यापि कस्यचिदुत्पन्नस्याप्यविनाशसम्भवात्, जन्यभावत्वेन नाशहेतुत्वे मानाभावात्, नाशकारणानां नाश्यनिष्ठतयैव हेतुतया दोषाभावात्, कालिकसम्बन्धेन घटत्व-पटत्वादिमत्त्वरूपजन्यत्वस्य नानात्वात् । किञ्च जन्यभावत्वेन नाशहेतुत्वेऽपि कथं मुक्तौ सुखादिध्वंस: ? तव प्रतियोगितया योग्यात्मविशेषगुणनाशं प्रति ऐकाधिकरण्यावच्छिन्नस्वपूर्ववर्तित्वसम्बन्धेन સુખાનુભવનો ધ્વંસ ભલે ન થાય પરંતુ મોક્ષદશામાં તેની ઉત્પત્તિ થાય છે તે શરીર વગેરેની ગેરહાજરીમાં કેવી રીતે ઘટી શકે ? તો તેનો જવાબ એ છે કે જો દેહાદિને આત્માના પ્રાગભાવપ્રતિયોગી વિશેષ ગુણોનું કારણ માનવામાં આવે તો મોક્ષ અવસ્થામાં શરીર વગેરે ન હોવાથી સુખ અને સુખાનુભવની ઉત્પત્તિ જરૂર અસંભવિત થશે. પરંતુ ધ્વસંપ્રતિયોગી જન્ય આત્મવિશેષગુણો પ્રત્યે શરીર આદિને કારણ માનવામાં ઉપરોક્ત દોષને અવકાશ નથી રહેતો, કારણ કે મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ ધ્વસના અપ્રતિયોગી હોવાથી તેની ઉત્પત્તિ શરીર આદિની ગેરહાજરીમાં પણ થઈ શકશે. આથી શરીર વગેરેને આત્માના ધ્વંસપ્રતિયોગી વિશેષ ગુણોનું જ કારણ માનવું ઉચિત છે. અહીં એવી શંકા થાય કે–મુક્તિમાં સુખને પ્રાગભાવપ્રતિયોગી માનવામાં આવે તો તેના પ્રત્યે નવા કારણની કલ્પના આવશ્યક બનવાથી કાર્યકારણભાવમાં ગૌરવ થશે–તો એનું સમાધાન એમ છે કે મુક્તિમાં સુખ છે–આ વાત આગમ પ્રમાણથી સિદ્ધ હોવાથી મોક્ષકાલીન સુખ, જ્ઞાન વગેરે પ્રત્યે અન્ય કારણની કલ્પના એ આગમમૂલક હોવાથી તે ગૌરવ ફલમુખ =પ્રમાણસિદ્ધનું નિર્વાહક છે. તેથી તેના સ્વીકારમાં કોઈ દોષ નથી. જે ભાવપદાર્થો જન્ય હોય તેનો ધ્વંસ અવશ્ય થાય છે. જેમ કે ઘટ, પટ વગેરે ભાવ પદાર્થો જન્ય હોવાથી ધ્વંસપ્રતિયોગી બને છે. આથી મુક્તિકાલીન સુખ, જ્ઞાન વગેરેને પ્રાગભાવપ્રતિયોગી =જન્ય માનવામાં આવે તો તેનો પણ ક્યારેક નાશ થવાની આપત્તિ આવશે. આ સમસ્યાનું સમાધાન એ છે કે જે રીતે ધ્વંસ જન્મ=પ્રાગભાવપ્રતિયોગી હોવા છતાં અવિનાશી છે તે રીતે મુક્તિસુખ વગેરે પણ જન્ય હોવા છતાં અવિનાશી સંભવી શકે છે. જન્યત્વ કાંઈ નાશ્યત્વનું વ્યાપ્ય નથી.-જન્યત્વ ભલે ધ્વસપ્રતિયોગિતાનું વ્યાપ્ય ન હોય પરંતુ જન્યભાવત્વ તો ધ્વંસપ્રતિયોગિતાનું વ્યાપ્ય છે જ. ઘટાદિ સ્થલમાં આ નિયમ સિદ્ધ થયેલ છે. મુક્તિસુખ પણ જન્ય ભાવ હોવાથી નાશ્ય બનવાની આપત્તિ ઊભી જ રહેશે.-આ આપત્તિના પરિહારમાં એમ કહી શકાય કે જન્યભાવત્વ નાશ્યત્વવ્યાપ્ય છે એવી વાત અપ્રમાણિક છે. નાશ્યત્વવ્યાપ્યતા વચ્છેદકને જન્યત્વવિશિષ્ટ ભાવત્વત્વસ્વરૂપ માનવું કે ભાવત્વવિશિષ્ટ જન્યત્વત્વરૂપ માનવું? તે બાબતમાં પણ વિનિગમનાવિરહ છે. બીજી વાત એ છે નાશકપદાર્થ નાશ્યમાં રહીને જ તેનો નાશ કરે છે. આ વાત તો નૈયાયિકને પણ માન્ય છે. એથી જન્યભાવનો નાશ ન માનવામાં અનન્ય ભાવનો નાશ થવાની આપત્તિને અવકાશ નથી રહેતો, કારણ કે અજન્યભાવ પદાર્થમાં નાશક પદાર્થ રહી શકતો જ નથી. મુક્તિસુખ વગેરેનો પણ નાશ થવાનો અવકાશ નથી રહેતો, કારણ કે તેમાં નાશજનક પદાર્થ રહેતો નથી.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy