SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ मुक्तिवादः कर्मक्षय एव स इति कर्मक्षयरूपमोक्षवादिकक्षाप्रवेशः । यदि चोपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्तदा तेन रूपेणाऽकाम्यत्वादपुरुषार्थत्वम् । (११) बौद्धास्त्वनुपप्लवा चित्तसन्ततिरपवर्गः । न च शरीरादिनिमित्तं विना नैमित्तिकसन्तानानुत्पाद इति वाच्यम्, पूर्वपूर्वविज्ञानक्षणानामेवोत्तरोत्तरविज्ञानक्षणहेतुत्वात् सुषुप्तावप्यभिभूतज्ञानाभ्युपगमात्, अविशिष्टाद् विशिष्टोत्पत्तेश्च तथा જીવ શરીરસ્વરૂપ બંધન તોડી નાખે છે ત્યારે શરીરની અંદર રહેલ જીવાત્મા પરમાત્માના આનંદસ્વરૂપમાં લીન થઈ જાય છે. આ રીતે આનંદમય પરમાત્મામાં જીવાત્માનો લય એ જ જીવાત્માની મુક્તિ છે.' તત્ર | પ્રકરણકાર શ્રીમદ્જી એમ જણાવે છે કે-અહીં લયનો અર્થ શું છે? એ વિચારણીય છે. જો હાથ-પગ વગેરે પાંચ કર્મેન્દ્રિય, નાક-કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિય, ઉભયઇન્દ્રિય એક મન તથા પાંચ તન્માત્રાના સ્વરૂપમાં રહેલ પૃથ્વી-જલ આદિ પાંચ ભૂત આ ૧૬ના ગણ સ્વરૂપ લિંગ શરીરની નિવૃત્તિને જ જો જીવાત્માનો લય કહેવામાં આવે અને આવા લયને જો મોક્ષસ્વરૂપ માનવામાં આવે તો નામાન્તરથી નામકર્મનો ક્ષય જ મોક્ષસ્વરૂપ કહેવો પડશે. અને તો પછી જૈનસમ્મત કર્મક્ષયસ્વરૂપ મોક્ષ કરતાં આનો ભેદ બતાવવો મુશ્કેલ હોવાથી ત્રિદંડી વેદાન્તીનો જૈનદર્શનમાં પ્રવેશ થઈ જશે. જો ત્રિદંડી તરફથી એમ કહેવામાં આવે કે–શરીરોપાધિક આત્મા એ જ જીવ છે. આથી શરીરસ્વરૂપ ઉપાધિનો નાશ થવાથી ઔપાધિક જીવનો નાશ થવો એ જ જીવાત્માનો લય છે. તો આ વાત બરાબર નથી, કારણ કે જીવનાશરૂપે જીવલય કામનાનો વિષય ન હોવાથી તાદશ જીવલયસ્વરૂપ મોક્ષ પુરુષાર્થ બની નહિ શકે. મોક્ષને તેવા સ્વરૂપે જ માની શકાય કે જે અન્યકામનાને અપરાધીન એવી કામનાનો વિષય બને. તો જ તે સ્વતઃ પુરુષાર્થ બની શકે. નિરૂપપ્લવ ચિત્તસંતતિ=મુક્તિ-વિજ્ઞાનવાદી બૌદ્ધ (૧૧) વૌo | બૌદ્ધદર્શનના વિજ્ઞાનવાદી સંપ્રદાયનો એવો મત છે કે–ઉપપ્લવથી= વિષયથી શૂન્ય ચિત્તસંતતિ =જ્ઞાનસંતતિ એ જ મોક્ષ છે. આ મતનો મર્મ એવો છે કે જ્ઞાન જ વસ્તુ છે, તેનાથી ભિન્ન જે દેખાય છે તે બધું અનાદિ વાસનાથી કલ્પિત છે. આથી શેયનો પ્રતિભાસ મિથ્યા છે. બૌદ્ધદર્શનમાં જ્ઞાન બીજી ક્ષણે નિરન્વય નાશ પામે છે. બૌદ્ધદર્શનમાં બતાવેલ પદ્ધતિ અનુસારે સાધના કરવાથી વસ્તુતત્ત્વનો યથાર્થ બોધ થાય છે. તેનાથી શેય અર્થની કલ્પક વાસનાનો નાશ થાય છે. આથી શેયસંબંધથી જ્ઞાન શૂન્ય બની જાય છે. જે જ્ઞાનધારા ઘટ-પટ આદિ શેયાકારની સાથે પ્રવાહિત હતી તે શેયસંપર્કથી શૂન્ય થઈને વિશુદ્ધ જ્ઞાનધારાસ્વરૂપે પ્રવાહિત થાય છે. આવી વિશુદ્ધ જ્ઞાનધારાને જ અનુપપ્લવ ચિત્તસંતતિ કહેવાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધના મતે આ જ મોક્ષ છે. અહીં શંકા થાય કે-“જો જ્ઞાન ક્ષણિક હોય તો પછી મુક્તિમાં જે જ્ઞાનક્ષણની પરંપરા ચાલે છે તે શરીર વગેરે નિમિત્ત કારણ વિના ઉત્પન્ન કઈ રીતે થશે ?'...તો આનું સમાધાન એ છે કે પૂર્વ પૂર્વની જ્ઞાનક્ષણો જ ઉત્તર ઉત્તર જ્ઞાનક્ષણોનું કારણ છે. જ્ઞાનક્ષણોમાં જ પૂર્વોત્તરભાવ કાર્ય
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy