SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १५३ निरस्तम्, विषयसुखेच्छाविच्छेदस्यैव वैराग्यपदार्थत्वात् । परमप्रयोजनतया परं परममुक्तिमुद्दिश्यैव प्रवृत्तिरिति तु युक्तः पन्थाः । किञ्च दुःखे द्वेषमात्रादेव यदि तन्नाशानुकूलः प्रयत्नस्तदा मूर्च्छादावपि प्रवृत्तिः स्यात् । न च जायत एव बहुतरदुःखजर्जरकलेवराणां मरणादौ प्रवृत्तिरिति वाच्यम्, तस्या अविवेकिप्रवृत्तित्वात् । 'पुरुषार्थत्वे विवेकानुपयोग' इति चेत् ? सत्यम्, नैयायिकपशूनामेव न तदुपयोगो न तु प्रेक्षावतां, यथावत् प्रयोजनं प्रमायैव तत्प्रवृत्तेः । યોગપ્રવૃત્તિ કરવામાં આવે તો વૈરાગ્ય જ ખંડિત થઈ જાય છે. આથી તે મોક્ષનો જ અનધિકારી બની જાય છે. તેથી આનંદમય મોક્ષને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરવાની વાત બરાબર નથી. વિષયસુખેચ્છાવિચ્છેદ વૈરાગ્ય વિષ॰ । પરંતુ આના પ્રતિવાદમાં ગ્રંથકાર શ્રીમદ્ભુનું કથન એ છે કે વૈરાગ્ય શબ્દનો અર્થ સુખમાત્રની ઇચ્છાનો વિચ્છેદ નથી પરંતુ વિષયસુખની કામનાનો વિલય છે. મોક્ષમાં પ્રશમજન્ય સુખની કામનાથી પ્રવૃત્તિ થવામાં વૈરાગ્ય ભાંગી નથી પડતો. માટે વિરક્તને મોક્ષાધિકારી માનવા છતાં પ્રશમસુખની કામનાથી યોગાભ્યાસમાં પ્રવૃત્તિ માનવી સંગત છે. હા, હજુ એમ કહી શકાય કે અપરમુક્તિ સ્વર્ગાદિની મુખ્ય કામનાથી પ્રવૃત્તિ કરવામાં નિર્વાણ અપુરુષાર્થ બનવાની આપત્તિ આવવાથી મુખ્યપ્રયોજનરૂપે તો માત્ર પરમમુક્તિ =નિર્વાણને ઉદ્દેશીને જ મુમુક્ષુની પ્રવૃત્તિ હોઈ શકે-એવું માનવું એ યુક્તિસંગત માર્ગ છે. પરંતુ પ્રશમસુખની કામનાથી મોક્ષલક્ષી યોગાભ્યાસાદિ પ્રવૃત્તિ તો અબાધિત જ રહે છે. વિષ્ણુ॰ । વળી, પ્રસ્તુત સંદર્ભમાં આ પણ વિચારણીય છે કે જો એવું માનવામાં આવે કે— દુ:ખના પ્રત્યે દ્વેષ હોવા માત્રથી જ મનુષ્ય દુઃખનાશ માટે પ્રયત્નશીલ રહે છે—તો પછી માણસે મૂર્છા વગેરે અવસ્થા માટે પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે એ અવસ્થામાં પણ તેને દુઃખથી મુક્તિ મળી શકે છે. પરંતુ વાસ્તવમાં મનુષ્ય મૂર્છા લાવવા પ્રયત્ન કરતો નથી જ. માટે એવું માનવું ઉચિત છે કે મૂર્છામાં દુ:ખ ન હોવા છતાં મનુષ્યને સુખનો અનુભવ થઈ શકતો નથી. આથી સુખાનુભવની બાધાને દૂર કરવા માટે માનવ દુઃખનાશ માટે પ્રયત્ન કરે છે. આવું માનવામાં આવે તો નિર્વિવાદરૂપે સિદ્ધ થઈ જાય કે સુખની કામના જ પુરુષપ્રવૃત્તિનું મૂળ છે. આથી મોક્ષને કેવળ દુ:ખનિવૃત્તિરૂપ માનવામાં આવે તો મોક્ષદશામાં સુખપ્રાપ્તિની આશા ન રહેવાથી મોક્ષ માટે માનવની પ્રવૃત્તિ થવી જ અશક્ય થઈ જશે. જો એમ કહેવામાં આવે કે—સંસારમાં એવા પણ માણસ દેખવામાં આવે છે કે જે ઘણા બધા દુઃખથી જર્જરિત થયે છતે મૃત્યુને પણ ભેટવા તૈયાર થઈને આત્મઘાતમાં પ્રવૃત્તિ કરે છે. આથી એમ કહેવામાં કોઈ દોષ નથી કે સુખપ્રાપ્તિની આશા ન હોવા છતાં કેવળ દુઃખથી છૂટવા માટે પણ મનુષ્યની પ્રવૃત્તિ સંભવ છે. તો આ વાત પણ બરાબર નથી, કારણ કે તે અવિવેકી માણસની પ્રવૃત્તિ છે. પ્રસ્તુત વિચાર વિવેકી માણસોની પ્રવૃત્તિના સંબંધમાં છે, નહીં કે તેવા અવિવેકી
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy