SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १३९ शक्तियोगिता सम्भवात् । न च शरीराद्यनाहितातिशयस्य ज्ञानक्षणस्य कथमुत्तरज्ञानजनकत्वमिति वाच्यम्, मुक्तिप्राक्क्षणविशिष्टभावनयैवातिशयाधानादित्याहुः । तदसत्, अन्वयिद्रव्याभावे बद्ध-मुक्तव्यवस्थानुपपत्तेः, सन्तानस्याऽवास्तवत्वात्, अतिशयाधायकत्वेनाभिमतादेव सहकारिचक्रात् कार्योत्पत्तावेकान्तक्षणभिदेलिमचित्तसन्ततौ मानाभावाच्चेति दिग् । કારણભાવ સ્વીકાર્ય છે. અહીં એવી શંકા થાય કે–સુષુપ્તિસમયે તો સર્વ જ્ઞાનનો અભાવ છે. તેથી નિદ્રા પછી જાગૃતિના પ્રથમ સમયે જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થશે?' સુષુપ્તિના ચરમ સમયે જો કોઈ જ્ઞાનક્ષણ હોય તો જાગૃતિના પ્રથમ સમયે જ્ઞાનક્ષણની ઉત્પત્તિ થઈ શકે–તો તે વ્યાજબી નથી, કારણ કે નિદ્રા સમયે પણ બૌદ્ધદર્શન અનુસાર જ્ઞાનક્ષણ પ્રવાહિત જ છે. વિશેષતા એટલી છે કે જાગૃતિસમયે જે જ્ઞાનક્ષણ પરંપરા ચાલે છે તેમાં ઘટ-પટ આદિ શેયાકારનો ઉલ્લેખ થવાથી જાગૃતિ અવસ્થાનું જ્ઞાન અનભિભૂત કહેવાય છે. જ્યારે નિદ્રા અવસ્થામાં ઘટ-પટ આદિ શેયાકારનો ભાસ થતો ન હોવાથી તે જ્ઞાનક્ષણપરંપરા અભિભૂત કહેવાય છે. સુષુપ્તિ પછીની અવસ્થામાં ઘટાદિ શેયાકારથી વિશિષ્ટ એવી જ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે. “આવું કેમ થઈ શકે ?' તેવી શંકા અસ્થાને છે, કારણ કે તથાવિધ અનાદિ શક્તિ =વાસનાનો તે સમયે ઉબોધ થવાથી અવિશિષ્ટ જ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાનક્ષણની ઉત્પત્તિ સંભવી શકે છે. શ – મુક્તિ અવસ્થામાં તો શરીર આદિ ન હોવાથી શરીર દ્વારા કોઈ અતિશયનું આધાન જ્ઞાનક્ષણમાં નહિ થાય. તો પછી તે જ્ઞાનક્ષણ ઉત્તર જ્ઞાનક્ષણને ઉત્પન્ન કઈ રીતે કરશે ? આ સમસ્યાનું સમાધાન એ છે કે નિરૂપપ્લવ ચિત્તસત્તતિસ્વરૂપ મુક્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણમાં ‘સર્વ શૂન્ય સર્વ શૂન્ય’ આવી વિશિષ્ટ ભાવનાથી જ્ઞાન ક્ષણમાં એક પ્રકારનો અતિશય =શક્તિ ઉત્પન્ન થાય છે કે જે મુક્તિ અવસ્થામાં શરીરની ગેરહાજરીમાં પણ વિશુદ્ધ જ્ઞાનક્ષણની પરંપરાને જાળવી રાખશે. આથી વિશુદ્ધ જ્ઞાનક્ષણની સંતતિસ્વરૂપ મોક્ષ માનવો ઉચિત છે.” બૌદ્ધસંમત મુક્તિ અસંગત તo | ગ્રન્થકાર શ્રીમદ્જી ઉપરોક્ત બૌદ્ધમતને અનુચિત કહે છે. આનું કારણ એ છે કે વિજ્ઞાનવાદી યોગાચાર બૌદ્ધના મતાનુસારે ક્ષણિક જ્ઞાનથી અતિરિક્ત ત્રિકાલ અનુગત આત્મ દ્રવ્ય ન હોવાથી બદ્ધ-મુક્ત વ્યવસ્થા ભાંગી પડશે. જે બંધાય છે તે જ મુક્ત થાય છે. આ પ્રસિદ્ધ નિયમ છે. પરંતુ બૌદ્ધમતે તો જે બંધાય છે તે વાસ્તવમાં બીજા સમયે વિદ્યમાન જ નથી. તેથી જે બંધાય છે તેને મુક્ત થવાનો સવાલ જ રહેતો નથી. અને જે મુક્ત થાય છે તે પૂર્વ સમયે ઉત્પન્ન જ થયો ન હતો. તેથી તે બંધન વિના મુક્ત થયો-એમ માનવું પડશે. આ તો ભીમ ખાય અને શકુનિ સંડાસ જાય એના જેવું થયું. અહીં બૌદ્ધ તરફથી એમ કહેવામાં આવે કે–જ્ઞાન ભલે ક્ષણિક હોય પરંતુ જ્ઞાનક્ષણની પરંપરાત્મક જ્ઞાનસંતતિનો અમે સ્વીકાર કરીએ છીએ. તેથી બદ્ધ-મુક્તવ્યવસ્થાનો લોપ થવાની આપત્તિ નહિ આવે. ચૈત્રીય જ્ઞાનક્ષણ પરંપરા પૂર્વે બદ્ધ હતી અને સાધના દ્વારા શેયાકારકલ્પક વાસનાનો ઉચ્છેદ થવાથી તે જ ચૈત્રીય જ્ઞાનસંતાન મુક્ત =વિશુદ્ધ બનશે. અનુગત
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy