SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १४० मुक्तिवादः (१२) 'स्वातन्त्र्यं मुक्तिः' इत्यन्ये । तेषां स्वातन्त्र्यं यदि कर्मनिवृत्तिस्तदा सिद्धान्त एव । ऐश्वर्यं चेत् ? अभिमानाधीनतया संसारविलसितमेव तत् । (१३) प्रकृतितद्विकारोपधानविलये पुरुषस्य स्वरूपेणावस्थानमिति साङ्ख्यः । અતિરિક્ત આત્મદ્રવ્યનો સ્વીકાર કર્યા વિના પણ જે બંધાય છે તે મુક્ત થાય છે આવો નિયમ સંગત થઈ શકે છે. તો આ વાત બરાબર નથી, કારણ કે બૌદ્ધમતાનુસારે જે સતું હોય છે તે નિયમો ક્ષણિક હોય છે. જે ક્ષણિક નથી હોતું તે સત્ નથી હોતું. જ્ઞાનસંતાન તો અનેક ક્ષણો સુધી ચાલતી જ્ઞાનધારાસ્વરૂપ હોવાને લીધે ક્ષણિક ન હોવાથી સત્ નથી. કાલ્પનિક જ્ઞાનસંતતિ દ્વારા બદ્ધમુક્તવ્યવસ્થાનો નિર્વાહ થવો અશક્ય છે. બીજી વાત એ છે કે અતિશયઆધાયકરૂપે જે સહકારી કારણોનો સમૂહ બૌદ્ધ વિદ્વાનોને માન્ય છે તેના દ્વારા જ જો કાર્ય ઉત્પન્ન થઈ જાય તો પછી ક્ષણિક એવી જ્ઞાનસંતતિનો સ્વીકાર કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. મુક્તિ-સ્વાતન્યસ્વરૂપ (૧૨) સ્વાતંત્ર | કેટલાક દાર્શનિકોનો મત એવો છે કે–સ્વાતન્ય જ મુક્તિ છે. સંસાર અવસ્થામાં મનુષ્ય પરતંત્ર હોય છે. “સર્વ પરવશ ટુદરવું, સર્વમાત્મવાં સુવું' આ ન્યાયને અનુસાર સંસારી જીવમાત્ર અનાદિકાલીન પરતસ્નતાથી :ખી છે, પીડિત છે. આથી શાસ્ત્રોક્ત સાધના દ્વારા પારતન્યને દૂર કરીને સ્વાતન્ય પ્રાપ્ત કરવું એ જ મુક્તિ છે–પરંતુ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જો સ્વાતંત્ર્યનો અર્થ કર્મનિવૃત્તિ માનવામાં આવે તો આ મતનો જૈનસિદ્ધાન્તમાં જ સમાવેશ થઈ જશે, કારણ કે જૈનદર્શનના સિદ્ધાન્તાનુસાર સમગ્ર કર્મોનો ક્ષય એ જ મોક્ષ છે. to | ઉપરોક્ત દોષના ભયથી જો એમ કહેવામાં આવે કે–સ્વાતંત્ર્ય એ સર્વકર્મનિવૃત્તિસ્વરૂપ નથી પણ ઐશ્વર્યસ્વરૂપ છે. આથી અણિમા, મહિમા, લધિમા વગેરે અષ્ટવિધ લબ્ધિ વગેરે સ્વરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ એ જ મોક્ષપ્રાપ્તિ છે–તો આ વાત પણ બરાબર નથી, કારણ કે જીવમાં વાસ્તવિક ઐશ્વર્ય ન હોવાથી આભિમાનિક ઐશ્વર્ય જ માનવું પડશે. અને મુક્ત જીવને ઈશ્વરાભિમાન થશે તો તે મુક્ત કઈ રીતે કહેવાશે? કારણ કે અભિમાન એક પ્રકારનો સંસારનો જ વિલાસ છે, સાંસારિક્તાનું જ એક સ્વરૂપ છે. પ્રકૃતિ અને તેના વિકારોનો વિલય એ જ મુક્તિ-સાંખ્ય (૧૩) પ્રવૃ૦ | સાંખ્યદર્શનનો મત એવો છે કે–પ્રકૃતિ અને તેના વિકારસ્વરૂપ ઉપાધિનો વિલય થયે છતે પુરુષનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન એ જ મોક્ષ છે. આશય એ છે કે સાંખ્યદર્શન અનુસારે પ્રકૃતિ અને પુરુષ આ બે જ કારણનિરપેક્ષ અનાદિ તત્ત્વ છે. આ બન્નેનો સંયોગ અર્થાત્ પરસ્પર ભેદનો અવિવેક =અજ્ઞાન અનાદિકાલીન છે. આ અવિવેક જ સત્ત્વ, રજસ્ અને તમસ આ ત્રણ ગુણોથી અભિન્મસ્વરૂપ પ્રકૃતિના ૨૩ વિકારોને ઉત્પન્ન કરે છે. જે આ પ્રમાણે છે મહતત્ત્વ, અહંકાર, તથા શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધ નામના પાંચ તન્માત્ર =સૂક્ષ્મભૂત; શ્રોત્ર, આંખ, જીભ, ચામડી, નાક નામની પાંચ જ્ઞાનેન્દ્રિય, વાણી, હાથ, પગ, મલેન્દ્રિય, મૂત્રન્દ્રિય
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy