SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १५१ सुखेच्छां विना प्रवृत्तिः सम्भवति प्रेक्षावताम्, चिकित्सादावपि दुःखध्वंसनियतसुखार्थितयैव प्रवृत्तेः । न चैवं सुखस्थलेऽपि दुःखाभावार्थितयैव प्रवृत्तिरित्यविनिगमः, तत्र दुःखध्वंसस्यानावश्यकत्वात्, तदत्यन्ताभावादेरसाध्यत्वात् । किञ्च दुःखाभावदशायां 'सुखं नास्तीति ज्ञानं प्रवृत्तिप्रतिबन्धकम्, सुखहानेरनिष्टत्वेन बलवदनिष्टाननुबन्धित्वस्य प्रतिसन्धातुमशक्यत्वात् । न च रागान्धतया पारदार्ये दुःखानुबन्धाप्रति કારણ તો જ્ઞાન અને ક્રિયા છે. સમ્યફ જ્ઞાન અને ક્રિયા કર્મક્ષય દ્વારા પરમાનન્દસ્વરૂપ મુક્તિને ઉત્પન્ન કરે છે. કર્મક્ષય એ દ્વાર છે અને સમ્યક જ્ઞાન અને ક્રિયા એ દ્વારી =વ્યાપારી છે. જો મોક્ષને પરમાનન્દસ્વરૂપ ન માનવામાં આવે પરંતુ દુઃખäસસ્વરૂપ માનવામાં આવે તો વિવેકી મુમુક્ષુની સંન્યાસ વગેરેમાં પ્રવૃત્તિ જ નહીં થઈ શકે, કારણ કે સુખની ઇચ્છા વિના બુદ્ધિશાળી જીવોની પ્રવૃત્તિ થતી નથી જ. વિવિ. | અહીં એવી શંકા થાય કે–“જે રીતે રોગમૂલક દુ:ખની નિવૃત્તિ માટે ચિકિત્સા વગેરેમાં પ્રવૃત્તિ થાય છે તે જ રીતે સાંસારિક દુ:ખોની નિવૃત્તિ માટે મોક્ષમાં પ્રવૃત્તિ થઈ શકે છે. આથી મોક્ષમાં સુખ ન માનવામાં આવે તો પણ મોક્ષલક્ષી પ્રવૃત્તિનો વિવેકી મુમુક્ષુ ત્યાગ નહીં કરે.” તો આ બરાબર નથી. કારણ કે ચિકિત્સા વગેરેમાં પણ જે પ્રવૃત્તિ થાય છે તે રોગજન્ય દુ:ખની નિવૃત્તિ થયે છતે અવયંભાવી ભાવી સુખ મળવાની આશાથી જ થાય છે. તેથી મોક્ષમાં સુખ માનવામાં ન આવે તો મુમુક્ષુની પ્રવૃત્તિનો ઉચ્છેદ થવાની આપત્તિ જડબેસલાક બની જશે. ર વૈo | “જો ચિકિત્સાસ્થળે દુઃખનિવૃત્તિના બદલે સુખની પ્રાપ્તિની આશાથી પ્રવૃત્તિ થાય છે એવું માનવામાં આવે તો સુખપ્રાપ્તિસ્થળમાં પણ કહી શકાય કે ત્યાં દુઃખાભાવની ઇચ્છાથી જ પ્રવૃત્તિ થાય છે, નહીં કે સુખપ્રાપ્તિની કામનાથી. આ બે વાતમાંથી કઈ વાતનો સ્વીકાર કરવો અને કઈ વાતનો ઇન્કાર કરવો? તે વિષયમાં કોઈ નિર્ણાયક તર્ક નહીં મળે કે જેના બળથી વિવાદનો નિવેડો લાવી શકાય.”—આવી શંકા કરવી અયોગ્ય છે, કારણ કે સુખસ્થળમાં તમે દુઃખાભાવની ઇચ્છાથી પ્રવૃત્તિની આપત્તિ આપો છો. અહીં અમારે એ પૂછવું છે કે સુખસ્થળે પ્રવૃત્તિસંપાદક ઇચ્છાનો વિષય દુ:ખાભાવ ક્યા સ્વરૂપે માન્ય છે ? (૧) દુ:ખધ્વસ્વરૂપે (૨) દુઃખઅત્યન્તાભાવરૂપે કે (૩) દુઃખપ્રાગભાવસ્વરૂપે ? તેને દુઃખધ્વંસરૂપે તો માની ન જ શકાય, કારણ કે સુખસ્થળમાં દુઃખ અનુપસ્થિત હોવાથી દુઃખધ્વસ ત્યાં અનાવશ્યક છે. તેથી દુ:ખધ્વસની ઇચ્છાથી ત્યાં પ્રવૃત્તિ માનવી સંગત નથી. પેટ ભરીને પેંડા ખાધા પછી તૃપ્ત થઈને દુઃખના ધ્વસની ઇચ્છાથી ઘઉને કોણ ગ્રહણ કરે ? ભાવી દુઃખનો તો ધ્વંસ થઈ શકતો નથી. દુઃખના અત્યંતાભાવની કે પ્રાગભાવની ઇચ્છાથી પણ સુખસ્થળે પ્રવૃત્તિ થવી અશકય છે, કારણ કે અત્યંતાભાવ અને પ્રાગભાવ અનાદિકાલીન હોવાથી અસાધ્ય છે, અસાધ્યની ઉદ્દેશીને વિવેકીની પ્રવૃત્તિ ન થાય. વિૐ | વળી, બીજી વાત એ છે કે મનુષ્યને સુખની હાનિ કોઈ પણ પરિસ્થિતિમાં ઇષ્ટ નથી. આથી એને જ્યારે એવું ભાન થશે કે મોક્ષ દુઃખાભાવસ્વરૂપ હોવાને લીધે મોક્ષદશામાં સુખ નથી તો પછી તેની મોક્ષસાધનામાં પ્રવૃત્તિ કેવી રીતે થશે? કારણ કે સુખહાનિ અનિષ્ટ હોવાના
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy