SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः सन्धानवद्वीतरागतया सुखहानेरनिष्टत्वाप्रतिसन्धानात् न प्रवृत्तिप्रतिबन्ध इति वाच्यम् । वैषयिकसुखेऽनिष्टत्वप्रतिसन्धानेऽपि मुमुक्षूणां प्रशमप्रभवसुखेऽनिष्टत्वाप्रतिसन्धानात् । न च तदिच्छ्या वैराग्यव्याहतिः, दुःखद्वेषेऽपि प्रशान्तत्वव्याहतिप्रसङ्गात् । (१९) एतेन योगद्धिसाध्यनिरतिशयानन्दमयीं जीवन्मुक्तिमुद्दिश्य प्रवृत्तः कारणवशात् परममुक्तिमासादयतीति न युक्तम्, विरक्तानां मोक्षेऽधिकारादि १५२ લીધે કોઈ પણ ભોગે સહ્ય નથી અને સુખહાનિસ્વરૂપ મોક્ષમાં બલવાન અનિષ્ટની અનનુબંધિત =અપ્રાપકતાનું ભાન પણ અશક્ય છે. જો સુખહાનિમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન થાય કે બલવદનિષ્ટાનનુબંધિતાનું ભાન થાય તો જ વિવેકીની પ્રવૃત્તિ તેમાં શક્ય છે. પરંતુ તે અસંભવિત જ છે. આથી મોક્ષને દુઃખનાશ-સુખાભાવ-ગુણાભાવસ્વરૂપ માનવામાં આવે તો મુમુક્ષુની દીક્ષા વગેરેમાં પ્રવૃત્તિનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. પ્રશમસુખેચ્છા વૈરાગ્યનાશક નથી—–જૈન ન ચ રા॰ । “જે રીતે રાગાન્ધ હોવાના કારણે અવિવેકી માણસને પરસ્ત્રીગમનમાં દુઃખાનુબંધીપણાનું ભાન ન થવાને લીધે તેની તેમાં પ્રવૃત્તિ થાય છે તેમ વીતરાગી–વૈરાગી હોવાના લીધે મુમુક્ષુને સુખહાનિમાં અનિષ્ટત્વનું ભાન ન થવાથી દીક્ષા વગેરેમાં મુમુક્ષુની પ્રવૃત્તિ થવામાં કોઈ અડચણ નહીં આવે. માટે મોક્ષમાં સુખ ન માનવામાં આવે તો પણ વાંધો નથી.”—આ નૈયાયિક માન્યતા તથ્યહીન હોવાનું કારણ એ છે કે મુમુક્ષુને વૈયિક સુખમાં અનિષ્ટપણાનું ભાન થવા છતાં પ્રશમથી ઉત્પન્ન થનાર સુખમાં અનિષ્ટત્વનું ભાન થતું નથી. આથી વૈયિકસુખની હાનિમાં મુમુક્ષુને ભલે અનિષ્ટતાનું ભાન થાય નહીં, પરંતુ પ્રશમરસજન્ય સુખની હાનિમાં તો વૈરાગીને પણ અનિષ્ટતાનું ભાન થશે જ. તેથી તેની પ્રવૃત્તિ દીક્ષામાં થઈ નહીં શકે. જો મોક્ષમાં પ્રશમજન્ય સુખ માનવામાં આવે તો જ તે સુખની કામનાથી મુમુક્ષુની તપશ્ચર્યા, ત્યાગ, અહિંસામાં પ્રવૃત્તિ થઈ શકશે. પ્રશમસુખની અભિલાષાથી મુમુક્ષુના વૈરાગ્યમાં ખામી આવવાનો સવાલ નથી રહેતો, કારણ કે જો પ્રશમજન્ય સુખની કામનાથી વૈરાગ્યમાં ન્યૂનતા માનવામાં આવે તો દુ:ખદ્વેષ થયે છતે મુમુક્ષુના પ્રશાન્તપણામાં વ્યાઘાત માનવાની આપત્તિ આવે. આવું તો વિશિષ્ટ દુ:ખધ્વંસને મોક્ષ માનનાર નૈયાયિકને પણ માન્ય નથી. માટે જેમ મોક્ષને દુઃખધ્વંસસ્વરૂપ માનીને દુ:ખદ્વેષથી મોક્ષલક્ષી પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુની પ્રશાન્તવાહિતામાં નૈયાયિકમતાનુસાર કોઈ ક્ષતિ પહોંચતી નથી તેમ મોક્ષને પરમાનન્દસ્વરૂપ માનીને પરમાનંદ=પ્રશમસુખની કામનાથી મોક્ષલક્ષી પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુ વૈરાગ્યમાં જૈનમતાનુસાર કોઈ બાધા આવતી નથી. યુક્તિ તો બન્ને પક્ષે સમાન છે. (૧૯) તેન । કોઈક વિદ્વાનોનો મત એવો છે કે—યોગઋદ્ધિ દ્વારા પ્રાપ્ત થનાર ઉત્કૃષ્ટ આનંદમય જીવનમુક્તિને ઉદ્દેશીને પ્રવૃત્ત થયેલ માણસ કારણવશથી =પરમમુક્તિસામગ્રી પ્રાપ્ત થવાથી આત્યંતિક દુ:ખાભાવાત્મક પરમમુક્તિને પામે છે. પરંતુ તેની પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય તો અનુપમ આનંદમય અપરમુક્તિ જ હોય છે.—પરંતુ આ વાત અસંગત હોવાનું કારણ તત્ત્વચિંતામણિકા૨ એવું બતાવે છે કે—વિરક્ત પુરુષોનો જ મોક્ષમાં અધિકાર છે. ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિની કામનાથી જો
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy